________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ
ભO-3| (૨) પ્રકૃતાંગ-/૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
• ભૂમિકા :
સૂત્રકૃત” સૂત્રનો ક્રમ બીજો છે. બાર અંગસૂત્રોમાં પણ “સૂત્રકૃત” એ બીજું અંગસૂત્ર છે. પ્રાકૃતમાં તે “સૂયગડ” નામે પ્રસિદ્ધ છે અને સંસ્કૃતમાં “સૂત્રકૃત" નામે ઓળખાય છે. વ્યવહારમાં આ આગમ “સૂયગડાંગ” સુખના નામે પ્રસિદ્ધ છે. આ અંગસૂમના બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલાં શ્રુતસ્કંધમાં ૧૬-અધ્યયનો છે અને બીજા શ્રુતસ્કંધમાં--અધ્યયનો છે. આ ૧૬ + 9 એ ૨૩-અધ્યયનોનો સંખ્યા ઉલ્લેખ આવશ્યકસૂત્રના પ્રતિકમણ અધ્યયનમાં અર્થાત્ શ્રમણમૂત્રમાં પણ જોવા મળે જ છે.
‘સૂયગડ' સૂત્રનો મુખ્ય વિષય જ્ઞાન વિનયાદિ ગુણોનું વર્ણન છે અને બીજા ધર્મોના આચાર પણ બતાવ્યા છે. જૈનદર્શન અને ૩૬૩ કુવાદીઓની માન્યતાની તુવ્યતા અને ભિન્નતા છે, જૈનદર્શનની નિકોટી શુદ્ધતા આદિ છે. વિશિષ્ટ વૈરાગ્યોપદેશ છે, ઉપસર્ગ પરિજ્ઞા, સ્ત્રીપરિજ્ઞા આદિ અનેક વિષયોનું જ્ઞાન મળે છે માત્ર મત-મતાંતર જ નહીં, પણ ઉત્તમ ઉપદેશ પણ છે. જેમકે - વૈરાગ્ય સાધના, સમાધિ, મોક્ષમાર્ગ, ધર્મસ્વરૂપ, આહારસ્વરૂપ આદિ. એ રીતે દ્રવ્યાનુયોગ સાથે ચરણકરણાનુયોગનો સુભગ સમન્વય છે.
આ આગમના મૂળ સૂરનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે, વિવેચન માટે અમે “ટીકાનુસારી વિવેચન” શબ્દ પસંદ કર્યો છે. વૃત્તિની મુખ્યતાથી વિવેચન કરાયેલ આ અનુવાદમાં નિયુક્તિ અને યત્કિંચિત્ ચૂર્ણિના અંશો પણ રજૂ કર્યા છે. તો સામે પક્ષે ન્યાય, વ્યાકરણ, વાદો, પરમતનું વિશિષ્ટ ખંડન જેવી ઘણી વાતો છોડી પણ દીધી છે, તો કયાંક કયાંક ઉપયોગી સંદર્ભોની નોંધો પણ ટપકાવેલ છે,
આધુનિક વિદ્વાનોએ આ આગમની ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ કથનો કે ઉલ્લેખો પણ કર્યા છે, પણ અમને એ બાબતે મૌન રહેવું યોગ્ય લાગેલ છે. [3/2]
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
$ શ્રુતસ્કંધ-૧ 8 • વિવેચન :| જિઓને સુમોની જ ટીકા જોવી હોય તેણે સીધું પેજ-૧૫ જેવું.
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં. [આ પાંચ પદો ચૂર્ણિના આરંભે નોંધાયા છે.)
સ્વ, પર સમય સૂચક અનંતગમ, પર્યાયા, ગુણોથી શોભાયમાન, અતુલ્ય એવા સૂત્રકૃતાંગનું વિવરણ જિનોને નમસ્કાર કરીને કહીશ.
જો કે આ અંગસૂત્રનું વિવરણ બીજા આચાર્ય પ્રવરે કરેલ છે, તો પણ હું ભક્તિથી વિવરણ કરવા યત્ન કરીશ. શું ગરુડ કોઈ સારા માર્ગે ગયેલ જાણીને પતંગીય તે જ માર્ગે જવાને ન ઇચછે ? વિશેષ બોધવાળા જેઓ મારી કૃતિની અવજ્ઞા કરે છે, તે કાંઈક શાસ્ત્ર જાણે છે, તેમને છોડીને જેઓ મારાથી પણ મંદબુદ્ધિવાળા છે, તેમના ઉપકાર માટે મારો આ મંત્ર છે..
આ અપાર સંસારમાં ખૂયેલા ભવ્ય જીવોએ અતિ દુર્લભ મનુષ્યત્વ, ઉત્તમ કુળમાં જન્મ, સમગ્ર ઇન્દ્રિય સામગ્રી આદિ યુક્ત અહંદુ દર્શન પામીને સમગ્ર કર્મોના ઉચ્છેદ માટે યન કરવો. કચ્છદ સમ્યગ વિવેક પર આધાર રાખે છે. તે વિવેક આપ્ત-ઉપદેશ વિના ન થાય. સંપૂર્ણ દોષોના ક્ષયથી અરિહંત એ જ આત પુરષ છે. તેથી તેમના કહેલા દ્વાદશાંગીરૂપ આગમના જ્ઞાન માટે યત્ન કરવો. ઇદંયુગીન પુરુષ આર્યરક્ષિત મહારાજે અનુગ્રહ બુદ્ધિથી દ્વાદશાંગીને ચરણકરણ, દ્રવ્ય, ધર્મકથા, ગણિત એ ચાર અનુયોગમાં વ્યવસ્થામાં કરી. તેમાં આચારાંગ ચરણકરણાનુયોગના પ્રાધાન્યથી વ્યાખ્યાત કર્યું. હવે દ્રવ્યાનુયોગ પ્રાધાન્યવાળા ‘સૂત્રકૃત' નામક બીજા અંગની વ્યાખ્યાનો આરંભ કરે છે.
પ્રશ્ન :- અર્થનું શાસન કરતું હોવાથી આ શાસ્ત્ર છે, શાસ્ત્રના સર્વે વિદનો શાંત કરવા માટે આદિ મંગલ, સ્થિરસ્પરિચય માટે મધ્ય મંગલ અને શિષ્ય-પ્રશિયા પરંપરામાં અવિચ્છેદ માટે અત્યમંગલ જોઈએ તે કેમ નથી ?
ઉત્તર : તમારી વાત સત્ય છે, મંગલ ઇષ્ટ દેવતાના નમસ્કારાદિ રૂપ હોય, આ સૂત્રના પ્રણેતા સર્વજ્ઞ છે, તે હોય ત્યારે બીજા નમસ્કાર યોગ્ય ન હોવાથી મંગલ કરણના પ્રયોજનનો અભાવ છે, માટે મંગલ અભિધાન નથી. ગણધરો પણ તીર્થંકર વચનનો જ અનુવાદ કરનારા હોય મંગલની જરૂર નથી. શ્રોતાની અપેક્ષાએ તો સર્વ શાસ્ત્ર જ મંગલ છે. નિર્યુક્તિકાર જ મંગલ કહે છે
o અહીં સુષકૃriણ મૂર્ષિ ખાસ જોવા લાયક છે. તેમને ‘મંગ’ શવદનો ઘણો વિસ્તાર કર્યો છે.
[નિ.૧] અહીં પૂર્વની અડધી ગાયા વડે ભાવમંગલ કહ્યું. પાછલી અડધી ગાથા વડે પ્રેક્ષાપૂર્વકારિ પ્રવૃત્તિ અર્થે ત્રણ પ્રયોજન બતાવ્યા છે. કહ્યું છે કે - જાણીતા સંબંધના કહેવા પ્રયોજનને સાંભળવાને સાંભળનાર યત્ન કરે. તેથી શાસ્ત્ર આભે પ્રયોજન સાથે સંબંધ કહેવો જોઈએ. તેમાં ‘સૂત્રકૃત” એ અભિધેય પદ છે, નિર્યુક્તિ