________________
૧/૯/૨/૨૯૮,૨૯૯
૧૦૧
- સૂત્ર-૨૯૮,૨૯૯ !*
[૨૮-] ભગવંત જ્યારે નિર્જન સ્થાનમાં સ્થિત હોય ત્યારે એકલા વિચરનાર ચોર, લંપટાદિ ભગવંતને પૂછતાં કે, તું કોણ છે ? અહીં શા માટે ઉભો છે ? ભગવંત કંઈ ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ ભગવંતને પીટતા હતા. તો પણ ભગવંત પ્રતીકાર ન કરતા, સમાધિ-લીન રહેતા.
[૨૯] ભગવંત અંતર-આવાસમાં સ્થિત હોય અને કોઈ પૂછે કે અંદર કોણ છે ? ભગવંત કહેતા હું ભિક્ષુ છું. પૂછનાર ક્રોધિત થઈ કહે કે, જલ્દી અહીંથી ચાલ્યો જા. ત્યારે ભગવંત ચાલ્યા જતા. અથવા માર-પીટ કરે તો ભગવંત આ ઉત્તમ ધર્મ છે એમ સમજી મૌન રહેતા.
• વિવેચન-૨૯૮,૨૯૯ :
[૨૮-] તે ભગવંત ૧૨ વર્ષ અને ૧૨ પખવાડિયા સુધી એકલા વિચરતા શૂન્યગૃહાદિમાં રહેતા ત્યારે લોકો પૂછતા કે તમે કોણ છો ? અહીં કેમ ઉભા છો ? ક્યાંથી આવ્યા છો ? એવું પૂછે ત્યારે પણ મૌન રહેતા. તથા દુરાચારી આદિ એકલા ભટકતા ત્યાં આવીને કોઈ વખત દિવસે કે રાત્રે પૂછતા. ભગવંત ઉત્તર ન આપે ત્યારે ક્રોધિત થઈ અજ્ઞાન દૃષ્ટિથી દંડ, મુષ્ટિ આદિથી મારીને અનાર્યપણું બતાવતા. ભગવંત સમાધિમાં રહી ધર્મ ધ્યાને ચિત્ત રાખી સારી રીતે સહેતા, પણ તૈર લેવાની ઇચ્છા ન રાખતા. તેઓ કેવી રીતે પૂછતા ? તે કહે છે–
[૨૯] અહીં કોણ રહેલું છે ? એમ સંકેત કરીને દુરાચારી કે કામ કરનારા પૂછતા. ત્યાં નિત્ય રહેનારા દુષ્ટ માનસવાળા પણ પૂછતા. ત્યારે ભગવંત મૌન જ રહેતા. કોઈ વખત ઘણો દોષ થતો હોય તો ટાળવાને માટે કંઈક બોલતા. જેમકે હું ભિક્ષુ છું, ત્યારે તેઓ સંમતિ આપે તો ભગવંત ત્યાં રહેતા. પણ ઇચ્છામાં વિઘ્ન થતું જાણી તે કાયિત, મોહાંધ બનીને વર્તમાન લાભ જોનાર એમ કહે કે, “આ સ્થાનેથી
જલ્દી નીકળ” તો ભગવંત આ અપ્રીતિનું સ્થાન છે એમ જાણી તુરંત નીકળી જતા. અથવા ન પણ નીકળતા. પણ આ મારું ધ્યાન ઉત્તમ ધર્મ છે, આચાર છે એમ વિચારી તે ગૃહસ્થના કડવા વચન સહન કરી મૌન રહેતા, જે થવાનું હોય તે થાય એમ માની
ધ્યાનથી ચલાયમાન ન થતાં.
• સૂત્ર-૩૦૦ થી ૩૦૨ :
[૩૦૦-] જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન ફુંકાતો અને બધા પ્રાણીઓ ધ્રુજતા ત્યારે બીજા સાધુઓ પવનહીન બંધ સ્થાન શોધતા.
[૩૦૧-] હિમજન્ય શીત સ્પર્શ અતિ દુઃખદાયી છે એમ વિચારી કોઈ સાધુ વિચારતા કે કપડા-કામળીમાં ઘુસી જઈએ કે કાષ્ઠ જલાવીએ કે કામળી ઓઢી લઈએ. ઇત્યાદિ.
[૩૦૨-] આ રીતે ઠંડી સહન કરવી અસહ્ય જણાતી ત્યારે ભગવંત ઇચ્છારહિત થઈ કોઈ વૃક્ષાદિ નીચે ખુલ્લા સ્થાનમાં રહી ઠંડીને સમભાવે સહન કરીને પાછા અંદર આવી ધ્યાનમાં લીન બની જતાં
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
• વિવેચન-૩૦૦ થી ૩૦૨ -
[૩૦૦-] શિયાળાની ઋતુમાં કેટલાંક કપડાના અભાવે દંતવીણાની માફક કંપતા હોય છે. અથવા શીતજનિત દુઃખને અનુભવતા આર્તધ્યાનને વશ થાય છે. તે શિયાળામાં બફ જેવો ઠંડો પવન વાય છે. ત્યારે કેટલાંક સાધુ-અન્યતીર્થિકો ઘણી ઠંડી પડતા ઠંડીને દૂર કરવા ભડકા કરતા કે અંગારાની સગડી શોધતા, કામળાની યાચના કરતા અથવા પાર્શ્વનાથ તીર્થના ગચ્છવાસી સાધુ ઠંડીથી પીડાઈને વાયરા વિનાની ઘંઘશાળાદિ બંધ જગ્યા શોધતા હતા.
૧૦૨
[૩૦૧-] વળી સંયાટી શબ્દથી ઠંડી દૂર કરનારાં બે કે ત્રણ વસ્ત્રો ગ્રહણ કરતાં. તે સંઘાટીમાં અમે ઘુસી જઈએ તેમ ઠંડીથી પીડાયેલા વિચારતા અને તે સંઘાટી ધારણ કરતા. અન્ય ધર્મીઓ તો બાળવાના લાકડા શોધતા જેથી ઠંડી દૂર થઈ શકે. અથવા કામળો ઓઢીને રહેતા. કેમકે તે હિમસ્પર્શ તેઓને દુઃખે કરીને સહન થતો હતો. - X -
આવી સખત ઠંડીમાં ચથોક્ત અનુષ્ઠાનવાળા - x - ભગવંત શું કરતા હતા ? તે દર્શાવે છે
[૩૦૨-] આવી હિમવાત અને શીત સ્પર્શવાળી શિયાળાની ઋતુમાં સર્વાંગ પીડા થવા છતાં ઐશ્વર્યાદિ ગુણયુક્ત ભગવાન્ શીતસ્પર્શને સમભાવે સહન કરતા. તે ભગવંતને ઠંડી વિનાની વસતિની યાચના રૂપ પ્રતિજ્ઞા ન હતી. તેઓ ક્યાં ઠંડી
સહન કરતા ?
ભીંતો અને છત વગરના સ્થાનમાં રહેતા તથા રાગદ્વેષ દૂર થવાથી શુદ્ધ આત્મદ્રવ્યવાળા અથવા કર્મગ્રંથિ દૂર થવાથી જેને સંયમ છે તેવા વિક એવા ભગવંત ઠંડી સહન કરતા. જો અતિ ઠંડી પડે તો ઢાંકેલા મકાનથી બહાર નીકળી કોઈ વાર રાત્રિમાં મુહૂર્ત સુધી ત્યાં રહી રહી ફરી મકાનમાં પ્રવેશતા. શમિત કે સમ્યક્ કે સમપણે રહીને તે શીત સ્પર્શને સહન કરતા હતા.
હવે આ ઉદ્દેશાનો ઉપસંહાર કરતા કહે છે— • સૂત્ર-૩૦૩ :
મતિમાનૢ માહણ અપતિજ્ઞ, કાશ્યપ, મહર્ષિ [ભગવંત] મહાવીરે આ [ઉ] વિધિનું આચરણ કર્યું. બીજા મુમુક્ષુ સાધકો પણ આ વિધિનું પાલન કરે. તેમ હું કહું છું.
• વિવેચન :
આ ‘વિધિ* ઇત્યાદિ ઉદ્દેશા-૨ મુજબ જાણવું.
અધ્યયન-૯ ‘ઉપધાન શ્રુત" ઉદ્દેશો-૨ “શય્યા''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ