SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨/૫/૮૮ ૧૬૯ કર્મ સમારંભ કરે છે. • x • પરમાર્ચથી જ્ઞાનદર્શન ચા»િરૂપ આમ તવને છોડીને બાકીનું શરીર પારકું જ છે. તેથી કહ્યું છે - બહારના પુદ્ગલનું બનેલું અચેતનરૂપ કર્મના વિપાકરૂપ પાંચ શરીરો છે. તેથી શરીર કે આત્મા શબ્દ ‘લોક' શબ્દ વડે કહો છે તેથી કોઈ શરીર માટે પાપક્રિયા કરે છે બીજા કોઈ પુત્ર, પુત્રાદિ...માટે કર્મ સમારંભ કરે છે. જે સ્ત્રાર્થમાં બતાવેલ છે] કોઈ સમિમાં કે સવારે ખાવા માટે રાંધતા સમારંભ કરે છે. વિશેષાર્થે કહે છે . ‘નધિ' વિનાશી દ્રવ્ય એવા દહીં, ભાત વગેરે સ્થાપી રાખે તથા ઘણો કાળ રહી શકે તેવા સાકર, દ્રાક્ષ વગેરેનો સંચય કરે છે જેનાથ' આ સંનિધિ, સંનિચય પરિગ્રહ સંજ્ઞાને કારણે કે આજીવિકા અભ્યાસથી કરે છે અથવા ધન, ધાન્ય, સોનુ આદિ સંગ્રહ કરે છે. આ બધું આ લોકમાં પરમાર્થ બુદ્ધિવાળા મનુષ્યોના ઉપભોગ માટે કરે છે. કોઈ સ્વાર્થ માટે, કોઈ પુગાદિ અર્થે વિવિધ શો વડે કર્મ સમારંભમાં પ્રવૃત લોક સાત્રિમાં કે પ્રભાતમાં ભોજન માટે કરે છે. આ રીતે આ લોક સંનિધિ અને સંનિચય માટે ઉધત હોય ત્યારે સાધુએ શું કરવું? તે કહે છે– • સૂત્ર-૮૯ : સંયમમાં ઉંઘત, આય, આર્યપ્રજ્ઞ, આદર્શ અગર અવસરz, dવજ્ઞ સદોષ આહાર ગ્રહણ કરે નહીં કરાવે નહીં અનુમોદે નહીં તે સર્વે પ્રકારના દૂષણો રહિત નિર્દોષપણે સંયમ પાળે-ભિક્ષયરી કરે. • વિવેચન : સમુકિત એટલે સમ્યક્ રીતે સતત કે સંગત સંયમ અનુષ્ઠાને પ્રવૃત, વિવિધ શરુ કર્મ સમારંભથી મુક્ત. ગાર એટલે ઘર વગરના • પુત્ર, પુત્રી, પુત્રવધૂ, જ્ઞાતિજન, ધાત્રિ આદિ હિતને અણગાર કહે છે. આર્ય એટલે બધાં પાપકર્મોથી દૂર-ચાસ્ત્રિ પાલન યોગ્ય. જેની બુદ્ધિ ઉત્તમ છે તે આર્યપ્રજ્ઞ . શ્રત વિશેષથી ખીલેલ બુદ્ધિવાળો. જે ન્યાયયુક્ત થઈને જુએ છે એવે તે આર્યદર્શ છે. તેથી તે સત્રિભોજનાદિથી રહિત છે. અયંસંધિ એટલે પોતાના દરેક કાર્યો યોગ્ય વખતે કરનાર. આચારાંગ યૂર્ણિમાં સંધિના બે અર્થ છે : (૧) ભિક્ષા કાળ, () lifEશનાશ્મિરૂપ ભાવસંધિ] જે કાળનું જે કર્તવ્ય હોય છે. તે કાળે કરે. જેમકે - પડિલેહણ, ઉપયોગ, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, પ્રતિકમણાદિ ક્રિયા એકબીજાને બાધા વિના સમયે સમયે કરે. તે જ પરમાર્થને જોનારો જાણવો. આવા ગુણવાળો મુનિ જમવરઘુ છે. - x• પૂર્વોક્ત વિશેષણયુક્ત સાધુ કર્તવ્યકાળને જાણે છે, તેથી પરસ્પર બાધારહિત હિતપ્રાપ્તિ, અહિત ત્યાગ વગેરે અવસતે જાણે છે : વર્તે છે તે જ પરમાર્થ જ્ઞાતા છે. અથવા ભાવસંધિ-જ્ઞાન, દર્શન, ચાત્રિની વૃદ્ધિ. તે શરીર વિના ન થાય. તે શરીર નિવહ આધાર કારણ વિના ન થાય. તેમાં સાવધ ત્યાગ કરવા કહે છે, તે ભિક્ષા અકય ન લે. બીજા પાસે લેવડાવે નહીં, કોઈ લેનારને અનુમોદે નહીં. અથવા ૧૩૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ઇંગાલ કે ધમ દોષ ન લગાડે, બીજા પાસે તેવા દોષો ન લાગવા સર્વ આમ-ગંધ અથતિ અશુદ્ધ આહારને છોડે. ગંધ શબ્દથી ‘પૂતિ’ અર્થ લીધો. • x • અહીં પૂતિ શબ્દથી આધાકમદિ અશુદ્ધિ કોટિ બતાવી છે. આ દોષ મોટો હોવાથી તેનું પ્રધાનપણું બતાવવા ફરી કહ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે છે. ગંધ શબ્દ લેવાથી આધાકર્મ, ઓશિક ત્રિક, પૂતિકર્મ, મિશ્રજાત, બાદર પ્રાકૃતિકા, અથવપૂક, એમ છ ઉદગમ દોષ અવિશદ્ધ કોટિમાં રહેલા છે. બાકીના વિશુદ્ધકોટિમાં છે તે આમ” શબ્દ વડે બતાવ્યા છે. ‘સર્વ’ શબ્દ બધા પ્રકારોને સૂચવે છે. તેથી કોઈ પ્રકારે અપરિશુદ્ધ કે પૂતિ દોષ હોય તે જ્ઞ-પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે નિરામગંધવાળો બને. તેથી જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ નામક મોક્ષમાર્ગમાં સારી રીતે વર્તે અને સંયમ અનુષ્ઠાનને પાળે. ‘માન' શબ્દમાં ગ્રહણ કરેલ છતાં અજાસત્વવાળા માટે કહે છે• સૂત્ર-૦ - મુનિ કય- વિયથી દૂર રહે. તે ક્ય-વિક્રય રહયું ન કરે, ન કરાવે, કે કરનારને અનુમોદે નહીં. તે ભિક્ષુ કાલજ્ઞ, બલજ્ઞ, માગજ્ઞ, ક્ષેત્રજ્ઞ, ક્ષણજ્ઞ, વિનયજ્ઞ, વસમી-પરસમયજ્ઞ અને ભાવજ્ઞ છે. પરિગ્રહનું મમત્ત ન રાખનાર, યથાકાળ અનુષ્ઠાન કરનાર અપતિજ્ઞ છે. • વિવેચન : ક્રય-વિકય એટલે લેવું-વેચવું. તેનાથી અર્દશ્ય. સાધુના નિમિતે થયેલ વસ્તુ ન ભોગવે અથવા ક્રય-વિકય ન કરે. તે મુમુક્ષુ ધર્મોપકરણ પણ ન ખરીદે. બીજા પાસે ન ખરીદાવે. ખરીદનારની અનુમોદના ન કરે. અથવા નિરામગંધવાળો બની સાધુપણું પાળે. અહીં મમ શબ્દના ગ્રહણથી હનનકોટિનિક અને ગંધ શબ્દ ગ્રહણથી પયનકોટિગિક લેવી. કણકોટિગિક પોતાના સ્વરૂપ બતાવનાર શબ્દથી લીધી છે. એથી નવકોટિ પરિશુદ્ધ આહાર અંગાર, ધૂમદોષ રહિત ભોગવે. આવા ગુણ વિશિષ્ટ સાધુ - (૧) કાલજ્ઞ-કર્તવ્ય સામર્થ્યને જાણે, (૨) બલ-બલનો જ્ઞાતાઆત્મબલ સામર્થ્યને જાણે, યથાશક્તિ અનુષ્ઠાન કરે - બળ વીર્ય ન ગોપવે, (3) માત્રા-દ્રવ્યની ઉપયોગિતાની માત્રા જાણે, (૪) ખેદજ્ઞ - અભ્યાસ વડે જાણનાર અથવા સંસાર ભ્રમણ જનિત શ્રમને જાણે. કહ્યું છે કે, વૃદ્ધત્વ, મરણ, દુર્ગતિ, રોગ, પીડા તો દૂર રહો, ધીરપુરુષને વારંવાર જન્મ લેવો તે પણ નિંદનીક માને અથવા ખેદજ્ઞ એટલે પ્રજ્ઞા - સંસકત, વિરુદ્ધ દ્રવ્ય, પરિહાર્ય, કુળ આદિ ક્ષેત્રનો જાણનાર, (૫) ક્ષણજ્ઞ - ભિક્ષાર્થગમન અવસરનો જ્ઞાતા. (૬) વિનયજ્ઞ - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ઉપચારરૂપ વિનયને જાણે, (9) સ્વ સમય - પરસમયજ્ઞ - જૈન તથા અન્ય સિદ્ધાંતને જાણે - સ્વસમયથી ગૌચરી ગયેલો સુખેથી ભિક્ષાદોષને જાણે. તે આ પ્રમાણે સોળ દોષ ઉદ્ગમના • આધાકર્મ, શિક, પૂતિકમ, મિશ્રાd, સ્થાપના,
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy