________________
૨/૧/૧/૧૩૩૫
૧૧૩
ગૃહસ્થના ઘેર જાય. શા માટે ? મને અહીં ભિક્ષા મળશે એવી પ્રતિજ્ઞાથી. તે ત્યાં પ્રવેશીને અશનાદિ જાણે. કઈ રીતે ? તે કહે છે. “સજ' આદિ પ્રાણિ જોઈને તે જીવો હોય તો ગોચરી ન લે. તે જ પ્રમાણે - પનક હોય, બીજા આદિ સંસક્ત હોય, દુર્વાએક દિ હોય, તેની સાથે મિશ્ર હોય, કાચા પાણીથી ભીંજાયેલ હોય કે સચિતરફથી ખરડાયેલ હોય.
આવા પ્રકારના અશુદ્ધ અશનાદિ ચાર પ્રકારનો આહાર દેનારના હાથમાં કે ગૃહસ્થના વાસણમાં હોય, તે સચિત કે આધાકમિિદ દોષથી દુષિત હોય, એવું જાણે તો તે ભાવભિક્ષ મળવા છતાં પણ ન લે. આ ઉત્સર્ગ વિધિ છે. અપવાદે દ્રવ્યાદિ જાણીને ગ્રહણ કરે. તેમાં દ્રવ્યથી-તે દ્રવ્ય દુર્લભ હોય, ક્ષેત્ર-સાધારણ દ્રવ્ય લાભક્તિ હોય, કાળ-દુકાળ હોય ભાવ-પ્લાન આદિ હોય. ઇત્યાદિ કારણે ગીતાર્થ સાધુ ગોચરી લે.
વળી કોઈ વખત અજાણપણે જીવાતવાળું કે ઉત્મિશ્ર ભોજનાદિ લીધું હોય તો તેની વિધિ કહે છે - તે ભાવભિક્ષુ કદાય અનાભોગથી કે સહસા સંસાદિ આહાર ગ્રહણ કરે, આ અનાભોગ દેનાર-લેનાર એ બે પદ ભેદથી ચાર પ્રકારે છે. આવો અશુદ્ધ આહાર આવેલ જાણીને એકાંતમાં જાય, જ્યાં ગૃહસ્થ લોક દેખે કે આવે નહીં. આવું એકાંત સ્થળ અનેક પ્રકારનું હોય છે, તે બતાવે છે
ઉધાન, ઉપાશ્રય. અહીં મળ શબ્દ અનાપાત વિશિષ્ટ પ્રદેશના સંગ્રહ માટે છે. અથવા 'વા' શબ્દથી શૂન્યગૃહાદિ લેવા. તે સ્થળ કેવા હોય ? અહીં '' શબ્દ અભાવ વાચી છે. તેથી જ્યાં ઇંડા ન હોય, બીજ-હરિત-ઠા-કાયું પાણી-ઉરીંગ અથ_િ ઘાસના અગ્રભાગે પાણીનાં બિંદુ-૫નક (લીલ)-ભીંજાવેલી માટી-મર્કટ એટલે સૂક્ષ્મ જીવ કે કરોળીયાના જાળા. ઇત્યાદિ દરેક જીવથી રહિત એવા ઉધાનાદિ સ્થળે જઈને પૂર્વે લીધેલ આહારમાં જે જીવ મિશ્રિત હોય તે જોઈ-જોઈને અશુદ્ધ આહારને ત્યાગે અથવા ભવિષ્યમાં જીવ થાય તેવા સાથવો વગેરે હોય તેમાં જીવોને દૂર કરી, ખાવા જેવું બાકી રહ્યું હોય તે બરોબર જાણીને રાગદ્વેષ છોડીને ખાય કે પીએ. કહ્યું છે
| હે જીવ ! તું બેંતાલીશ ગોચરીના દોષના સંકટમાં પૂર્વે ઠગાયો નથી, તેમ હવે પણ ગોચરી કરતા રાગદ્વેષથી ઠગાતો નહીં.
રાગથી અંગાર દોષ લાગે છે, દ્વેષથી ધૂમ દોષ લાગે છે, માટે રાગદ્વેષરહિત બની નિર્જરાની ઇચ્છા રાખી ગોચરી કજે.
જે આહાર આદિ વધારે હોવાથી ખાવો કે પીવો શક્ય ન હોય કે અશુદ્ધ આહાર પૃથક કરવો અશક્ય હોય તો પરઠવવો જોઈએ. તેથી તે ભિક્ષ તેવા આહારને લઈને એકાંતમાં જઈને પાઠવે. ક્યાં પરઠવે તે કહે છે-બળેલી ભૂમિ, હાડકાંનો ઢગલો, લોઢાના કાટનો ઢેર, તૂષનો ઢગલો, સૂકા છાણનો ઢેર આદિમાં કે તેવા કોઈ ઢગલામાં પૂર્વે બતાવેલ નિર્દોષ જગ્યામાં જઈને વારંવાર ચક્ષુ વડે પ્રમાજીનેજોઈને તથા જોહરણની પ્રતિલેખના કરીને પાઠવે.
૧૧૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ અહીં પડિલેહણ-પ્રમાર્જના આશ્રિત સાત ભેદો થાય. જેમકે-૧-અપ્રત્યુપેક્ષિતઅપમાર્જિત, ૨-અપ્રત્યુપેક્ષિત-પ્રમાર્જિત, 3-પ્રત્યુપેક્ષિત-અપમાર્જિત, તેમાં પણ જોયા વિના પ્રમાર્જના કરતો એક સ્થાનથી બીજા સ્થાને જતાં રસ જીવોને વિરાધે છે અને જોઈને પૂંજ્યા વિના આવતા પૃથ્વીકાયાદિને વિરાધે છે. બીજા ચાર ભાંગા આ પ્રમાણે૪-૬uત્યુપેક્ષિત-૬૫માર્જિત, ૫-દુપચુપેક્ષિત-સુપમાર્જિત, ૬-સુપચુપેક્ષિત-દુપમાર્જિત, 9-સુપચુપેક્ષિત સુપમાર્જિત. તેથી આ સાતમાં ભાંગામાં બતાવેલ રીતે અંડિત ભૂમિ જોઈને સાધુ શુદ્ધ અશુદ્ધ પુંજના ભાગો પરિકપીને પરઠવે.
હવે ઔષધ વિષયનો વિધિ કહે છે• સૂગ-33૬ :
તે સાધુ કે સાળી ભિક્ષા માટે ગૃહસ્થના ઘેર પ્રવેશીને ઔષધિના વિષયમાં એમ જાણે કે આ પ્રતિપૂર્ણ છે, તેની યોનિ નષ્ટ થઈ નથી, તેના બે દળ કરેલ નથી, તેનું તિ છેદન થયું નથી, તે જીવરહિત છે એવી આણ છેદાયેલી વરૂણ વનસ્પતિ કે મગ વગેરેની શીંગો શાપહાર ન પામી હોય કે તોડીને કકડા કરેલ ન હોય, તેવી ફલીને અણસુક અને અનેકણીય જાણીને પ્રાપ્ત થાય તો પણ ગ્રહણ ન કરે.
તે સાધુ કે સાળી - ૪ - જો એમ જાણે કે તે ઔષધિ ખંડિત છે, તેના બે કે વધુ ટુકડા થયા છે, તેનું તિછું છેદન થયું છે, તે અચિત્ત છે. તે ઔષધિ તથા શીંગોને આચિત્ત તેમજ ભાંગેલી જોઈને અને ઔષણીય જાણી પ્રાપ્ત થાય ત્યારે ગ્રહણ કરે.
• વિવેચન :
તે ભાવભિક્ષ ગૃહસ્થના ઘરમાં પ્રવેશીને ત્યાં શાલિ બીજાદિને આ પ્રમાણે જાણે કે તે સંપૂર્ણ છે - હણાયેલી નથી. અહીં દ્રવ્ય-ભાવની ચઉભંગી છે - દ્રાકૃશ્ના તે શસ્ત્રથી ન હણાયેલ, ભાવક્રના તે સચિત. તેમાં કૃસ્તા પદ વડે ચાર ભાંગામાંના પહેલા ત્રણ લેવા.
જીવનું રવપણું તે ઉત્પત્તિ સ્થાન પ્રત્યાશ્રય જેમાં છે તે સ્વાશ્રય છે અર્થાત્ અવિનષ્ટ યોનિવાળું છે. આગમમાં પણ કેટલીક ઔષધિ [અનાજનો અવિનષ્ટ યોનિકાળ બતાવ્યો છે. તે કહે છે - સિઓio - આ સાલીની યોનિ કેટલો કાળ સચિત છે ? વગેરે આલાપકો છે.
જ્યાં સુધી બે ફાડચાં ઉપરથી નીચે સુધી સરખાં ન કર્યા હોય, કંદલી કરેલી ન હોય એ દ્રવ્યથી કૃત્ન છે, ભાવથી સચિત હોય કે ન હોય, તે જ પ્રમાણે જીવરહિત ન હોય તે અવ્યવચ્છિન્ન તે ભાવથી કૃન છે તથા અપરિપકવ મગ વગેરેની શીંગ, તેને જ વિશેષથી કહે છે. જીવથી અભિકાન ન હોય અર્થાત્ સચેતન હોય, મન અર્થાતુ નહીં ભાંગેલ અમર્દિત કે અવિરાધિત હોય.
આ પ્રમાણે આવો આહાર ખાવા યોગ્ય હોય, પણ તે અપાતુક કે અનેષણીય જાણીને પ્રાપ્ત થાય તો પણ ગ્રહણ ન કરે. હવે તેથી ઉલટું સૂત્ર કહે છે-તે ભાવભિક્ષુ