________________
૧/૨/૫/૮૮
પ્રવૃત્તિ ન કરવી જોઈએ. જે કામ કે વ્યાધિ ચિકિત્સા જીવહત્યા વડે સિદ્ધ કરે છે તે તત્ત્વ જ્ઞાનથી રહિત છે. તેનું વચન સાધુએ સાંભળવું નહીં. એ પ્રમાણે હું કહું છું.
અધ્યયન-૨ ‘લોકવિજય'ના ઉદ્દેશા-૫ 'લોકનિશ્રા'નો
મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૯
ૐ અધ્યયન-૨ ઉદ્દેશો-૬ “અમમત્વ” ભૂમિકા :
પાંચમો ઉદ્દેશો કહ્યો. હવે છઠ્ઠો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે - સંયમ દેહ યાત્રાર્થે લોકમાં જતા સાધુએ લોકમાં મમત્વ ન કરવું. તે આ ઉદ્દેશાનો અર્થાધિકાર છે. તે હવે પ્રતિપાદિત કરે છે - આનો અનંતર સૂત્ર સંબંધ કહે છે - ‘અણગારને આ ન કો' તે અહીં સિદ્ધ કરે છે–
• સૂત્ર-૯૮ ઃ
તે [સાધક પૂર્વોક્ત વિષયને] સમ્યક્ પ્રકારે જાણીને જ્ઞાનાદિ સાધનામાં સમુધૃત થઈ સ્વયં પાપકર્મ ન કરે, બીજા પાસે ન કરાવે.
• વિવેચન :
જેને પૂર્વોક્ત ચિકિત્સાદિ ન હોય તે અણગાર. તે જીવઘાતક ચિકિત્સા ઉપદેશ દાન કે પ્રવૃત્તિને પાપ છે તેમ સમજે, પરિજ્ઞા વડે જાણીને તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પરિહરે અને આદાનીય જે પરમાર્થથી જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ છે તેને ગ્રહણ કરે અથવા તે અણગાર જ્ઞાન આદિ મોક્ષનું સાચું કારણ છે એમ જાણીને સમ્યક્ સંયમ અનુષ્ઠાનમાં સાવધ થઈને સર્વ સાવધ કૃત્યો મારે ન કરવા એવી પ્રતિજ્ઞારૂપ પર્વત પર ચડીને—
આ સાવધ આરંભની નિવૃત્તિરૂપ સંયમ લીધો છે. તેથી પાપહેતુ રૂપ કર્મની ક્રિયા ન કરે, મનથી પણ ન ઈચ્છે - ન અનુમોદે. બીજા પાસે પણ ન કરાવે અર્થાત્
ન
નોકર આદિને પાપસમારંભ કરવા ન પ્રેરે.
પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ જે અઢાર પ્રકારના મન, વચન, કાયાથી પાપકર્મો પોતે કરે નહીં, બીજા પાસે કરાવે નહીં, કરનારની પ્રશંસા ન કરે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે એક પાપ કરે ત્યારે બીજા પાપ લાગે કે નહીં ? કહે છે–
• સૂત્ર-૯૯ ઃ
કદાચ કોઈ એકનો સમારંભ કરે તો છ એ કાયના જીવોનો સમારંભ કરે છે. સુખનો અર્થી સુખ માટે દોડધામ કરતો જીવ સ્વકૃત દુઃખથી મૂઢ બની વિશેષ દુ:ખી થાય છે. તે પોતાના પ્રમાદને કારણે વ્રતોનો ભંગ કરે છે. જે દશામાં પાણી અત્યંત દુઃખી થાય છે. એ જાણીને તેના સંકલ્પનો ત્યાગ કરે. આ જ પરિજ્ઞા/ વિવેક કહેવાય છે. તેનાથી જ કર્યો શાંત થાય છે.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
• વિવેચન :
કોઈ પાપારંભમાં પૃથ્વીકાય આદિનો સમારંભ કરે છે અથવા કોઈ એક આશ્રવ દ્વાર આરંભે છે, તે છ એ કાયના આરંભમાં વર્તે છે - x - અર્થાત્ કોઈ એકને હણવાની પ્રવૃત્તિમાં સંબંધથી સર્વેનો ઘાત થાય છે.
પ્રશ્ન - એક કાયને હણવા આરંભ કરે ત્યારે છ એનો આરંભ કેમ ?
૧૮૦
ઉત્તર - કુંભારની શાળામાં પાણી પાવાના દૃષ્ટાંતથી જાણવું કે એક કાયનો સમારંભક બીજા કાયોનો સમારંભક થાય છે અથવા પ્રાણાતિપાત આશ્રવદ્વારમાં વર્તવાથી એક જીવની હિંસા કે એક કાયના આરંભથી બીજા જીવોનો ઘાત પણ જાણવો. પ્રતિજ્ઞા લોપથી જૂઠનું પાપ બાંધે છે. જીવહિંસાની આજ્ઞા તીર્થંકરે કે તે જીવે આપી નથી તેથી ચોરીનું પાપ લાગે. સાવધના ગ્રહણથી પરિગ્રહવાળો પણ થાય. પરિગ્રહથી મૈથુન અને રાત્રિભોજન પણ ગ્રહણ કર્યું કેમકે પરિગ્રહ વિના સ્ત્રી ન ભોગવાય. એમ એના આરંભે બધાંનો આરંભ થાય. અથવા ચાર આશ્રવદ્વાર રોક્યા વિના ચોથું-છઠ્ઠું વ્રત કેમ ટકે ?
આ રીતે એક કાચારંભમાં પ્રવર્તતા બધાંમાં પ્રવૃત્ત થાય અથવા એક પાપનો આરંભ કરનાર બીજા છ એ ના આરંભને યોગ્ય થાય છે અથવા જે એક પણ પાપારંભ કરે છે તે આઠે પ્રકારના કર્મો ગ્રહણ કરી અન્ય છ એ કાય સમારંભમાં વારંવાર પ્રવર્તે છે આવા પાપકર્મો શા માટે કરે ?
સુખનો અર્થી વારંવાર અયુક્ત બોલે છે, કાયાથી દોડવા-કુદવાની ક્રિયા કરે છે, મનથી તેના સાધનોના ઉપાયો વિચારે છે. ખેતી આદિ કરીને પૃથ્વીનો આરંભ કરે છે, સ્નાન માટે પાણી, તાપ માટે અગ્નિ, ગરમી દૂર કરવા વાયુ, આહાર માટે વનસ્પતિ કે પ્રસકાયનો આરંભ કરે છે. આવો અસંયત કે સંયત રાને માટે સચિત્ત
વનસ્પતિ આદિ ગ્રહણ કરે છે તથા બીજી વસ્તુ પણ વાપરે છે તે સમજી લેવું.
આવો લોલુપ જીવ બીજા નવા જન્મના દુઃખરૂપ વૃક્ષને વાવે છે, તે કારણવૃક્ષનું કાર્ય અહીં પોતે કરે છે, પછી સ્વકૃત્ કર્મોના ઉદયથી તે મૂઢ પરમાર્થને ન જાણવાથી સુખને માટે જીવ ઘાતક કૃત્યો કરે છે. પછી સુખને બદલે દુઃખ પામે છે. કહ્યું છે કે, “દુઃખનો દ્વેષી, સુખનો ચાહક, મોહથી અંધ થવાથી ગુણ દોષને ન જાણનારો જે - જે ચેષ્ટા કરે તેથી દુઃખ પામે છે.”
અથવા તે મૂઢ-હિતપ્રાપ્તિ અહિતત્યાગરહિત ઉલટો ચાલે છે. હિતને અહિત તથા અહિતને હિત માને છે. કાર્યને અકાર્ય, પથ્યને અપચ્ય, વાચને અવાચ્ય આદિ સમજે છે. તેથી મોહ તે અજ્ઞાન કે મોહનીયનો ભેદ છે. તે બંને પ્રકારે મોહથી મૂઢ બનેલો અલ્પ સુખ માટે તે - તે આરંભ કરે છે, જેથી શરીર અને મનના દુઃખ પામીને અનંતકાળ સંસાર પાત્રતાને પામે છે.
વળી મૂઢની બીજી અનર્થ પરંપરા બતાવે છે - સ્વત્ પ્રમાદ વડે - મધ, વિષય, કષાય, વિકશા, નિદ્રા વડે - વિવિધ પાપ કરે છે અથવા વય એટલે સંસાર જેમાં સ્વકર્મથી જીવો ભ્રમણ કરે છે. એક-એક કાયમાં દીર્ધકાળ રહે છે. અથવા