________________
૧/૩/૨/૧૯૧ થી ૧૯૩
અર્થાત્ ફરી સંસારમાં પડે છે.
કેવા બનીને? પુત્રાદિ સંબંધથી ગૃદ્ધ-આસક્ત બનીને તે સાધુ આત્માની પર્યાલોચના ન કરતા સંસારમાં પડીને દુઃખી થાય છે.
• સૂત્ર-૧૯૪,૧૯૫ :
તે સાધુ બધાં સંગોને મહા આશ્રવ જાણીને તથા અનુત્તર ધર્મને સાંભળીને અસંયમી જીવનની ઇચ્છા ન કરે.
૧૦૩
કાશ્યપ-મહાવીરસ્વામીએ આ સંગોને આવર્ત કહેલ છે. જ્ઞાની પુરુષ તો તેથી દૂર થઈ જાય, અજ્ઞાની તેમાં આસકત થઈ દુઃખી થાય છે.
• વિવેચન-૧૯૪,૧૯૫ :
સાધુ જ્ઞ-પરિજ્ઞા વડે સગાંના સંગને સંસારનો એક હેતુ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. કારણ કે સંસારના સર્વે સંગો કર્મના મોટા આશ્રવદ્વારો છે. તેથી અનુકૂલ ઉપસર્ગો આવતાં અસંયમ જીવિતગૃહ આવાસના ફાંસાને ન ઇચ્છે અને પ્રતિકૂળ ઉપસર્ગમાં જીવિતનો અભિલાષી ન થાય. તથા કંટાળીને અનુચિત જીવન ન વાંછે.
– શું કરીને ? શ્રુત-ચાસ્ત્રિ ધર્મ સાંભળી-સમજીને. કેમકે તેનાથી પ્રધાન કોઈ ધર્મ નથી, તેથી મૌનીન્દ્ર ધર્મ અનુત્તર છે.
થ - પછીનો અધિકાર દર્શાવે છે પાઠાંતરથી તે - વિસ્મયાર્થે છે. મે - બધાં જનોને જાણીતું હોવાથી પ્રત્યક્ષ છે.
પ્રાણીને ભમાડનાર હોવાથી આવર્ત છે. તેમાં દ્રવ્યાવર્ત નદી આદિના છે. ભાવ-આવર્ત તે ઉત્કટ મોહોદયથી થતી વિષય અભિલાષથી કરાતી પ્રાર્થના વિશેષ. આ આવર્ત મહાવીર વર્ધમાનસ્વામીએ કેવળજ્ઞાન પામીને કહેલ છે. તેથી તત્ત્વ પામેલા બુદ્ધો આવર્તના વિપાક જાણીને અપમતપણે તેનાથી દૂર રહે છે. અબુદ્ધો નિર્વિવેકપણે આસક્તિ કરે છે. તે આવર્તોને બતાવવા કહે છે–
• સૂત્ર-૧૯૬ થી ૨૦૦ :
રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય, ઉત્તમ આચારથી જીવતા સાધુને ભોગ માટે નિમંત્રિત કરે છે. [તે કહે છે-] હે મહર્ષિ ! તમે આ હાથી, ઘોડા, અશ્વ, રથ, યાનમાં બેસો, ઉધાનાદિમાં વિચરો, આ પ્રશસ્ત ભોગો ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ... વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શય્યા-આ ભોગોને ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ... તમે જે નિયમોનું અનુષ્ઠાન ભિક્ષુભાવથી કર્યું છે, હે સુવતી ! ગૃહવાસમાં રહીને, પણ, તમે સંચમનું અનુષ્ઠાન કરી શકો છો...દીર્ધ કાળથી સંયમાનુષ્ઠાનમાં વિચરતા તમને હવે કયો દોષ લાગવાનો છે ? આ પ્રમાણે સુવરને લલચાવે, તેમ ભોગના નિમંત્રણથી સાધુને ફસાવે છે.
• વિવેચન-૧૯૬ થી ૨૦૦ :
ચક્રવર્તી આદિ રાજા, રાજાના મંત્રી, પુરોહિત આદિ, બ્રાહ્મણો અથવા
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ ઇક્ષ્વાકુવંશજ આદિ ક્ષત્રિયો; આ બધાં શબ્દાદિ વિષય - ભોગોપભોગ માટે સાધુને નિમંત્રણ કરે છે તે ભિક્ષુ સાધુ આચાર વડે જીવનારા છે. જેમ બ્રહ્મદત્તચક્રીએ વિવિધ ભોગ વડે ચિત્ર સાધુને નિમંત્ર્યા, તેમ બીજા પણ કોઇ સંબંધી, ચૌવનાદિ ગુણયુક્ત સાધુને વિષયસુખ વડે - નિમંત્રણા કરે છે. આ જ બતાવવા માટે કહે છે–
હાથી, અશ્વ, સ્થ, યાન વડે તથા ક્રીડા યોગ્ય વિહારસ્થાન - ઉધાન આદિમાં ક્રીડાર્થે જવા માટે, = શબ્દથી અન્ય ઇન્દ્રિય અનુકૂળ વિષયો વડે નિમંત્રે છે. જેમકે - શબ્દાદિ વિષયોને ભોગવો. અમારા દ્વારા અર્પણ પ્રત્યક્ષ, નીંકટ, પ્રશસ્ત,
નિંધ ભોગોને હે સાધુ ! અમે આપની પાસે રજૂ કરીને આપનો સત્કાર કરીએ છીએ.
– ચીનાંશુકાદિ વસ્ત્ર, કોષ્ટપુટપાકાદિ ગંધ, તે બંને મળી વસ્ત્રગંધ થયું તથા કટક, કેયુરાદિ અલંકાર, યુવાન સુંદર સ્ત્રી, પલંગ-ગાદલા આદિ તે તમે ઇન્દ્રિયમનોનુકૂલ અમારા આપેલા ભોગો ભોગવી મનુષ્યજન્મ સફળ કરો. હે આયુષ્યમાન્ !
૧૦૮
-
અમે તમારો સત્કાર કરીએ છીએ.
– જે તમે પૂર્વે પ્રવ્રજ્યા અવસરે મહાવ્રતાદિ રૂપ જે નિયમ લીધો છે, ઇન્દ્રિય અને મનને વશ કરવાથી હે સુવ્રત! હમણાં ઘરમાં ગૃહસ્થભાવને સમ્યક્ રીતે પાળવાથી તેવી જ રીતે વ્રતો કાયમ છે. તમે પૂર્વે આચરેલ સુકૃત-દુષ્કૃતનો નાશ થતો
નથી.
– ઘણા કાળ સંયમ અનુષ્ઠાન પાળવાથી હવે તમને શું દોષ છે ? અર્થાત્ જરા પણ નથી. આ પ્રમાણે હાથી, અશ્વ, સ્થ આદિ તથા વસ્ત્ર, ગંધ, અલંકારાદિ વડે, વિવિધ ઉપભોગ ઉપકરણ વડે તે સારા સાધુને પણ ભોગ વિષયમાં બુદ્ધિ કરાવે છે. દૃષ્ટાંત-જેમ વ્રીહિ વગેરેના દાણા વડે વરાહને ફાંસામાં ફસાવે એ રીતે તે સાધુને
ફસાવે છે.
• સૂત્ર-૨૦૧ થી ૨૦૩ :
સાધુ સામાચારીના પાલન માટે આચાર્ય દ્વારા પ્રેરિત તે શિથિલ સાધુ જેમ ચઢાણવાળા માર્ગમાં દુબળ બળદ પડી જાય તેમ તે સીદાય છે.
ચઢાણવાળા માર્ગમાં ઘડો બળદ કષ્ટ પામે છે, તેમ સંયમપાલનમાં અસમર્થ અને તપથી પીડિત મંદ સાધુ સંયમમાર્ગમાં કલેશ પામે છે.
આ રીતે ભોગનું આમંત્રણ મળતાં, ભોગમાં મૂર્છિત; સ્ત્રીમાં આસક્ત કામમાં દત્તચિત સાધુ સત્ પ્રેરણા છતાં ગૃહસ્થ બને છે. તે હું કહું છું.
• વિવેચન-૨૦૧થી ૨૦૩ -
ઉક્ત કથનનો ઉપસંહાર કરતા કહે છે - ઉધુક્તવિહારી સાધુઓને ચર્ચા તે ઇચ્છા, મિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી છે, તેના વડે પ્રેરિત અથવા ભિક્ષુચર્યામાં સીદાતાને પ્રેરણા કરીને આચાર્યાદિ કે વારંવાર સમજાવવા છતાં, સંયમ અનુષ્ઠાનમાં આત્માને પ્રવર્તાવવામાં અસમર્થ થતાં મોક્ષ ગમનના એક હેતુરૂપ સંયમ, જે કરોડો ભવે મળે તેને મેળવીને પણ તેમાં મૂર્ખા-જડ શીથિલ બને છે અને અચિંત્ય ચિંતામણિ સમ અને મહર્ષિએ આચરેલા સંયમને છોડી દે છે. જેમ માર્ગના ઉન્નત ભાગ-ટેકરો