________________
૧/૧/૧/૧૦
પાંચ પૃથ્વી આદિ ભૂતોમાં રોઝ કાયાકારે પરિણમેલ ચૈતન્ય દેખાય છે, જો એક જ આત્મા વ્યાપ્ત હોય, તો ઘટાદિમાં પણ ચૈતન્ય હોય. પણ એવું થતું નથી. તેથી આત્મા એક નથી. ભૂતોના ગુણો જુદા જુદા છે. કેમકે એક આત્માનું અભિપણું છે. વળી પાંચ ઇન્દ્રિયો આશ્રિત જ્ઞાનની પ્રવૃત્તિ હોવાથી અન્યએ જાણેલું બીજો જાણતો નથી. તેથી આત્મા એક નથી. હવે તે જીવ-તે શરીરવાદીના મતનો પૂર્વપક્ષ બતાવે છે
• સૂત્ર-૧૧ -
બાળક હોય કે પંડિત પ્રત્યેકનો આત્મા પૂર્ણ છે. તેનો આત્મા દેખાય છે કે નહીં - એમ કહેવાથી તેનું સત્વ ઔપપાતિક નથી.
• વિવેચન :
તે જીવ - તે શરીરવાદીઓનું એવું કહેવું છે કે - જેમ પાંચભૂતકાય આકારે પરિણત થતાં ચૈતન્ય ઉદ્ભવે છે કે દેખાય છે. તે રીતે એક એક શરીરમાં રોકએક આત્મા, એ પ્રમાણે બધાં આત્મા રહેલા છે. જે અજ્ઞાની હોય કે પંડિત હોય, બધાં જુદા જુદા ગોઠવાયેલા છે. તેથી સર્વ વ્યાપી એવો એક આત્મા છે, તેમ ના માનવું. - X -
શંકા- પ્રત્યેક શરીરને આશ્રીને આત્માનું અનેકપણું છે, તે વાત જૈનદર્શનને પણ ઇષ્ટ છે. - આ શંકાના નિવારણ માટે કહે છે –
ચૈિતન્ય જ્યાં સુધી શરીર વિધમાન છે, ત્યાં સુધી છે, શરીરના અભાવે તે રહેતું નથી. કાયા આકારે પરિણત ભૂતોમાં ચૈતન્ય પ્રગટ થાય છે, પણ ભૂતોનો સમુદાય જુદો પડતા ચૈતન્ય નાશ પામે છે, પણ ચૈતન્ય બીજે જતું દેખાતું નથી. તેથી જ કહે છે કે - fપળ્યા હૈ તિ પરલોકમાં આત્મા હોતો-જતો નથી. અથવું શરીરથી જુદો અને સ્વ કર્મફળનો ભોક્તા આત્મા નામનો કોઈ પદાર્થ નથી.
આવું શા માટે ? તે કહે છે - મૂળ ગાથામાં પ્રતિ શબ્દ બહુવચનમાં છે, તેનો આ અર્થ છે - પ્રાણીઓ એકમવમાંથી બીજા ભવમાં વિધમાન નથી. તેઓના આગમ વિદ] માં પણ કહે છે - વિનયન'' [આ પૂર્વ પક્ષ કહ્યો] અહીં શિષ્ય પૂછે છે કે • પૂર્વે બતાવેલ ભૂતવાદી અને આ તે જીવ - તે શરીર વાદીમાં શું જુદાપણું છે ? તેનો ઉત્તર આપે છે
ભૂતવાદીના મતે ભૂતો જ કાયા આકારે પરિણત થઈ સર્વ ક્રિયા કરે છે. જ્યારે આ વાદીના મતે કાયા આકારે પરિણત ભૂતોમાંથી ચૈતન્ય નામે ઓમા ઉત્પન્ન થાય છે કે પ્રગટ થાય છે અને તે અભિન્ન છે તે જુદાપણું છે. આ પ્રમાણે ધના અભાવે ધર્મનો અભાવ છે તે કહે છે
સૂગ-૧૨ :
પુન્ય નથી, પાપ નથી, આ લોક સિવાય કોઈ લોક નથી. શરીરનો વિનાશ થતા દેહી [આત્મા નો પણ વિનાશ થાય છે.
• વિવેચન - અભ્યદય પ્રાપ્તિ લક્ષણ તે પુન્ય. તેથી વિપરીત તો પાપ. તે બંનેમાંથી કશું
૩૮
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિધમાન નથી. કેમકે આત્મા-ધર્મીનો અભાવ છે. તેના અભાવથી આ લોકથી પર પૂજ્ય-પાપના અનુભવરૂપ બીજો લોક નથી. આ અર્થમાં સૂત્રકાર તેનું કારણ કહે છે - કાયાના વિનાશથી અર્થાત્ ભૂતોના વિઘટનથી આત્માનો પણ અભાવ થશે. શરીરનો વિનાશ થતા આત્મા પરલોકે જઈને પૂન્ય કે પાપ અનુભવતો નથી. તેથી ધર્મીઆત્માના અભાવે તે પૂન્ય-પાપરૂપ ધર્મનો પણ અભાવ થશે. તેના ઘણા દેટાંત છે. જેમકે
જળના પસ્પોટા જળ સિવાય દેખાતા નથી, તેમ ભૂત સિવાય કોઈ આત્મા નથી. કેળના થળમાં ત્વચા જુદી કરીએ તો ત્વચાના પડ નીકળે પણ તેમાં સાર કશો નથી, એમ ભક્ત સમુદાયનું વિઘટન થતાં તેમાં આત્મા નામનો સારભૂત કોઈ પદાર્થ મળતો નથી. જેમ અલાતના ભમવાથી તેમાં ચકની બુદ્ધિ થાય છે, એમ ભૂત સમુદાય પણ વિશિષ્ટ ક્રિયાને પ્રાપ્ત થતાં જીવની ભ્રાંતિ ઉત્પન્ન કરે છે. જેમ સ્વપ્નમાં બહિર્મુખ આકારપણે વિજ્ઞાન અનુભવાય છે, તેમ આત્મા ન હોવા છતાં તેનું વિજ્ઞાન ભૂત સમુદાયમાં પ્રગટ થાય છે. જેમ અરીસામાં સ્વચ્છપણે પ્રતિબિંબિત પદાર્થ બહાર હોવા છતાં અંદર રહેલો દેખાય છે, પણ તેમ હોતું નથી. જેમ ઉનાળામાં પૃથ્વીની ગરમીથી થતા કારણો વડે જલાકાર [મૃગજળ] જણાય છે ઇત્યાદિ • x • તે પ્રમાણે આત્મા પણ ભૂત સમુદાયથી કાયાકારે પરિણમતાં આત્મા છે તેવો ભાસ થાય છે.
શંકા - જો ભૂત સિવાય કોઈ આત્મા ન હોય તો તેના કરેલા પૂન્ય પાપ પણ નથી, તો આ જગતમાં આવું વૈચિય કેમ દેખાય છે ? જેમકે - કોઈ ધનવાન - કોઈ ગરીબ, કોઈ સુભગ-કોઈ દુર્ભગ, સુખી-દુ:ખી, સુરપ-કુરૂપ, રોગી-નીરોગી એવા પ્રકારની વિચિત્રતા કેમ?
- સમાધાન - આ બધું સ્વાભાવિક છે. જેમકે - પત્થરમાંથી કોઈ પ્રતિમા બનાવી તેને પૂજે છે તો કોઈ પત્થર ઉપર પગ ધુએ છે તો તે પત્થર કંઈ શુભ-અશુભ કર્મવાળા નથી કે જેના ઉદયે તે પત્થર તેવી અવસ્થા પામે છે. એ તો જગતના સ્વભાવની વિચિત્રતા છે, તેથી કહે છે કે - કાંટાની તીણતા, મોરનું યિમિતપણું આદિ સ્વાભાવિક જ છે. આ પ્રમાણે ‘તે જીવ-તે શરીર' મત કહ્યો, હવે અકારકવાદીને જણાવે છે.
• સુખ-૧૩ -
આત્મા સ્વયં ક્રિયા કરતો નથી, બીજા પાસે કરાવતો નથી. આત્મા કત નથી - આત્મા અકારક છે. એવું તે અકારકવાદી કહે છે.
• વિવેચન
'વાળું' પદથી સ્વતંત્ર કdઈ કહે છે. આત્માનું અમૂર્તવ, નિત્યત્વ અને સર્વ વ્યાપીત્વ હોવાથી કતૃત્વ સાબિત થતું નથી. તે જ હેતુથી કરાવવાપણું પણ આત્માથી સિદ્ધ ન થાય. ‘ત્ર' શબ્દથી અતીત, અનાગત કઈવનો નિષેધ કરે છે - X • તેથી આત્મા સ્વયં ક્રિયામાં પ્રવર્તતો નથી, બીજાને પ્રવતવતો નથી. - X - તે ભોગવવાની ક્રિયા કરે છે, પણ તેને સમગ્ર કવૃત્વ નથી, તે બતાવે છે – x • સર્વવ્યાપી અને