________________
૧/c/ભૂમિકા
૨૦૩ છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૯ “ધર્મ' છે • ભૂમિકા :
આઠમાં પછી નવમું અધ્યયન કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં બાલ અને પંડિત બે ભેદે વીર્ય બતાવ્યું. અહીં પણ તે જ પંડિતવીર્ય વડે ધર્મમાં ઉધમ કરે, માટે અહીં ‘ધર્મ' કહે છે. આ સંબંધથી ‘ધર્મ’ અધ્યયન આવેલ છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગહારો કહે છે.
ઉપક્રમમાં અધિકારે અહીં ધર્મ કહીશું.
[નિt] દુર્ગતિમાં જતા જીવને અટકાવે તે ધર્મ, દશવૈકાલિકના અધ્યયન૬માં “ધમર્શિકામ' નામે બતાવેલ છે. અહીં ભાવધર્મ અધિકાર છે. આ ભાવધર્મ જ પરમાર્થથી ધર્મ છે. આ જ અર્થ પછીના બે અધ્યયનમાં છે તે કહે છે - આ જ ધર્મ ભાવસમાધિ અને ભાવમાર્ગ છે એમ સમજવું અથવા આ જ માવધર્મ છે ભાવસમાધિ છે - ભાવમાર્ગ છે. તેમાં પરમાર્થથી કોઈ ભેદ નથી. ધર્મ શ્રુત-ચાસ્ત્રિ નામે કે ક્ષાંતિ આદિ દશ ભેદે છે. ભાવસમાધિ પણ એ જ છે. સમ્યગુ રીતે ક્ષમાદિ ગુણોનું આરોપણ તે સમાધિ. તે જ મુક્તિ માર્ગ પણ જ્ઞાનાદિ ભાવધર્મપણે કહેવો.
હવે - x - ‘ધર્મના નામાદિ નિક્ષેપ બતાવે છે
[નિ.૧૦૦] ધર્મના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર નિકોપ છે. નામ, સ્થાપના છોડીને દ્રવ્યધર્મના ત્રણ ભેદ છે - જ્ઞ શરીર, ભવ્ય શરીર, વ્યતિરિક્ત, વ્યતિરિક્તના ત્રણ ભેદ સચિવ, અયિત, મિશ્ર. સયિતનો જીવ શરીર ઉપયોગ લક્ષણ સ્વભાવ છે. અચિતમાં ધમિિસ્તકાયાદિનો સ્વભાવ કહે છે. જેમકે ધમસ્તિકાયનો ગતિધર્મ, અધમસ્તિકાયનો સ્થિતિ લક્ષણ, આકાશનો અવગાહના ધર્મ, પુદ્ગલનો ગ્રહણ લક્ષણ, મિશ્રનો તેના-તેના ધર્માનુસાર જાણવો - X • ગૃહસ્થોનો ધર્મ કુલનગર-ગ્રામાદિના રીવાજ મુજબ છે. અથવા દાન આપવું તે ગૃહસ્થોનો દ્રવ્યધર્મ જાણવો. કહ્યું છે કે - અt, પાન, વસ્ત્ર, નિવાસ, શયન, આસન, શુશ્રષા, વંદન, તુષ્ટિ એ નવ પ્રકારે પુન્ય બંધાય.
[નિ.૧૦૧] ભાવધર્મ નોઆગમથી બે પ્રકારે - લૌકિક અને લોકોત્તર, લૌકિકના બે ભેદ-ગૃહસ્થોનો અને પાખંડીનો. લોકોત્તરના ત્રણ ભેદ-જ્ઞાન, દર્શન, ચાuિ. જ્ઞાનના મત્યાદિ પાંચ ભેદ. દર્શનના પથમિક, સાસ્વાદન, ક્ષાયોપથમિક, વેદક, ક્ષાયિક પાંચ ભેદ. ચાત્રિના સામાયિકાદિ પાંચ ભેદ. • x • ગાથાની અંક સંખ્યા ઉક્ત ભેદાદિ અનુસાર સમજી લેવી.
હવે જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિવાનું સાધુનો જે ધર્મ છે, તે કહે છે
[નિ.૧૦૨] સાધુના ગુણોને બાજુએ મૂકે તે પાયથા, સંયમાનુષ્ઠાને કંટાળે છે. અવસત્ત, ખરાબ આચારવાળો તે કુશીલ. આ ત્રણે સાથે સાધુએ પરીચય કે સંવાસ ન કરવો. આ સૂત્રકૃતાંગના ધર્મ અધ્યયનમાં બતાવેલ છે.
નામ નિષ્પન્ન નિફોપો પૂરો થયો. હવે સૂત્રાનુગમમાં સૂત્ર કહે છે–
૨૦૪
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ • સૂત્ર-૪૩૩ થી ૪૪૦ :
[39] મતિમાન ભગવતે કેવા ધર્મનું કથન કરેલ છે ? જિનવરોએ મને સરળ ધર્મ [કહ્યો છે.) તે તમે સાંભળો.
[૪૩૮,૪૩૯] બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચંડાલ, બુક્સ, એષિક, વૈશિક કે શુદ્ધ કે કોઈ આરંભમાં આસક્ત છે...તે પરિગ્રહ મૂર્ણિતનું વૈર વધતું જાય છે. તે આરંભ અને કામભોગ ન જીવોના દુઃખનો અંત આવતો નથી.
[૪૪] મૃત વ્યક્તિની મરણક્રિયા કર્યા પછી વિષય અભિલાષી જ્ઞાતિવમાં, તેનું ધન હરી લે છે, પાપકર્મ કરનાર મૃત એકલો તેનું ફળ ભોગવે છે.
• વિવેચન-૪૩૩ થી ૪૪o :
[૪૩] જંબૂસ્વામી સુધમસ્વિામીને પૂછે છે - દુર્ગતિમાં જતાં જીવોને ધારી રાખનાર કયો ધર્મ, માઈr – કોઈ જીવને ન હણો' એવી શિષ્યોને વાણી કહેનારા ભગવંત વીર વર્ધમાનસ્વામીએ કહ્યો છે ? તે જ વિશેષથી કહે છે. જેના વડે ત્રણે કાળમાં જગત જેવું છે, તેને જાણનારી કેવલજ્ઞાન નામક મતિ જેમની છે, તેવા મતિવાળા અર્થાત્ કેવલજ્ઞાન થયા પછી ભગવંતે કહ્યો. આ પ્રમાણે પૂછતા સુધમસ્વિામી તેિને જણાવે છે
ગદ્વેષને જિતે તે જિન, તેઓનો ધર્મ સરળ-માયા પ્રપંચ રહિત હોવાથી વિક છે. મને યથાવસ્થિત કહ્યો છે, તે તમે સાંભળો. અન્યતીથિંક માફક દંભપ્રધાન ધર્મ તેમણે કહ્યો નથી. “પાઠાંતર” થી - જન્મે તે જન-લોક. હે લોકો! તે ધર્મ મારી પાસેથી તમે સાંભળો.
[૪૩૮] અન્વય-વ્યતિરેકથી કહેલ અર્થ યોગ્ય ગણાય, તેથી પ્રથમ ધર્મ કહ્યો, તેથી વિરુદ્ધ અધર્મ છે, અધર્મ આશ્રિતને બતાવે છે . બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, બુક્કસ [વર્ણશંકર] - જેમકે બ્રાહ્મણ અને શુદ્ધ સ્ત્રીથી જન્મે તે નિષાદ, બ્રાહ્મણ અને વૈશ્ય સ્ત્રીથી જન્મેલી અંબાઠી અને નિષાદ તથા બઠીથી જન્મે તે બક્કસ. એપિક-મૃગ આસકત હસ્તિ તાપસ. માંસના હેતુથી મૃગો અને હાથીને શોધે, કંદ-મૂલ-ક્લ ખાય. વૈશિક-માયા પ્રધાન, કળાથી જીવતા વણિકો, શૂદ્રો-ખેતીથી જીવનારા આભીર વગેરે. - x - તેમજ જે બીજા વર્ણવાળા જુદા જુદા સાવધજીવહિંસાયુક્ત એવા ચંબપીલણ, નિલછિન કર્મ કરનાર, અંગાર-દાહ આદિથી જીવોને દુ:ખ દેનારા તે બધાંના વૈર વધે છે - તે હવેની ગાથામાં કહે છે
[૪૩૯] ચોતરફથી ગ્રહણ થાય તે પરિગ્રહ. - દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ આદિમાં મારાપણું ધારે, તેમાં વૃદ્ધા રાખતાં તેિના આરંભથી) પૂર્વોક્ત આરંભી જીવોને અસાતા વેદનીયાદિ પાપ ઘણાં વધે છે. જેમાંથી સેંકડો ભવે પણ છટવું મુશ્કેલ છે, અથવા પાઠાંતરથી - જે - જે પ્રાણીને જેવી પીડા આપે, તેના વડે સંસારમાં સેંકડો ગણું દુઃખ ભોગવે છે. જમદગ્નિ અને કૃતવીર્ય માફક વૈર પરંપરા પુત્ર-પૌત્ર સુધી વધે છે. શા માટે ? કારણ કે તેઓ કામ-ભોગમાં પ્રવૃત, આરંભમાં પુટ છે, આરંભો જીવઘાતક છે, તેથી તે કામસંમૃત, આરંભ નિશ્ચિત, પરિગ્રહાસક્ત