________________
૧/૯/૧/૪૪૪ થી ૪૪૮
ભજન-લોભ છે. જેના ઉદયથી આત્મા સારા-ખોટાનો વિવેક ભૂલે તે વિષ્ટાવત્ હોવાથી ક્રોધ છે. જેમાં ઉર્ધ્વ જાત્યાદિનો આશ્રય લે અને દર્પથી ઉન્મત્ત બને તે માન
૨૦૧
છે. જાતિ વગેરે મદ સ્થાનોના બહુપણાથી તેના કાર્ય રૂપ માનનું પણ બહુવચન મૂક્યું. શ્લોકમાં ત્ર કાર પેટા ભેદો બતાવવા તથા સમુચ્ચય અર્થે છે.
ધૂનઃ ક્રિયાપદ પ્રત્યેક ક્રિયા સાથે જોડવું. જેમકે માયાને ધો-છોડ, માનને, લોભને, ક્રોધને છોડ. સૂત્રરચના વૈચિત્ર્યથી ક્રમ બદલાયો છે. - x - અથવા રાગનું તજવું ઘણું મુશ્કેલ છે અને લોભ માયાપૂર્વક હોવાથી પહેલા માયા-લોભ લીધાં. કષાયના ત્યાગ માટે હવે બીજું કારણ કહે છે - આ માયા વગેરે લોકમાં કર્મબંધન છે, તેથી વિદ્વાનો જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી છોડે.
[૪૪૮] ઉત્તરગુણોને આશ્રીને કહે છે - ધાવન - હાથ, પગ, વસ્ત્રોનું ધોવું અને તેને રંગવા તે. '' સમુચ્ચય માટે છે, વ જ કાર માટે છે વસ્તિવર્ષ - અનુવાસના રૂપ છે, વિષે ન - જુલાબ લેવો વગેરે, આંખમાં અંજન આંજવું આદિ. આવું કે બીજું શરીર સંસ્કારાદિ કૃત્ય સંયમનો નાશ કરનાર થાય. તેથી વિદ્વાનોએ તેનું સ્વરૂપ અને
વિપાક જાણીને છોડવા.
• સૂત્ર-૪૪૯ થી ૪૫૨ :
હે વિજ્ઞ! ગંધ, માલ્સ, સ્નાન, દંતપક્ષાલન, પરિગ્રહ અને સ્ત્રી કર્મનો ત્યાગ કરો... ઔશિક, ક્રીકૃત પ્રામિત્વ, આત, મૂતિનિર્મિત અને અનેષણીય આહારને જાણીને ત્યાગ કરે...શક્તિવર્ધક, અક્ષિરાગ, રસાસક્તિ, ઉત્થાલન અને ઉબટનનો સમજીને ત્યાગ કરવો...અસંયત ભાષી, કૃતક્રિયાના પ્રશંસક, જ્યોતિક અને સામાકિ પિંડને ત્યાગો.
• વિવેચન-૪૪૯ થી ૪૫૨ :
[૪૪૯] ગંધ-કોષ્ઠપુટ, ફૂલની માળા, શરીરનું દેશથી કે સર્વથી પ્રક્ષાલન તથા દાંતણ આદિ દાંત સાફ કરવા, સચિત્ત આદિનો સ્વીકાર તે પરિગ્રહ તથા દેવતામનુષ્ય-તિર્યંચ સ્ત્રીઓનો સંગ કરવો. હસ્તકર્મ કે સાવધ અનુષ્ઠાન આ બધું કર્મના બંધનરૂપ જાણીને, સંસારકારણ રૂપ સમજીને વિદ્વાન્ સાધુ તેનો ત્યાગ કરે.
[૪૫૦] વળી સાધુ-સાધ્વીને ઉદ્દેશીને તૈયાર કરાયેલ તે ઔદેશિક તથા વેચાતુ ખરીદીને લાવે તે કૃતીત. પામિચ-ઉછીનું લઈને આપે - ૪ - સાધુ માટે ગૃહસ્ય લાવીને આપે તે આહા. પૂતિ તે આધાકર્મના અવયવોથી યુક્ત આહાર. ઘણું શું કહીએ ? જેથી કોઈપણ દોષ વડે ન લેવા યોગ્ય અશુદ્ધ, તે બધું સંસારના કારણરૂપ સમજીને વિદ્વાન નિસ્પૃહી બનીને અશુદ્ધનો ત્યાગ કરે.
[૪૫૧] વળી ધૃતપાન આદિ આહાર વિશેષ વડે અથવા રસાયણ ક્રિયા વડે અશૂન-બળવાન્ બની પુરી રીતે કૂતરા જેવો થાય છે તેને આશૂની કહે છે. અથવા આશૂની એટલે શ્લાધા, પોતાના કોઈ ગુણની પ્રશંસા સાંભળી લઘુપ્રકૃતિ કે દર્પથી મદાંધ બને છે તથા આંખમાં સૌવીર આદિ અંજન આંજે, શબ્દાદિ વિષયોમાં વૃદ્ધ
બને - ૪ - તયા ઉપઘાતકર્મ - જે ક્રિયા વડે બીજા પ્રાણીનો ઉપઘાત થાય તે કર્મને
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કંઈક બતાવે છે - ઉચ્છોલન એટલે અજયણાથી શીતોદક વડે હાથ, પગ આદિ ધોવા તથા લોઘાદિ દ્રવ્ય વડે શરીરનું ઉર્તન એ સર્વ કર્મબંધનનું કારણ સમજી પંડિતો જ્ઞ પરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે.
વળી અસંચતો સાથે પાલોચન-વાર્તાનો ત્યાગ કરે, અસંયમના અનુષ્ઠાનનો
ઉપદેશ ન આપે. તેણે પોતાના સ્થાનમાં શોભા કરી હોય તો તેની પ્રશંસા ન કરે. તથા [જ્યોતિના] પ્રશ્નોનો ઉત્તર ન આપે અથવા લૌકિકો [ગૃહસ્થો] ને પરસ્પર વ્યવહારમાં કે મિથ્યાશાસ્ત્રમાં શંકા પડે કે પ્રશ્ન થાય તો - ૪ - પોતે નિર્ણય આપવા
૨૦૮
ન
ન જાય. તથા શય્યાતરનો આહાર ન લે. અથવા શય્યાતર પિંડ એટલે સુતકવાળા ઘરનો આહાર, જુગુપ્સિત એટલે નીચજાતિનો આહાર એ બધું વિદ્વાન જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગ કરે. - વળી -
- સૂત્ર-૪૫૩ થી ૪૫૬ :
સાધુ જુગાર ન શીખે, વિરુદ્ધ વાન ન બોલે, હસ્તકર્મ અને વિવાદને સમજીને તેનો ત્યાગ કરે...પગરખા, છત્ર, નાલિકા, પંખા, પરક્રિયા, અન્યોન્ય ક્રિયાને જાણીને ત્યાગ કરે... મુનિ વનસ્પતિ પર મળ-મૂત્રનો ત્યાગ ન કરે, બીજ વગેરે હટાવીને આચિત પાણીથી પણ આચમન ન કરે... ગૃહસ્થના પાત્રમાં અન્ન, પાણી ન લે. વસ્ત્રરહિત હોય તો પણ ગૃહસ્થના વસ્ત્રને પોતાના કામમાં ન લે અને સમજીને ત્યાગ કરે.
• વિવેચન-૪૫૩ થી ૪૫૬ :
ધન, ધાન્ય, હિરણ્ય આદિ જેનાથી મળે તે અર્થ, તે જેનાથી પ્રાપ્ત થાય તે પદ એટલે શાસ્ત્ર. ચાણક્ય આદિના અર્થશાસ્ત્ર. તે પોતે ન ભણે, બીજા પ્રાણિઉપમર્દકારી શાસ્ત્ર ન શીખે. અથવા ધૃતક્રિડારૂપ પાસા ન શીખે, પૂર્વે શીખેલ હોય તેનો ઉપયોગ ન કરે તથા વેધ-ધર્મનો વેધ થાય તેવા અધર્મપ્રધાન વચન ન બોલે. અથવા વસ્ત્રવેધ તે જુગારની એક જાતિ, તેનું વચન પણ ન બોલે તો પછી રમવાની તો વાત જ ક્યાં રહી? હસ્તકર્મ જાણીતું છે અથવા હસ્તક્રિયા તે પરસ્પર હાચના વ્યાપારથી વિશેષ એવો કલહ. વિરુદ્ધવાદ તે વિવાદ કે શુવાદ. આ બધાં
સંસારભ્રમણના કારણોને જ્ઞપરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે.
ઉપાનહ એટલે લાકડાની પાદુકા, તાપ આદિના રક્ષણ માટે છત્ર, નાલિકા - ધુતક્રિયાનું સાધન તથા વાળ કે મોરપીંછાનો પંખો. પર સંબંધી ક્રિયા તે પરસ્પરની અન્યોન્ય ક્રિયા. આ બધું પંડિત પુરુષ કર્મ ઉપાદાનનું કારણ છે તેમ જ્ઞ પરિજ્ઞાથી
જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે - વળી -
વનસ્પતિ કે બીજ ઉપર કે અન્ય અયોગ્ય સ્થળે મળ, મૂત્ર આદિ ક્રિયા સાધુ ન કરે. અચિત પાણીથી પણ બીજ, વનસ્પતિ આદિ દૂર કરીને નિર્લેપન ન કરે, તો સચિતપાણીથી તો કેમ કરે?
ગૃહસ્થના વાસણમાં પુરઃકર્મ, પશ્ચાત્કર્મના ભયથી, પડવા-ફૂટવાના દોષના સંભવથી મુનિ કદી અન્ન, પાન ન ખાય-પીએ અથવા પાત્રધારી કે હસ્તપાત્રી બને.