SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨/૧/૬૩ હણનાર પ્રત્યે દ્વેષ લાવીને સાત વાર ક્ષત્રિયોને મારી નાખ્યા. તેના કારણે સુભૂમ ચક્રવર્તીએ એકવીસ વાર બ્રાહ્મણોને મારી નાંખ્યા. ૧૩૩ કોઈ બહેનના નિમિત્તે ક્લેશ પામે છે. જેમ ચાણક્યે બેન બનેવીથી અપમાનીત પત્નીની પ્રેરણાથી નંદરાજા પાસે દ્રવ્યાર્થે જતાં કોપથી નંદકુળનો ક્ષય કર્યો. કોઈ “પુત્ર જીવતા નથી” માનીને આરંભ કરે છે. કોઈ “મારી દીકરી દુઃખી છે” માની રાગદ્વેષથી મૂઢ બની પરમાર્થને ન જાણતો એવા કૃત્યો કરે છે, જેનાથી આલોક પરલોકમાં નવા દુઃખોને ભોગવે છે. જેમ જરાસંધે જમાઈ કંસના મરણથી પોતાના લશ્કરના અહંકાર વડે વાસુદેવ કૃષ્ણ પર કોપ કર્યો, તો પોતાના વાહન અને સેના સહિત વિનાશ પામ્યો. કોઈ પુત્રવધૂ અર્થે આરંભ કરે. કોઈ મિત્ર, સ્વજન, પરિચિત, પિતરાઈ, પૂર્વ સ્વજન માતા-પિતાદિ, પછીના સ્વજન શ્વસુરાદિ. હાલ દુઃખી છે માનીને શોક કરે. વિવિત્ત - [પૂર્ણિમાં વિવિત્ત પાઠ પણ છે] જુદા જુદા - શોભન કે પ્રચુર એવા હાથી, ઘોડા, ચ, આસન, પલંગાદિ ઉપકરણો. તેનાથી બમણાં, ત્રણ ગણાં રાખીને બદલે તે ‘પરિવર્તન.’ તથા ભોજન, આચ્છાદન આદિ નષ્ટ થશે માનીને રાગદ્વેષ કરે. આ પ્રમાણે અર્થમાં આસક્ત લોક તે માતા, પિતા આદિના રાગાદિ નિમિત્ત સ્થાનોમાં આમરણ પ્રમત્ત બની આ મારા કે હું તેમનો સ્વામી કે પોષક છું માનીને મોહિત મનવાળો થઈને રહે છે. કહ્યું છે કે મારા પુત્રો, મારા ભાઈ, મારા સ્વજન, મારા ઘર-સ્ત્રી વર્ગ છે. એમ પશુની માફક મે-મે બોલતા માણસને મૃત્યુ હરી જાય છે. પુત્ર, પત્નીના પરિગ્રહ-મમત્વથી માણસ નાશ પામે છે. જેમ કોશેટો બનાવનાર કીડો કોશેટાના પરિગ્રહથી દુઃખનેમરણને પામે છે. નિર્યુક્તિકાર આ વાતને કહે છે– [નિયુક્તિ-૧૮૫,૧૮૬] નાકાદિ ચતુર્ગતિ સંસાર કે માતા પિતા પત્નીના સ્નેહ લક્ષણ રૂપ સંસાર મૂળથી છેદવા ઇચ્છનાર આઠ પ્રકારના કર્મોને મૂળથી ઉખેડી નાંખે છે. તે ઉખેડવા માટે તેના કારણભૂત કષાયોનો છેદ કરવો. કષાય છેદ માટે માતા-પિતાનો સ્નેહ ત્યાગે. જો તેમ ન કરે તો - ૪ - ૪ - જન્મ, જરા, મરણાદિના દુઃખ ભોગવે છે. આ રીતે કષાય, ઇન્દ્રિયાદિમાં પ્રમત્ત માતા-પિતાદિ માટે ધન મેળવવા અને તેનું રક્ષણ કરવા ફક્ત દુઃખ જ ભોગવે છે. આ જ વાત સૂત્રકારશ્રી એ પણ આ સૂત્રમાં કહી છે. કહ્યું છે આ સાથે ક્યારે જશે ? માલ શું છે ? ક્યાં જવું છે ? ક્રય-વિક્રયનો કયો કાળ છે ? ક્યાં, કોના વડે કાર્ય સિદ્ધ થશે ? ઇત્યાદિ ચિંતામાં બળતો રહે છે. કાળ-કર્તવ્ય અવસર, અકાળ-અયોગ્ય સમય. કાળનું કામ અકાળે કરે, અકાળનું કામ કાળે કરે, બંનેમાં કામ કરે કે ન કરે. એ રીતે અન્યમનસ્ક બની કાળ-કાળના વિવેક વગરનો રહે. જેમ ચંડપધોત રાજાએ વિધવા બનેલ મૃગાવતીના કહેવાથી મોહીત બની જે કાળે કીલ્લો લેવાનો હતો તે કાળે ન લેતાં કિલ્લાને નવો કરાવ્યો, પછી તે જીતી ન શક્યો. પણ જે યોગ્ય કાળે ક્રિયા કરે છે તે બાધા આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ રહિતપણે સર્વ ક્રિયા કરે છે. આઠ માસમાં તથા આયુષ્યની પૂર્વ વયમાં મનુષ્ય તે કર્તવ્ય કરી લેવું જોઈએ કે જેથી અંતે - પશ્ચાત્ કાળમાં સુખને પામે. મૃત્યુની માફક ધર્માનુષ્ઠાનમાં કોઈ અકાળ હોતો નથી. તો પછી શા માટે કાળ-અકાળનો સમુત્થાયી થાય છે. તેથી કહે છે - જેને પ્રયોજન છે, તે તેને માટે [સંજોગોને માટે] કરે છે. તેમાં ધન, ધાન્ય, સોનું, દ્વિપદ, ચતુષ્પદ, રાજ્ય, સ્ત્રી આદિ જે સંયોગ. તે માટે અથવા શબ્દાદિ વિષય સંયોગ કે માતાપિતાદિ સંયોગને લીધે, તેના અર્થી કાળ-અકાળ સમુત્થાયી થાય છે. અટ્ઠાનોમાંં - અર્થ એટલે રત્નકુષ્યાદિ. તેમાં અત્યંત લોભ જેને હોય તે મમ્મણ વણિક્ માફક કાલ-અકાલ સમુત્થાયી થાય છે. આ વણિક અતિ ધન હોવા છતાં યૌવનવયમાં સુખનો ભોગ છોડીને, દેશ-વિદેશમાં વેપાર કર્યો. ભર ચોમાસે મૂશળધાર વરસાદમાં પણ પુરમાં તણાઇને આવેલા લાકડાં લેવા ગયો. ધનનો ઉપભોગ ન કર્યો. શુભ પરિણામ છોડી ફક્ત ધન ઉપાર્જન ત જ રહ્યો. કહ્યું છે કે, “ધન લોભી ખનન, ઉત્ખનન, હિંસા કરે છે. રાત્રે સુવે નહીં દિવસે સાશંક રહે છે. કર્મથી લેપાય છે, પડી રહે છે. લજ્જાસ્પદ કૃત્ય કરે છે. ખાવા કહે તો પણ વ્યાપારથી નિવૃત્ત થયા પહેલો ખાતો નથી, નહાતો નથી, ઘેર રહેતો નથી, “બહુ કામ છે હજી’” તેમ બોલે છે. લોભીના અશુભ વેપા આખુંપ - લોભથી હણાયેલા અંતઃકરણ વાળો, કર્તવ્ય-અકર્તવ્ય વિવેક રહિત, અર્થ-લોભમાં જ દૃષ્ટિવાળો, આ લોક પરલોકમાં દુઃખ આપનારી ગળા કાપવા આદિ ક્રિયા કરનાર એવો લોભી હોય છે. ૧૩૮ સનદાર - પૂર્વા પર દોષ વિચાર્યા વિના એકદમ કાર્ય કરનારો. જેમકે લોભાંધકારથી આચ્છાદિત દૃષ્ટિવાળો, ધનમાં જ વૃત્તિવાળો, ‘શકુંત' પક્ષી માફક લોભી માત્ર ધનમાં લુબ્ધ મનવાળો હોય છે, પણ વિપાકને જોતો નથી. વિળિવિદ્યુત્તિ - અનેક પ્રકારે અર્થ ઉપાર્જનમાં જ જેનું ચિત્ત છે તે. જેનું ચિત્ત માતાપિતાના રાગમાં કે શબ્દાદિ વિષયોપભોગમાં છે તે તથા જો ચિત્ત નું ચિત્રુ પાઠાંતર લઈએ તો વિશેષે કરીને કાય, વચન, મનના ચંચળત્વથી ધન પેદા કરવામાં જ રાતદિવસ ચિત રાખનાર, આવો સંયોગાર્થી, અર્થલોભી, આણંપ, સહસાકાર, વિનિવિષ્ટ ચિત્તવાળો હવે પછીથી શું શું કરે ? - અહીં માતા-પિતાદિમાં કે શબ્દાદિ વિષય સંયોગમાં વિનિવિષ્ટ ચિત્તવાળો પૃથ્વીકાયાદિ જંતુની હિંસામાં પુનઃ પુનઃ પ્રવર્તે છે અને વારંવાર શસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે. આ શસ્ત્ર સ્વકાય-પકાય ભેદે છે. દ્ઘ સત્યે નું પત્થ સત્તે પાઠાંતર છે. તે મુજબ - માતા, પિતા, શબ્દાદિ સંયોગમાં લોભાર્થી થઈ, ગૃદ્ધ બનીને વારંવાર તેમાં એકચિત્ત થઈને ધર્મકર્મ લોપીને, વિચાર્યા વિના, કાળ-અકાળને ન જોતો પાપમાં પ્રવર્તે છે. જો હાલના જીવોને અજરામરત્વ કે દીધાર્યુ હોય, પણ તે બંને નથી તેથી કહે
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy