________________
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/૧/ર/૨૮ કરે છે અને પોતાના સ્થાનથી લુપ્ત થાય છે - મરે છે.
• વિવેચન :
અહીં અનંત-પરંપર સૂત્ર સંબંધ કહે છે. અનંતર સૂત્રસંબંધ આ પ્રમાણે - જેમ પાંચ ભત સ્કંધ આદિ વાદી મિથ્યાત્વથી હણાયેલ અંતર આત્માવાળા, સિદ્ આગ્રહમાં લીન, પરમાર્થ બોધરહિત થઈ વ્યાધિ, મૃત્યુ, જરાયી આકુળ સંસાર ચક્રવાલમાં ઉંચ-નીચ સ્થાનમાં જઈને અનંતવાર ગર્ભમાં જાય છે. તે જ પ્રમાણે અહીં પણ નિયતિવાદી અજ્ઞાની તથા જ્ઞાન ચતુર્વિધ કર્મ અપચયવાદીઓને પણ તે જ પ્રમાણે સંસાર ચક્રવાલનું ભ્રમણ તથા ગર્ભમાં જવાનું બતાવે છે.
પરંપર સૂત્રમાં તો બોધ પામે ઇત્યાદિ છે, તેની સાથે સંબંધ છે.
અહીં પણ એમ સમજવું કે નિયતિવાદીએ જે કહ્યું, તેને હે શિષ્યો ! તમે સમજો. આ પ્રમાણે વચ્ચેના સૂત્રોમાં પણ સંબંધ જોડવો.
ધે તે પ્રમાણે પૂર્વ અને પછીના સૂત્ર જે સંબંધે જોડાયેલા છે, તેનો અર્થ કહે છે - પુનઃ શબ્દ પૂર્વવાદીઓથી આ વાદીનું વિશેષપણું સૂચવે છે. કેટલાક નિયતિવાદી કહે છે કે - અવિવક્ષિત કર્મવાળા પણ અકર્મક થાય છે - X - ‘ત' શબ્દનો અર્થ યુક્તિથી ઉત્પન્ન કર્યો છે. તેના વડે પંચભૂત અને તે જીવ-શરીરવાદી મત દર કર્યો. યુક્તિ પૂર્વે પણ બતાવી છે અને હવે પછી પણ બતાવીશું કે - જુદા જુદા નારકાદિ ભવોના શરીરોમાં જીવોને ઉત્પન્ન થવાનું યુક્તિથી ઘટે છે. આમ કહી આત્માને અદ્વૈત માનનારનું પણ ખંડન કર્યું.
પૃથક ઉત્પન્ન તે કોણ છે ? સુખ-દુ:ખ ભોગી પ્રાણીઓ. આમ કહી પંચસ્કંધ સિવાયના જીવનો અભાવ પ્રતિપાદક બૌદ્ધમતનો અપક્ષેપ કર્યો જણાય છે. તથા તે જીવો પોત-પોતાના શરીરમાં પૃચ રહીને સુખ-દુ:ખને વેદે છે, એ વાતને અમે ગોપવી શકતા નથી. આ કથનથી અકgવાદીમતનું ખંડન કર્યું. કેમકે અકર્તા અવિકારી આત્મામાં સુખ-દુ:ખ અનુભવ થતો નથી. તેને અમે ઉડાવતા નથી.
‘નુત્પત્તિ' આયુ પૂર્ણ થતાં એક સ્થાનથી બીજે સ્થાને જાય છે, ત્યાં નવો જન્મ લે છે, અને તેનો નિષેધ કરતાં નથી. આ પ્રમાણે પંચભૂત અસ્તિત્વ આદિ વાદી મતનું ખંડન કરીને હવે તે નિયતિવાદીઓ શું માને છે ? તે હવેના બે શ્લોકમાં કહે છે–
• સૂત્ર-૨૯,૩૦ :
તે દુઃખ સ્વકૃત નથી કે અચકૃત નથી. સર્વે સુખ-દુ:ખ સિદ્ધિ સંબંધી હોય કે સંસારી; તે નિયતિકૃત છે. જીવ ન તો સ્વયંકૃતને વેદે છે, ન અન્યકૃત્. તે નિયતિકૃત્વ હોય છે તેમ કોઈ કહે છે.
• વિવેચન :
તે પ્રાણી જે સુખ-દુ:ખને અનુભવે છે કે સ્થાનભ્રમણ કરે છે, તે આત્માએ પોતે કરેલું દુ:ખ નથી, કારણમાં કાર્યના ઉપચાચી દુ:ખ કારણને કહ્યું છે, તેના ઉપલક્ષણથી સુખાદિ પણ લેવું. તેથી કહે છે કે - જે આ સુખ-દુઃખ અનુભવ છે તે પુરુષકાર કારણજન્ય નથી. તથા કાળ, ઇશ્વર, સ્વભાવ, કમદિ વડે પણ ક્યાંથી હોય ?
જો એમ માનીએ કે પુરુષે કરેલ સુખ-દુ:ખ તે અનુભવે તો સેવક, વણિક, ખેડૂત આદિના સમાન પુરુષાકાર છતાં ફળ પ્રાપ્તિમાં જુદાપણું છે તથા કોઈકને ફળ મળતું પણ નથી. વળી કોઈકને સેવાદિ વ્યાપારના અભાવે પણ વિશિષ્ટ ફળ પ્રાપ્તિ દેખાય છે. તેથી પુરુષ ઉધમથી કંઈ સિદ્ધ થતું નથી. તો શેનાથી મળે છે ? નિયતિથી જ મળે.
કાળ પણ કર્તા નથી. કેમકે તેના એકરૂપત્વથી જગતમાં ફળનું વૈવિધ્ય ન થાય. કારણ ભેદે જ કાર્યભેદ થાય, અભેદમાં ન થાય. તથા ઇશ્વર કતમાં પણ સુખદુ:ખ ન થાય. કેમકે ઇશ્વર મૂર્ત છે કે અમૂર્ત ? જો મૂર્ત હોય તો સામાન્યપુરુષ માફક સર્વકતૃત્વ અભાવ હોય, જો તે અમૂર્ત હોય તો આકાશ માફક તેનું અક્રિયપણું છે. વળી તે રાગાદિવાળો હોય તો આપણાથી જુદો નથી, તેથી વિશકતાં નથી, જો વીતરણ હોય તો તેણે કરેલ - x - જગતનું વૈચિય યુકિતયુક્ત નથી.
સ્વભાવ પણ સુખદુ:ખનું કારણ નથી, કેમકે આ સ્વભાવ પુરુષથી ભિન્ન છે કે અભિજ્ઞ? જો ભિન્ન છે તો પુરપાશ્રિત સુખદુ:ખ કરવા સમર્થ નથી, કેમકે તેનાથી જુદો છે. જો અભિન્ન છે, તો સ્વભાવ તે જ પુરુષ છે. તેનું એકતપણું પૂર્વે કહ્યું છે. વળી કર્મનું પણ સુખદુ:ખમાં કતપણું ઘટતું નથી. કેમકે કર્મ પુરપથી ભિન્ન છે કે
અભિન્ન ? જો અભિન્ન માનો તો પુરપ તે જ કર્મ થતા ઉકત દોષ લાગે. જો ભિન્ન માનો તો કર્મ સચેતન કે અચેતન ? જો સચેતન માનો તો એક કામમાં બે ચૈતન્ય થાય, જો અચેતન માનો તો તેમાં - x • સુખ દુઃખની ઉત્પત્તિ કેમ થાય ?
આ બધાં તર્કોનું જૈનાચાર્ય આગળ ખંડન કરશે.
તે જ પ્રમાણે મોક્ષ સંબંધી સુખ કે અસાતા ઉદયથી સાંસારિક દુઃખ અથવા આ સુખદુઃખ બંને જેમકે શ્રીવિલાસમાં સુખ અને માર આદિમાં દુ:ખ * * * * * ઇત્યાદિ સુખ-દુ:ખ
આ બંને સ્વયં પુરુષે કર્યા નથી કે કોઈ કાળ આદિએ કર્યા નથી. કે તેને ભોગવે. તો શાથી ભોગવે ? નિયતિવાદી પોતાનો અભિપ્રાય કહે છે કે - પ્રાણીઓ સમ્યક સ્વ પરિણામ ગતિ અર્થાત સંગતિ એટલે કે નિયતિથી જ ભોગવે છે. તેથી તે સાંગતિક કહેવાય. - x - x - આ નિયતિવાદીનો મત છે. તેઓ કહે છે કે - જે અર્થ નિયતિના બળથી પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે મનુષ્યને અવશ્ય શુભ કે અશુભ થાય. ભૂતોના કરેલા મોટા પ્રયત્નથી અભાવ્ય થતું નથી કે ભાવિનો નાશ નથી.
ઉપરોક્ત નિયતિવાદીના મતનો ઉત્તર જૈનાચાર્ય આપે છે• સૂગ-૩૧,૩૨ -
આ પ્રમાણે કહેનારા નિયતિવાદી અજ્ઞાની હોવા છતાં, પોતાને પંડિત માને છે, સુખન્દુ:ખ નિયત અને અનિયત બંને પ્રકારે છે, તે આ બુદ્ધિહીન અજ્ઞાની જાણતા નથી. આ પ્રમાણે કેટલાંક પક્વસ્થ-નિયતિવાદી નિયતિને જ કત બતાવવાની ધૃષ્ટતા કરે છે. તેઓ પારલૌકિક ક્રિયામાં પ્રવૃત્ત થવા છતાં પણ સ્વયંને દુઃખ મુક્ત કરી શકતા નથી.