________________
૧૦૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ કર્યું છે. અન્ય મુમક્ષ પણ આવું જ આચરણ કરે. • x -
• વિવેચન :પૂર્વવત્ જાણવું.
અધ્યયન-૯ “ઉપધાનશ્રુત” ઉદ્દેશો-૩ “પરીષહો”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧/૯/૩/૩૧૧ થી ૩૧૬
૧૫ આદિની અણીથી, તો કોઈ ઇંટ-પત્થર કે હીરાથી મારતા હતા. તે અનાર્ય લોકો માર મારી કોલાહલ કરતા હતા.
[૩૧૪-] કયારેક તે લોકો ભગવંતનું માંસ કાપી લેતા, ક્યારેક ભગવંતને અનેક પ્રકારના કષ્ટ આપતા હતા. ક્યારેક ધૂળ ફેંકતા.
[૧૫] ક્યારેક અનાર્ય લોકો ભગવંતને ઉંચે ઉપાડી નીચે નાખતા. આસન ઉપરથી પાડી દેતાં. પરંતુ શરીરની મમતાના ત્યાગી ભગવંત કોઈ પ્રતિકારની ભાવના ન રાખી તે દુ:ખોને સહેલ હdl.
[૧૬] જેમ કવચયુક્ત યોદ્ધો સંગ્રામના અગ્રભાગે રહીને શો વડે વિદ્ધ થતા વિચલિત થતો નથી. તેમ સંવર કવચ પહેરેલ ભગવંત પરીષહોને સહતાં જરા પણ વિચલિત થતા ન હતા.
• વિવેચન-૩૧૧ થી ૩૧૬ :
[૧૧] જેમ હાથી સંગ્રામમાં મોખરે રહીને મુ સૈન્ય જીતીને તેની પાર જાય છે. તેમ ભગવંત મહાવીર ત્યાં લાઢ દેશમાં પરીષહ સેનાને જીતીને પાર ઉતર્યા. વળી લાઢ દેશમાં ગામો થોડા હોવાથી કોઈવાર કોઈ સ્થળે ગામ ન પણ મળતું. વળી
[૩૧] ભિક્ષાર્થે કે નિવાસ માટે જતા ભગવંત નિયત નિવાસાદિ પ્રતિજ્ઞારહિત હતા. ગામમાં પ્રવેશ થયો હોય કે ન થયો હોય તે લોકો ગામથી નીકળીને ભગવંતને કષ્ટ આપતા અને કહેતા કે આ સ્થાનથી દૂરના સ્થાને જાઓ. વળી
[૩૧૩-] ભગવંત કદી ગામ બહાર રહેતા તો ત્યાં પણ અનાર્યો દંડ કે મુઠી કે ભાલાની આણીથી અથવા માટીના ઢેફા કે ઠીકરાથી મારી મારીને બીજાને કહેતા કે તમે જુઓ આ કોણ છે ? એ પ્રમાણે કોલાહલ કરતા.
[૩૧૪-] ક્યારેક તેઓ ભગવંત પર આક્રમણ કરી તેમનું માંસ કાપતા તથા બીજા પણ પ્રતિકૂળ પરીષહોથી ભગવંતને પીડતા અથવા ધૂળ વડે ઢાંકી દેતા હતા. વળી
[૩૧૫-] કોઈ વખત ભગવંતને ઉંચે ઉંચકીને નીચે ફેંકતા, અથવા ગોદોહિકઉભુટક-વીરાસનાદિથી ધક્કો મારી ભગવંતને પાડી દેતા. પણ કાયાને ત્યજી દીધેલ ભગવંત પરીષહ સહન કરવામાં લીન હતા. પરીષહ ઉપસર્ગીકૃત દુ:ખને સહેતા તેઓ દુ:ખસહા હતા. દુ:ખની ચિકિત્સા કરવાની પ્રતિજ્ઞાથી હિત પતિજ્ઞ હતા. હવે દટાંત આપે છે–
[૩૧૬-] જેમ સંગ્રામના મોખરે શૂરવીર પુરુષ શગુના સૈન્યના ભાલા આદિથી ભેદાવા છતાં બખતર પહેરેલ હોવાથી ભંગ પામતા નથી, તેમ તે ભગવંત મહાવીર લાઢાદિ જનપદમાં પરીષહ શત્રુથી પીડા પામવા છતાં કઠોર પરીષહોના દુ:ખોને મેરુ માફક નિરૂકંપ બનીને ધીરજ વડે સંવૃત અંગવાળા બની સહેતા જ્ઞાન-દર્શનચારિરૂપ મોક્ષ માર્ગે વિચરતા હતા. હવે ઉદ્દેશાનો ઉપસંહાર કરે છે–
• સૂત્ર-૩૧૭ :પ્રતિમાનું માહણ ભગવત મહાવીરે ઇચ્છારહિત થઈ ઉક્ત વિધિનું આચરણ
* અધ્યયન-૯ ઉદ્દેશો-૪ “આતંકિત” ક o ત્રીજે ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે છે - ઉદ્દેશા--માં પરીષહ ઉપસર્ગ સહેવાનું બતાવ્યું. આ ઉદ્દેશામાં રોગ આતંક પીડા આવતાં તેની ચિકિત્સા છોડી દઈને રોગ ઉત્પન્ન થતાં તેને બરોબર સહેતા અને હંમેશાં તપ ચરણમાં ઉધમ કરતાં તે બતાવશે.
આ સંબંધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂગ છે– • સૂગ-૩૧૮,૩૧૯ :
[૧૮] ભગવત મહાવીર રોગ ન હોય ત્યારે પણ ઉણોદરી કરતા હતા. તેમને રોગ હોય કે ન હોય તેઓ ચિકિત્સાની ઇચ્છા ન રાખતા.
૩િ૧૯-] દેહાધ્યાસથી રહિત ભગવંતે વિરેચન, વમન, તેલમર્દન, નાના અને પગચંપી આદિ પશ્વિમ તથા દંત પ્રક્ષાલનનો ત્યાગ કર્યો હતો.
• વિવેચન :[મૂર્ણિમાં પાઠાંતર કે અર્થ વૈશિશ્ય જોવા મળે છે તે જાણવું
(૩૧૮] ઉક્ત શીત-ઉણ, દેશ-મશક, આક્રોશ-તાડના આદિ પરીષહો સહેવા શક્ય હતા. પણ ઉણોદરી મુશ્કેલ હતી. ભગવંત વાતાદિ ક્ષોભના અભાવે રોગમાં સપડાયા ન હોવા છતાં ઉણોદરી-ઓછું ખાવારૂપ તપ કરવા સમર્થ હતા. લોકો તો રોગ થાય ત્યારે તેના ઉપશમન માટે ઉણોદરી કરે, ભગવંત તો તેના અભાવમાં પણ ઓછું ખાતા અથવા ખાંસી, દમ વગેરે રોગથી પીડાયા ન હતા, છતાં ભાવિમાં ભાવરોગ રૂપ કર્મને દૂર કરવા માટે ઉણોદરી કરતા હતા.
પ્રશ્ન : શું ભગવંતને દ્રવ્ય રોગાતક ન હતો ? તે ભાવરોગ કહ્યો.
ઉત્તર : ભગવંતને સ્વભાવથી જ ખાંસી, શ્વાસ આદિ રોગો ન હતા. શાના ઘા લાગવાથી થતાં રોગ બતાવે છે - ભગવંત કૂતરા કરડવાથી થતા પણ ખાંસી આદિથી ન થતા રોગોમાં પણ ચિકિત્સા કરતા ન હતા. દ્રવ્ય ઔષધની પીડા મટાડવા માટે ઇચ્છા પણ નહોતા કરતા.
[૩૧૯૯] શરીરને બરાબર શોધવું તે વિરેચન. મીંઢળ વગેરેથી વમન - ૪ - સહમ્રપાક તેલ આદિથી શરીરનું મર્દન. ઉદ્વર્તનાદિ વડે સ્નાન. હાથ-પગ દબાવવા આદિ કરતા ન હતા. આખું શરીર અશુચિથી ભરેલ છે તેમ જાણી દાંતણ આદિથી દાંત સાફ કરતા ન હતા.