________________
૨/૧/૪/૧/૪૬૭
આજ્ઞાપની આદિ છે. તેવી ભાષા અસાવધ, અક્રિય યાવત્ અભૂતોપઘાતિની છે, તેને મનથી વિચારીને સાધુએ હંમેશા બોલવી.
૧૯૯
• સૂત્ર-૪૬૮ :
સાધુ-સાધ્વી કોઈ પુરુષને બોલાવે ત્યારે બોલાવવા છતાં તે ન સાંભળે તો આમ ન કહે, હે હોલ!, ગોલ, ચાંડાલ, કુજાતિ, દાપુિત્ર, કૂતરા, ચોર, વ્યભિચારી, કપટી કે, હે જૂઠા ! અથવા તું આવો છે, તારા મા-બાપ આવા છે. આવા પ્રકારની ભાષા સાવધ, સક્રિય યાવત્ ભૂતોપઘાતિક છે તેથી વિચારી સમજી સાધુ આવી ભાષા ન બોલે.
સાધુ કોઈ પુરુષને બોલાવે ત્યારે અને બોલાવવા છતાં તે ન સાંભળે ત્યારે એમ કહે કે, હે અમુક!, હે આયુષ્યમાન્ !, આયુષ્યમાનો, શ્રાવક, ઉપાસક, ધાર્મિક કે હે ધર્મપ્રિય ! આ પ્રકારની અસાવધ યાવત્ અહિંસક ભાષાનો વિચારપૂર્વક બોલે.
સાધુ-સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ ન કહે, હૈ હોલી ! હે ગોલી ! આદિ પૂર્વવત્
સાધુ-સાધ્વી કોઈ સ્ત્રીને બોલાવે ત્યારે કે બોલાવતા ન સાંભળે ત્યારે આમ કહે, હે આયુષ્યમતી ! હે ભગિની ! ભવતી, ભગવતી, શ્રાવિકા, ઉપાસિકા, ધાર્મિકા કે હૈ ધર્મપિયા! આવી સાવધ ભાષા બોલે.
• વિવેચન :
તે ભિક્ષુ કોઈ માણસને બોલાવે કે બોલાવે ત્યારે તે ન સાંભલે તે આવું ન બોલે, હે હોલ ! ગોલ ! દેશાંતરમાં આ બંને અપમાનસૂચક શબ્દો છે. તથા વૃષલ ઇત્યાદિ [સૂત્રાર્થ મુજબ જાણવા.] આવી ભાષા યાવત્ ન બોલવી પણ તેથી વિપરીત ભાષા બોલવી તે કહે છે - x - ૪ - હે અમુક ! હે આયુષ્યમાન્ ! ઇત્યાદિ ભાષા બોલે. આ જ પ્રમાણે સ્ત્રીને આશ્રીને બે સૂત્ર પ્રતિષેધ-વિધિના જાણવા. ફરી અભાષણીય
કહે છે.
• સૂત્ર-૪૬૯ :
સાધુ-સાધ્વી આ પ્રમાણે ન બોલે કે, હે નભોદેવ!, હે ગદેવ !, હૈ વિધુત્ દેવ !, હે પ્રવૃષ્ટ દેવ!, હે નિવૃષ્ટ દેવ ! વરસાદ વરસે કે ન વરસે, ધાન્ય નિપજે કે ન નિપજે, રાત્રિ પ્રકાશવાળી થાઓ કે ન થાઓ, સૂર્ય ઉગે કે ન ઉગે, રાજા જય પામો કે ન પામો, આવી ભાષા ન બોલે.
સાધુ-સાધ્વી પ્રયોજન હોય તો અંતરિક્ષ, ગુલ્લાનુયાતિ, સંમૂર્ત્તિમ જલ વરસે છે કે મેઘ વરસે છે કે વાદળા વરસી ચૂક્યા છે [એવી ભાષા બોલે]. આ તે સાધુ-સાધ્વીનો ભાષા સંબંધી આચાર છે, જે સર્વ અર્થ વડે, સમિત થઈ, સહિત થઈ સદા સતનાપૂર્વક પાળો. તેમ હું કહું છું.
• વિવેચન :
તે ભિક્ષુ આવી અસંયત ભાષા ન બોલે. જેમકે હે નભોદેવ ! હે ગર્જતો દેવ !
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
હે વિધુત દેવ ! આદિ. તથા વરસાદ પડો કે ન પડો ઇત્યાદિ [સૂત્રાર્થ મુજબ આવી દેવાદિ ભાષા ન બોલે. કારણે તે પ્રજ્ઞાવાન સાધુ સંયત ભાષા વડે અંતરિક્ષ આદિ ભાષા બોલે. આ તે ભિક્ષુની સમગ્રતા અર્થાત્ ભિક્ષુભાવ છે.
૨૦૦
ચૂલિકા-૧, અધ્યયન-૪ “ભાષાજાત” ઉદ્દેશા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
ચૂલિકા-૧ અધ્યયન-૪ ઉદ્દેશો-૨
૦ પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે-ગત ઉદ્દેશામાં વાચ-અવાચ્યનું વિશેષપણું બતાવ્યું. અહીં પણ તે જ બાકીનું કહે છે - આ સંબંધે આવેલા ઉદ્દેશાનું પહેલું સૂત્ર–
- સૂત્ર-૪૭૦ :
સાધુ-સાધ્વી જેવા પ્રકારનું રૂપ જુએ ત્યાં તેને એવું જ ન કહે જેમકે . ગંડરોગીને મંડી, કુષ્ઠને કોઢીયો, યાવત્ મધુમેહના રોગીને મધુમેહી કહેવો. હાથ કપાયેલાને હાથકટ્ટો, એ રીતે લંગડો, નકટો, કાનકટો, હોઠકટો ઇત્યાદિ. આવા જેટલા પ્રકાર છે તેમને એવા જ પ્રકારે બોલાવતા તે વ્યક્તિ દુ:ખી કે કુપિત થાય છે. તેથી આવા પ્રકારની ભાષાથી તેમને બોલાવવાનો વિચાર પણ ન કરે.
સાધુ-સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ અને બોલવાનું પ્રયોજન હોય તો ઓજસ્વીને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્તીને યશસ્વી એ રીતે વર્ચસ્વી, અભિરૂપ, પ્રતિરૂપ, પ્રાસાદીય કે દર્શનીય કહે; આ પ્રમાણે જે જેવા છે તેને તેવા પ્રકારે સૌમ્યાભાષાથી સંબોધિત કરે તો તે કુપિત ન થાય, તેથી સાધુ-સાધ્વીએ
આવા પ્રકારની સૌમ્ય ભાષા બોલવી જોઈએ.
સાધુ-સાધ્વી કોઈ પ્રકારના રૂપને જુએ - જેમકે - કોટ યાવત્ ગૃહાદિ, તો પણ તે એમ ન કહે - સારું બનાવ્યું, સુકૃત, સાધુકૃત્, કલ્યાણકારી, કરણીય, આવા પ્રકારની સાવધભાષા ચાવત્ ન બોલે.
સાધુ-સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ જેમકે • કોટ યાવત્ ગૃહાદિ. ત્યારે પ્રયોજનવશાત્ એમ કહે કે, આરંભ, સાવધ કે પ્રયત્ન કરીને બનાવેલ છે. તે પ્રસાદયુક્ત હોય તો પ્રાસાદિક, એ રીતે દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ કે આવા પ્રકારની સાવધ ભાષા યાવત્ સાધુ બોલે.
• વિવેચન :
તે ભિક્ષુ કોઈ રૂપ જેમકે - ગંડીપદ, કુષ્ઠી આદિ જુએ તો પણ તેનું નામ લઈ તે વિશેષણથી ન બોલાવે જેમકે - ગંડરોગીને ગંડી અથવા જેના પગ અને પીંડીમાં શૂન્યતા હોય તેને ગંડી, કહી ન બોલાવે. - x - યાવત્ મધુ જેવું મૂત્ર વારંવાર આવે તેને મધુમેહી કહી ન બોલાવે. ધૂત અધ્યયનમાં આ બધાં રોગનું વર્ણન છે, તે