________________ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ચૂલિકા-3 - “ભાવના' છે. ર/ર/ગ-૫૦૮ તેનું પાલન કરી સંયમમાં પરાક્રમ કરવું જોઈએ. તેમ હું કહું છું. * વિવેચન : અન્યોન્ય એટલે પરસ્પર કિયા..પગ વગેરેનું પ્રમાર્જન આદિ બધું પૂર્વે કહેવાયું છે. * x * પોતાને માટે કર્મબંધ કરાવનારી આ ક્રિયાનું આસ્વાદન ન કરવું ઇત્યાદિ પૂર્વવત્ જાણવું - 4 - ચૂલિકા-૨, સપ્લિકા- “અન્યોન્યકિયા” ટીકાસહિત અનુવાદ પૂર્ણ * * * * * * * * * * * * * સપ્લિકા-૧ થી 7 રૂપ [અધ્યયન-૮ થી 14] ચૂલિકા બીજીનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ o બીજી ચૂલા કહી, હવે બીજી કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - આ ‘આચાર' સૂત્રનો વિષય આરંભથી શ્રી વર્ધમાનસ્વામીએ અર્થથી કહ્યો. તેમના ઉપકારીપણાથી તેમની વક્તવ્યતા કહેવા તથા પંચમહાવ્રતધારી સાધુ પિંડ, શય્યા આદિ લેવા તે બતાવ્યું તેમના મહાવ્રત પાલન માટે ભાવનાઓ બતાવી તે સંબંધથી આ ચૂલા આવેલી છે. તેના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમ અંતર્ગતુ આ અધિકાર કે અપ્રશસ્ત ભાવના ત્યાગીને પ્રશસ્ત ભાવના ભાવવી. નામ નિપજ્ઞ નિપામાં ‘ભાવના' એ નામ છે. તેના નામાદિ ચાર પ્રકારે નિક્ષેપ છે. તેમાં નામ સ્થાપના સુગમ છે. દ્રવ્યાદિ નિક્ષેપ માટે નિર્યુક્તિકાર પોતે કહે છે. [નિ.૩૩૦-] નોઆગમથી દ્રવ્યભાવના વ્યતિરિક્તમાં જાઈ આદિના ફૂલો રૂપ દ્રવ્યથી તેલ વગેરે દ્રવ્યમાં જે વાસના લાવે તે દ્રવ્ય ભાવના છે. તથા શીતમાં ઉછરેલો શીત સહે, ઉણવાળો ઉણતા સહે વ્યાયામ કરનારો કાયકષ્ટ સહે ઇત્યાદિ અન્ય દ્રવ્ય વડે દ્રવ્યની જે ભાવના તે દ્રવ્યભાવના. ભાવસંબંધી પ્રશસ્ત-અપશત ભેદે બે પ્રકારની છે. તેમાં પ્રથમ અપ્રશસ્તા ભાવભાવનાને આશ્રીને કહે છે [નિ.૩૩૧] જીવહિંસા, મૃષાવાદ, અદત, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ એ નવમાં પ્રથમ શંકાથી અને પછી વારંવાર તિહુર થઈને નિઃશંકપણે વર્તે, તે અપ્રશસ્ત ભાવના. કહ્યું છે કે જીવહિંસાદિ પાપો પહેલા ડરીને છુપાં કરે છે, પછી તે લોકો કુટેવ ન છુટવાથી અપેક્ષા વિચારી કુયુક્તિ લગાડીને જાહેર પાપ કરે છે, પછી નિઃશંક થઈને લજ્જા છોડીને નવા નવા પાપ કરે છે. પછી પાપના અભ્યાસથી હંમેશાં પાપમાં જ રમણ કરે છે - હવે પ્રશસ્ત ભાવના કહે છે– [નિ.33ર-] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વૈરાગ્યાદિમાં જે જેવી પ્રશસ્ત ભાવના છે, તેને પ્રત્યેકને લક્ષણથી કહીશ. દર્શનભાવના કહે છે. [નિ.333-3 તીર્થંકરભગવંત, પ્રવચન-દ્વાદશાંગ ગણિપિટક તથા પ્રવચનીઆચાર્યાદિ યુગપ્રધાન, અતિશય ઠદ્ધિવાળા - કેવલિ મન:પર્યવ અવધિજ્ઞાની ચૌદ પૂર્વધર તથા આમÈષધિ આદિ પ્રાપ્ત ઋદ્ધિ આદિનું બહુમાન કરવા સામે જઈને દર્શન કરવા. તેમના ગુણોની પ્રશંસા કરવી, ગંધ વડે પૂજન, સ્તોત્ર વડે સ્તવના તે દર્શન ભાવના. આ દર્શનભાવના વડે નિરંતર ભાવતા દર્શન શુદ્ધિ થાય છે. - વળી - [નિ.૩૩૪,૩૩૫-] તીર્થકરોની જન્મભૂમિ, દીક્ષા-ચાસ્ત્રિ, જ્ઞાનોત્પત્તિ, નિર્વાણ ભૂમિ તથા દેવલોકભવન, મેરુપર્વત તથા નંદીશ્વરદ્વીપાદિ, પાતાળ ભવનોમાં જે શાશ્વતા ચૈત્યો-પ્રતિમાઓ છે તેને હું વંદુ છું. અષ્ટાપદ, ઉજ્જયંતગિરિ, દશાર્ણ કૂટવર્તી તથા તક્ષશિલામાં ધર્મચકમાં તથા અહિન્માનગરીમાં જયાં ધરણેન્દ્ર પાર્શ્વનાથનો મહિમા કર્યો તથા યાવર્ત પર્વત જ્યાં