________________
૧/૬/પ/ર૦૩
૪૪
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
જન શબ્દથી તિર્યચ, મનુષ્ય, દેવ લીધાં. તે જનો અનુકૂળ, પ્રતિકૂળ કે બંનેમાંનો કોઈ ઉપસર્ગ કરે છે. તેમાં દેવકૃત ઉપસર્ગ ચાર પ્રકારે છે - હાસ્યથી, હેપથી, વિમર્શથી અને પૃથ વિમાનથી. તેમાં કેલીપ્રિય કોઈ વ્યંતર હાસ્યથી વિવિધ ઉપસર્ગો કરે. - X - X - X - વેષથી - જેમકે ભગવંત મહાવીરને - x - વ્યંતરીએ શીત ઉપસર્ગ કર્યો. વિમર્શથી - આ સાધુ ધર્મમાં દઢ છે કે નહીં ? તે જોવા - x• ઉપસર્ગો કરે. જેમ કોઈ વ્યંતરીએ સ્ત્રીવેશ ધારણ કરી સાધુને અનુકૂળ ઉપસર્ગથી ચલાયમાન કરવા ધાર્યું. સાધુ નિશ્ચલ રહેતા ભક્તિથી વાંધા, પૃથકુ વિમાના એટલે ઉત ત્રણે કે ત્રણમાંથી કોઈ એક પ્રકારે ઉપસર્ગ કરે. જેમ સંગમે ભગવંત મહાવીરને કર્યા. - ૪ -
મનુષ્ય પણ સાઘને હાસ્ય, દ્વેષ, વિમર્શ અને કુશીલ પ્રતિસેવના એ ચાર ભેદે ઉપર્ણ કરે. તેમાં હાસ્યથી દેવસેના ગણિકાએ બાળસાધુને ઉપસર્ગ કર્યો. * * * દ્વેષથી સોમભૂતિ સસરાએ ગજસુકમાલને ઉપર્ણ કર્યો. વિમર્શથી - ચાણક્યમંત્રીની પ્રેરણાથી ચંદ્રગુપ્ત ધર્મ પરીક્ષા સાધુને ઉપસર્ગ કરાવેલો - x • કુશીલના પ્રતિસેવન માટે ઉપસર્ગ કરે - કોઈ સાધુ કોઈ શેઠ ઘેર ન હતા ત્યાં રાત રોકાયા ત્યારે સ્ત્રીઓએ ઉપસર્ગ કર્યા.
| તિર્યંચ પણ ભય, દ્વેષ, આહાર તથા બચ્ચાના રક્ષણ માટે ઉપસર્ગ કરે તે ચાર પ્રકારે છે, ભય-સાપ વગેરે ચમકીને કહે, દ્વેષથી ચંડકૌશિકે ભગવંત મહાવીરને ઉપસર્ગ કર્યો. આહાર માટે સિંહ, વાઘ ઉપસર્ગ કરે, બચ્ચાના સંરક્ષણ માટે કાકી વગેરે પીડે.
આ પ્રમાણે ઉપસર્ગથી જનો દુ:ખ દેનારા થાય છે. અથવા તે તે ગામ વગેરે સ્થાનમાં જતાં કે રહેતા આત્માને પીડનારા દુ:ખો થાય છે તે ચાર પ્રકારે છે - (૧) આંખમાં કણુ વગેરે પડતા ઘનતા, (૨) ભમરી કે મૂછિિદ વડે પતનતા, (3) વાયુ આદિથી તંભનતા, (૪) તાળવામાં આંગળી આદિ નાંખવાથી થતી.
શ્લેષણતા અથવા વાત, પિત્ત, કફ આદિના ક્ષોભથી કટુ સ્પર્શી થાય અથવા નિકિંચનપણાથી તૃણસ્પર્શ, ડાંસ, મચ્છર, શીત-ઉણાદિ પીડા કોઈ વખત થાય.
તેવા કોઈપણ દુ:ખ સ્પર્શી આવે ત્યારે ધીર બનીને સહન કરે. ચિંતવે કે, નારકી વગેરેમાં કર્મોના ઉદયથી પછી પણ ભોગવવાના રહેશે. માટે હમણાં જ ભોગવવા ઠીક છે માનીને સહન કરે અથવા ઉક્ત સાધુ પરીષહો સહીને પોતાનો રક્ષક બને અને ઉપદેશ વડે બીજાનું પણ રક્ષણ કરે. તે બતાવે છે. મોન: એકલો રાગાદિથી રહિત સારી રીતે દર્શન પામેલો તે સમિત દર્શન કે સખ્યણું દૈષ્ટિ છે. અથવા શકિત એટલે ઉપશમ પામેલ, વન એટલે દૃષ્ટિ કે જ્ઞાન થતુ ઉપશાંત અધ્યવસાયવાળો.
અથવા સમતાને પામેલ દર્શનવાળો કે સમદષ્ટિ. આવા ગુણવાનું સાધુ પરીષહોને સહે. અથવા ધર્મને કહે. • x • તે આ રીતે - જીવ માત્ર ઉપર દ્રવ્યથી દયા જાણીને, ફોત્રથી પૂર્વ આદિ બધી દિશાને જોઈને સર્વત્ર દયા કરતો સાધુ ધર્મ કહે. કાળથી
જીવનપર્યા, ભાવથી રાગદ્વેષ રહિતપણે ધર્મ કહે - કેવી રીતે કહે ? –
બધા જીવો દુ:ખના દ્વેષી અને સુખના ચાહનારા છે, તેમને આત્મવતુ માનવા. કહ્યું છે, જે પોતાને ગમતું નથી તેવા બીજા માટે ન કરવું. એ જ સારરૂપ ધર્મ છે. તે કામનાથી જુદો પ્રવર્તે છે ઇત્યાદિ. તે પ્રમાણે ધર્મ કહેતા પોતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદો વડે અથવા આપણી આદિ કથા વડે પોતે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, સત્રિભોજનથી દૂર રહી ધર્મ પાળે અથવા આ પુરુષ કોણ છે ?, કયા દેવને માને છે ?, તેનો અભિપ્રાય આદિ વિચારીને વ્રત અનુષ્ઠાનનું ફળ કહે
આવો ધર્મ કોણ કહે ? આગમ જ્ઞાતા કહે. નાગાર્જુનીયા પણ કહે છે, જે સાધુ નિશ્ચયે બહુશ્રુત, આગમ જ્ઞાતા, હેતુ બતાવવામાં કુશળ, ધર્મકથા લબ્ધિસંપs,
ગ, કાળ, પુરુષને વિચારી આ પુરષ કોણ છે ? કયા દર્શનને માને છે ? એ પ્રમાણે ગુણ-જાતિએ યુક્ત હોય તે જ ધર્મ કહેવાને સમર્થ છે.
- તે કેવા નિમિતોમાં ધર્મ કહે ?
તે આગમજ્ઞાતા સ્વસમય-પરસમયજ્ઞ ભાવથી ઉઠેલા યતિને ધર્મ કહે. 'વા' એટલે પાર્શ્વનાથ શિષ્યોમાં ચાર યામ ધર્મ પાળતા હોય. તેને અને ભગવંત મહાવીરનાં ગણધરો પંચમહાવ્રત ધર્મને બતાવે છે. અથવા સદા ઉચિત એવા પોતાના શિષ્યોને નવે તવ જણાવવા ધર્મ કહે. અથવા ધર્મ શ્રવણની ઇચ્છાવાળા, ગુરુ સેવા કરનાર શ્રાવકોને સંસાર પાર ઉતારવા ધર્મ કહે છે - કેવો ધર્મ કહે છે ? –
શમન એટલે શાંતિ - અહિંસા રૂ૫ ધર્મને કહે તથા વિરતિને કહે. એ રીતે પાંચે મહાવ્રતોને સમજાવે. તથા ક્રોધજયથી ઉપશમ દ્વારા ઉત્તરગુણને કહે તથા નિવણિ-મોક્ષનું સ્વરૂપ કહે છે. મૂલગુણ-ઉત્તરગુણ વડે આ ભવ-પરભવનું સુખ અને છેવટે મોક્ષ મળે છે. ‘શોચ” એટલે ઉપાધિરહિત પવિત્ર વ્રત ધારવું. ‘આર્જવ' માયારૂપ વકતાનો ત્યાગ. ‘માર્દવ’ માન, અહંકારનો ત્યાગ. લાઘવ એટલે બાહ્ય-અસ્નેતર ગ્રંથનો ત્યાગ. તે કેવી રીતે કહે, તે બતાવે છે–
- યથાવસ્થિત વસ્તુ જેમ આગમમાં કહી હોય તેમ ઉલ્લંધ્યા વિના કહે. કોને કહે ? – દશ પ્રકારના પ્રાણને ધારનારા તે “પ્રાણી’ - સામાન્યથી સંજ્ઞી પંચેન્દ્રિય. મુક્તિગમન યોગ્ય જે ભવ્યપણે રહેલા છે “ભૂત', સંયમ જીવિત વડે જીવે તે “જીવ’ અને સંસારમાં દુ:ખ પામતા રહેતા એવા તિર્યચ, નર, દેવ તે ‘સવ'. •x - તે બધાંને ધર્મ કહે છે અથવા પ્રાણી, ભૂત, જીવ, સત્વ એ એનાર્થક શબ્દ છે. તેમને ફાંતિ આદિ દશવિધ ધર્મ • x - કહે છે. • x • તે ધર્મકથા લબ્ધિવાનું હોય તે કહે છે. હવે ધર્મ જે રીતે કહે છે, તે બતાવે છે
• સૂટ-૨૦૮ :
વિચાર કરી ધર્મ કહેનાર મુનિ પોતાના આત્માની આશાતના ન કરે, બીજાની આશાતના ન કરે કે અન્ય પ્રાણ, ભૂત, જીવ, સત્તની આશાતના ન કરે. આ રીતે સ્વયં આશાતના ન કરતા કે બીજા પાસે ન કરાવતા હે મુનિ વયમાન પ્રાણી, ભૂત, જીવ, સત્વને માટે અસંદીનદ્વીપની માફક શરણભૂત થાય