________________
૨/૧/૩/૨/૪૫૬
૧૮૯
તે સાધુ પાણીમાં તણાતા ઉપર-નીચે જવાની ક્રિયા ન કરે. એમ પણ ન વિચારે કે આ પાણી મારા કાનઆંખ-નાક-મુખમાં પ્રવેશ ન કરે. પણ યતનાપૂર્વક પાણીમાં તણાય. સાધ છે પાણીમાં તણાતા થાકી જાય તો જદીથી વસ્ત્ર પ્રમાદિ ઉપધિ છોડી દે કે નિસ્સારને ફેંકી દે-આસક્તિ ન રાખે. જે જળાશયના કિનારે પહોંચી જાય તો જ્યાં સુધી શરીર પાણીથી ભીંજાયેલ રહે ત્યાં સુધી યતનાપૂર્વક કિનારે સ્થિર રહે. તે સાધુ પાણીથી ભીંજાયેલ શરીરને લુંછે નહીં પંજે નહીં દબાવે નહીં સૂકાવે નહીં મળે નહીં, ઘસે નહીં, તપાવે નહીં પરંતુ જ્યારે સાધુને પ્રતીતિ થાય કે હવે શરીર સુકાઈ ગયું છે ત્યારે શરીર લું-પૂંજે-ચાવતું તડકામાં તપાવે અને ત્યારબાદ યતનાપૂવક ગ્રામાનુગામ વિચરે.
વિવેચન :
તે ભિક્ષ પાણીમાં પડ્યા પછી અકાય જીવના રક્ષણ માટે હાથ આદિ વડે હાથ આદિને ન સ્પર્શે પણ સંયત થઈ પાણીમાં તરે. પાણીમાં તરતા ડૂબકી ન લગાવે. બાકી સુગમ છે. જો તે પાણીમાં તરતા થાકી જાય તો પોતાની ઉપાધિ કે તેનો ભાગ ત્યાગ કરે. ઉપધિમાં આસકત ન થાય. જો સમર્થ હોય તો ઉપધિ સહિત જળને પાર કરે, પાણી ટપકતાં શરીરે કિનારે ઉભો રહે અને ઇયવહી પડિક્કમે. પણ શું ન કરે તે સ્પષ્ટ છે. વિશેષમાં આ સામાચારી છે કે ભીના વસ્ત્રો-શરીર નીતરી ન જાય ત્યાં સુધી કિનારે ઉભા રહે. પણ ચોર આદિના ભયથી જવું પડે તો કાયાને સ્પર્શ કર્યા વિના લાંબા હાથ સખી ચાલ્યા જવું.
• સૂત્ર-૪૫૩ :
સાધુ-સાદdી ગ્રામાનુગામ જતાં બીજા સાથે વાતો કરતા ન જાય. પણ યતના પૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે.
• વિવેચન :સરળ છે. બીજા સાથે વિશેષ વાતચીત કરતા ન ચાલે. - *
સૂત્ર-૪૫૮ :
સાધુ-સાદની પ્રામાનુગ્રામ વિચરતા માર્ગમાં બંઘ સુધીના પાણીમાં ઉતરવાનું હોય તો પહેલા માથાથી પગ સુધી શરીરને પ્રમાર્જે પ્રમાજીને એક પણ જળમાં અને એક પગ સ્થળમાં રાખી યતનાપૂર્વક આયજનોચિત વિધિથી જળમાં ચાલે. રીતે ચાલતા તે સાધુ હાથથી હાથને ચાવતુ ન પતિ[અકાયની વિરાધના ન કરી] યતનાપૂર્વક જંઘા સુધીના પાણીમાં ચાલે. સાધ-સાદdી એ રીતે ચાલતા શરીરની સાતાને માટે કે દાહ ઉપશાંત કરવા માટે ઉંડા અને વિશાળ જળમાં શરીરને ન ઝબોળે પણ યતનાપૂર્વક જંઘા સુધીના પાણીમાં ચાલે. જ્યારે એમ જાણે કે કિનારો આવીગયો છે ત્યારે યતનાપૂર્વક પાણીમાંથી નીકળી શરીર ભીનું હોય ત્યાં સુધી કિનારે રહે. તે સાધુ ભીંજાયેલા શરીરને સ્પર્શે નહીં, ગડે નહીં, પુંજે નહીં મસળે નહીં ઇત્યાદિ પણ જ્યારે શરીર સુકાયું છે તેમ જાણે પછી શું ચાવતુ તાપમાં ઉભા
૧૯૦
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ) રહીને શરીરને તપાવે. પછી યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિસરે.
• સૂત્ર-૪૫૯ -
સાધુ-સાદની પ્રામાનુગામ વિચરતા હોય અને પગ કીચડથી ખરડાઈ જાય તો તેને સાફ કરવા ઉન્મામિાં જઈ સચિત્ત વનસ્પતિ છેદન કે લીલા ધન ભેગા કરી કે કચડીને, ઉખેડીને, મસળીને પણ સાફ ન કરે. જે આ રીતે જલ્દીથી વનસ્પતિ વડે પગની માટી સાફ કરે છે, તે માયા સ્થાનને સ્પર્શે છે, માટે સાધુએ તેમ ન કરવું. તે પહેલાથી જ વનસ્પતિરહિત માર્ગ જુએ [શોધે], તે માર્ગે જ વતનાપૂર્વક વિચરે.
સાધુ-સાધ્વી પ્રામાનુગામ જતાં જાણે કે માર્ગમાં ટેકરા, ખાઈ, કિલ્લો, તોરણ, અર્ગલા, ખાડા, ગુફા, દરાદિ હોય અને બીજો માર્ગ સારો હોય તો સીધા માર્ગે ન જાય, પણ તે માર્ગે યતનાપૂર્વક જાય, કેવલી ભગવંતે વિષમ માર્ગે જdi કમબંધનનું કારણ બતાવેલ છે. વિષમ માર્ગે જતા લપસી કે પડી જવાથી તે વધે, ગુચ્છો, ગુલ્મો, લતા, વેલ કે ઘાસને પકડીને કે તેનું અવલંબન લઈને ઉતરશે. જે યોગ્ય નથી. વિશેષ કારણે તે જ માર્ગે જવું પડે તો યતનાપૂર્વક વક્ષ, વેલ આદિનો સહારો લેતો અટવા કોઈ પથિક જતો હોય તો તેના હાથનો સહારો લઈ યતનાપૂર્વક ચાલે એ રીતે સાધુ-સાધ્વી ગ્રામનુગામ વિચરે.
સાધુ-સાધ્વી ગ્રામાનુગામ જa હોય ત્યારે માર્ગમાં જવ, ઘઉં આદિ ધાન્યોના ઢેર હોય, ગાડા કે રથ હોય, રવ કે ર શાસકની સોનાના વિવિધ પડાવથી માર્ગ રોકાયેલો હોય તો બીજા માર્ગે ચતનાપૂર્વક જાય પણ સીધા માર્ગે ન જાય. કેમકે સેનામાંથી કોઈ કહે કે, હે આયુષ્યમાન ! આ સાધુ સેનાના ગુપ્ત ભેદ લઈ રહ્યા છે માટે હાથ પકડી તેને હટાવો અને કોઈ બીજા હાથ પકડી ખસેડી મૂકે, તો મુનિ પ્રસન્ન કે પ્રસન્ન ન થાય ચાવતુ પોતાના ચિત્તને સમાધિયુકત રાખી ગ્રામનું ગામ વિસરે
- વિવેચન :
તે મિક્ષ નદી પાર ઉતરે તે વખતે જો ઉન્માર્ગે જઈને ગારથી ખડેલા પગે લીલા ઘાસને છેદીને કે વાંકુ વાળીને તથા ખેંચી કાઢીને પોતાના પગ સાફ કરવાના ઇરાદાથી વનસ્પતિને દુ:ખ દે તો એ કપટનું નિંદિત કાર્ય છે, માટે તેમ ન કરવું
શેષ સુગમ છે.
સાધુને વિહાર કરતા માર્ગમાં કિલ્લો આદિ જોવા મળે તો બીજા માર્ગે જાય પણ તે સીધા માર્ગે ન જાય કેમકે ત્યાં જતા ખાડા આદિમાં પડતા સચિવ વૃક્ષાદિને પકડે તે અયુક્ત છે. જો કારણે તે જ માર્ગે જવું પડે તો જતા ક્યાંક પડે તેમ હોય તો વેલી આદિનો પણ સહારો લે અને આવતા પચિકનો હાથ માગીને યતનાપૂર્વક જાય.
તે ભિક્ષને ગ્રામાંતર જતા ઘઉં આદિ ધાન્યના ગાડાં કે સૈન્યના પડાવ આદિ હોય તો ત્યાં ઘણાં અપાયનો સંભવ છે તેથી બીજો માર્ગ સંભવતો હોય તો તે માર્ગે ન જાય. બાકી સુગમ છે.