________________
૧/૮/ભૂમિકા
5 શ્રુતલ, અધ્યયન-૮ “વીર્ય” ક
• ભૂમિકા :
સાતમું અધ્યયન કહ્યું, હવે આઠમું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં કુશીલ અને તેનાથી વિપરીત સુશીલો પ્રતિપાદિત કર્યા. તેઓનું કુશીલવ અને સુશીલત સંયમ-વીર્યાનરાયના ઉદયથી અને તેના ક્ષયોપશમથી થાય છે. તેથી ‘વીર્ય’ પ્રતિપાદનને માટે આ અધ્યયન કહેવાય છે. આ સંબંધથી આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો ઉપક્રમાદી કહેવા જોઈએ. તેમાં ઉપક્રમ અંતર્ગતુ આ અર્વાધિકાર છે - બાલ, બાલપંડિત, પંડિત એ ત્રણ ભેદે વીર્યને સમજીને પંડિતવીર્યમાં પ્રયત્ન કરવો. નામનિષા નિક્ષેપે “વીર્ય” અધ્યયન નામે છે. ‘વીર્ય’ના નિફોપાને નિર્યુક્તિકાર કહે છે
[નિ.૧] વીર્યના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેદથી છ પ્રકારે નિક્ષેપ છે તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યવીર્ય બે ભેદે-આગમચી અને નોઆગમચી. આગમથી-જ્ઞાતા હોય પણ ઉપયોગરહિત હોય. નોઆગમચી જ્ઞશરીર, ભવ્યશરીર,
વ્યતિરિક્ત ત્રણ ભેદ. વ્યતિરિતમાં સચિવ, અચિત અને મિશ્ર એ ત્રણ ભેદ. સચિત દ્રવીર્ય- ત્રણ ભેદે - દ્વિપદ, ચતુષ્પદ, પદ, દ્વિપદમાં અરિહંત, ચક્રવર્તી, બલદેવાદિ.
સ્ત્રી રત્નનું જે વીર્ય [શક્તિ અથવા જેની શક્તિ વિશેષ છે, તે અહીં દ્રવ્યવીર્યપણે લેવું. ચતુષદમાં હસ્તિરન અથવા સિંહ, વાઘ, શરમનું બળ લેવું. અથવા બોજો ઉંચકવામાં કે દોડવામાં જે શક્તિ હોય તે વર્ણવવી. અપદમાં વૃ-ગોશી, ચંદનાદિના શીતોષ્ણ કાળે ઉણશીત વીર્ય પરિણામ લેવા - હવે અચિતવીર્ય કહે છે–
[નિ.૨,૯] અયિત દ્રવ્યવીર્ય - આહાર, આવરણ, પ્રહરણોમાં જે વીર્ય તે. તેમાં આહારવીર્ય કહે છે - ઘીરી પૂર્ણ ઘેવરાદિ ખાવાથી જલ્દી ઇન્દ્રિયો આદિમાં તેજ આવે, મન પ્રસન્ન થાય, કફ દૂર થાય. ઔષધી તે કાંટો લાગતા ઘા રૂઝવવાનું કામ લાગે, ઝેર દૂર કરે અને બુદ્ધિ વધારે રસવીર્ય છે. વીપાકવીર્ય તે ચિકિત્સા શાસ્ત્રાદિમાં છે, તે અહીં લેવું તથા યોનિપ્રાભૃત આગમથી વિવિધ પ્રકારનું દ્રવ્ય વીર્ય લેવું.
આવરણમાં કવચ આદિ અને પ્રકરણમાં ચક આદિની શક્તિ છે.
હવે ક્ષેત્ર અને કાળ વીર્ય પાછલી અડધી ગાથા વડે કહે છે. ક્ષેત્રવીર્ય તે દેવકર આદિ ક્ષેત્રને આશ્રીને બધાં દ્રવ્યો ક્ષેત્રના ગુણથી ઉત્કૃષ્ટ શક્તિવાળા હોય છે. અથવા દુર્ગ આદિ ફોગને આશ્રીને જે વીયૅલ્લાસ થાય છે અથવા જે ફોનમાં વીર્યનું વર્ણન કરાય છે, તે ક્ષેત્રવીર્ય.
કાલવીર્ય - સુષમસુષમ આરામાં જાણવું તેિમાં બધી વસ્તુ સર્વોત્તમ ગુણદાયી હોય છે. તથા કહ્યું છે કે - વષમાં લવણ, શરદમાં જલ, હેમંત ઋતુમાં ગાયનું દૂધ, શિશિરમાં આમળાનો રસ, વસંતમાં ઘી અને ગ્રીમમાં ગોળ અમૃત સમાન છે. બાલહરડે-ઉનાળામાં ગોળ સાથે, વાદળછાયા આકાશવાળી વર્ષમાં સિંઘવ સાથે,
૧૯૨
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શરદઋતુમાં સાકર સાથે, હેમંતમાં શુંઠ સાથે, શિશિરમાં પીપર સાથે, વસંતમાં મધ સાથે જેમ પુરુષોના રોગનો નાશ થાય છે, તેમ તારા શત્રુઓ નાશ પામો.
- હવે ભાવવીર્ય
[નિ.૯૪,૫-] વીર્યની શક્તિવાળા જીવની વીર્યના વિષયમાં અનેકવિધ લબ્ધિઓ છે તે પાછલી અડધી ગાથા વડે બતાવે છે. જેમકે છાતીમાં હોય તે શરીરબળ છે, ઇન્દ્રિયોનું બળ તે અધ્યાત્મ [મન] બળ છે. આ બળ ઘણું અને ઘણાં પ્રકારે છે, તે બતાવે છે - અંદરના વ્યાપાર વડે ગ્રહણ કરેલા મનોયોગ્ય પુદ્ગલો મનપણે પરિણમાવે છે. કાય યોગ્યને કાયપણે - શ્વાસ ઉચ્છવાસ યોગ્યને તે ભાવે પરિણમાવે છે. તથા મન-વચન-કાયાદિના, તે ભાવે પરિણત જે વીર્ય-સામર્થ્ય બે ભેદે છે. સંભવ અને સંભાવ્ય.
તેમાં ક્રૂજવ માં તીર્થકર અને અનુત્તર વિમાનના દેવોના ઘણાં જ નિપુણ મનોદ્રવ્યો હોય છે. કેમકે તીર્થકરો, અનુત્તરોપપાતિક દેવો, મનઃપચયિજ્ઞાનીના પ્રશ્નઉતર દ્રવ્ય મનથી જ કરે છે, અનુત્તરોપપાતિક દેવોનો સર્વ વ્યાપાર મન વડે જ થાય છે. જENTષ્ય માં તો જે જે અર્થમાં કુશળમતિનું કહેવું હમણાં ન સમજી શકે તે અભ્યાસથી ભવિષ્યમાં સમજી શકશે માટે સમર્થ કહ્યું.
વાગુવીર્ય પણ બે પ્રકારે છે - સંભવ અને સંભાવ્યું. તેમાં મધવ માં તીર્થકરોની યોજન સુધી ફેલાતી વાણી, બધાંને સ્વ-સ્વભાષામાં સમજે છે. તથા બીજા પણ કેટલાંકને ક્ષીરાશ્રય, મધ્વાશ્રવ લબ્ધિયુક્ત વાણીનું સૌભાગ્ય હોય છે તથા હંસ, કોકીલ આદિને સ્વમાધુર્ય સંભવે છે. સમાઘ માં શ્યામા પ્રીનું ગાન માધુર્ય છે. તે જ કહે છે - [બે સ્ત્રી છે - શ્યામા અને કાલી] શ્યામા મધુર સ્વરે ગાય છે, કાલી કઠોર અને રક્ષ સ્વરે ગાય છે. તથા કહે છે - એક શ્રાવકપુત્ર યોગ્ય અભ્યાસ વિના પણ અક્ષરો (ઉચ્ચારણ યથાવત્ કરે તે સંભાવ્ય છે. જેમ મેના-પોપટ મનુષ્ય સંસર્ગો માનુષભાષા શીખી લે છે.
છાતીનું બળ-કાયવીર્ય પણ સંભવ અને સંભાવ્ય બે ભેદે છે. સબવ માં ચક્રવર્તી, બલદેવ, વાસુદેવાદિનું જે બાહુબળ આદિ કાયબળ છે. જેમકે બિપૃષ્ઠ વાસુદેવે ડાબા હાથની હથેળી વડે કોટિશિલાને ઉંચકી અથવા ૧૬,૦૦૦ રાજાનું સૈન્ય [જે સાંકળ ખેંચે, તે વાસુદેવ ડાબા હાથે અટકાવી રાખે ઇત્યાદિ. જિનેન્દ્રોનું બળ તેથી પણ અપરિમિત હોય છે. માત્ર માં તીર્થકરો લોકને દડા માફક અલોકમાં ફેંકવાની આદિ શકિતવાળા હોય છે. તેમજ કોઈપણ ઇન્દ્ર જંબૂદ્વીપને ડાબા હાથે સહજ રીતે મેરુ પર્વતને દંડ કરીને છબી માફક ઉંચકે તથા સંભાવનાથી આ બાળક મોટો થઈને મોટી શિલાને ઉંચકવાને, હાથીને દમવાને કે ઘોડાને દોડાવવા શક્તિમાન બને. શ્રોત્ર આદિ ઇન્દ્રિયબળ પણ સ્વ-સ્વ વિષય ગ્રહણ કરવા સમર્થ છે. તેના પણ સંભવ અને સંભાવ્ય બે ભેદ છે, જેમ કાનનો વિષય બાર યોજનનો છે, એ રીતે બધી ઇન્દ્રિયોના વિષય જાણવા. માત્ર માં કોઈ ઇન્દ્રિય થાકેલી હોય, તે કુદ્ધ-તરસ્યો કે ગ્લાનાદિ હોવાથી તે - તે વખતે સ્વ વિષય ગ્રહણ ન કરે, પણ દોષનો ઉપશમ