SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧/ભૂમિકા ૧૨૩ (૪) ક્ષાયોપથમિકભાવ ગુણમાં ક્ષાયોપથમિક દર્શનાદિની પ્રાપ્તિ. (૫) પારિણામિક ભાવગુણ તે ભવ્ય-અભવ્યાદિ. (૬) સંનિપાતિક ભાવગુણને ઔદયિક આદિ પાંચભાવોનું સમકાળે મળવું. જેમકે - મનુષ્યગતિનો ઉદય તે ઔદયિકભાવ, સંપૂર્ણ પંચેન્દ્રિયની પ્રાપ્તિ તે ક્ષાયોપથમિક ભાવ, દર્શનસપ્તકનો ક્ષય તે ડ્રાયિક, ચાાિ મોહનીયનો ઉપશમ તે પથમિક અને ભવ્યત્વ તે પારિણામિક. એ રીતે જીવનો ભાવગુણ કહ્યો, હવે આજીવ ભાવગુણ કહે છે... જીવને ઔદયિક અને પરિણામિકનો સંભવ છે, બીજાનો નથી. જીવ આશ્રિત ઔદયિક એટલે - કેટલીક પ્રકૃતિ પદગલ વિપાકી જ હોય જેમકે દારિક આદિ પાંચ શરીર, છ સંસ્થાન, ત્રણ અંગોપાંગ, છ સંતનન, પાંચ વર્ણ, બે ગંધ, પાંચ સ, આઠ સંપર્શ, ગુલઘુનામ, ઉપઘાતનામ, પરાઘાત નામ, ઉધોત નામ, તપનામ, નિર્માણનામ, પ્રત્યેકનામ, સાધારણનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભનામ, અશુભનામ આ બધી પ્રવૃત્તિ પુદ્ગલ વિપાડી છે. જીવનો સંબંધ હોવા છતાં આ પુદ્ગલનો વિપાક છે. અજીવનો પારિણામિક ભાવગુણ બે ભેદે છે-અનાદિ પરિણામિક અને સાદિ પારિણામિક. અનાદિ પરિણામમાં ધર્મ-અધર્મ-આકાશ છે જે ગતિ, સ્થિતિ, અવગાહ લક્ષણ છે. આદિ પારિણામિક તે ઇન્દ્રધનુષ આદિનો દેખાવ છે તથા પરમાણુનું વણ[દિ ગુણાનાર છે. આ પ્રમાણે ગુણના નિક્ષેપા કહીને હવે મૂળના નિક્ષેપાને કહે છે– [નિ.૧૩] ‘મૂળ'ના છ નિક્ષેપા છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ. નામ, સ્થાપના જાણીતા છે. પ્રથમૂળના ત્રણ ભેદ છે. • જ્ઞ શરીર, ભવ્ય શરીર, તવ્યતિરિક્ત. આ વ્યતિક્તિના ત્રણ ભેદ છે - (૧) વૃક્ષોના મૂળરૂપે પરિણત - તે ઔદયિકદ્રવ્યમૂળ. (૨) વૈધ રોગીને રોગ દૂર કરવા જે મૂળ ઉપદેશે તે ઉપદેશદ્રવ્ય મૂળ. જેમકે પિપરીમૂળ. (3) વૃક્ષોના મૂળ ઉત્પત્તિનું કારણ તે આદિમૂળ. જેમકે મૂળનો નિર્વાહ કરનાર પુદ્ગલોના ઉદયથી કામણ શરીર ઔદારિક શરીરપણે પરિણમતાં તે પહેલું કારણ છે. ફોગમૂળ - જે ક્ષેત્રમાં મૂળ ઉત્પન્ન થાય કે મૂળનું વર્ણન થાય છે. કાળમૂળ • જે કાળમાં મૂળ ઉત્પન્ન થાય કે મૂળનું વર્ણન થાય છે. ભાવમૂળ - ત્રણ પ્રકારે છે, તે હવે નિયુક્તિ ગાયામાં જણાવે છે [નિ.૧૪] ઔદયિક ભાવમૂળ - તે વનસ્પતિકાયનું મૂળપણું અનુભવતો મૂળ જીવ. ઉપદેશભાવ મૂળ - તે ઉપદેશક આચાર્યો. આદિ મૂળ છે - જે કર્મથી પ્રાણી મૂળરૂપે ઉત્પન્ન થાય છે તેનો મોક્ષ કે સંસાર તે આદિભાવ મૂળ - X - X - મોક્ષનું આદિ કારણ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ, ઔપચારિક એ પાંચ પ્રકારનો વિનય છે. તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે, “વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચાત્રિથી મોક્ષ, મોક્ષથી બાધારહિત સુખ થાય છે.” “વિનયનું ફળ ગુરુ સેવા છે, સેવાનું ફળ શ્રુતજ્ઞાન, જ્ઞાનનું ફળ વિરતિ, વિરતિનું ફળ આશ્રવ નિરોધ, તેથી સંવર, તેથી તપ, તપથી નિર્જરા, તેથી ક્રિયાનિવૃતિ, ૧૨૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તેથી અયોગીપણું યોગ નિરોધથી ભવસંતતિ ક્ષય, તેના વડે મોક્ષ થાય છે. બધાં કલ્યાણોનું મૂળ વિનય છે. સંસારનું મૂળ વિષય-કસાય છે. આ રીતે મૂળનું વર્ણન કર્યું, હવે સ્થાનના પંદર ભેદે નિક્ષેપા કહે છે– [નિ.૧૭૫] નામ, સ્થાપના સુગમ છે. (૩) દ્રવ્યના જ્ઞ શરીર, ભવ્ય શરીર, વ્યતિરિત ત્રણ ભેદ છે. વ્યતિક્તિ દ્રવ્યમાં સચિવ, અચિત, મિશ્ર સ્થાન લેવું. (૪) ક્ષેત્ર સ્થાનમાં ભરતાદિ ક્ષેત્ર કે ઉર્ધ્વ અધો તિછ લોક લેવો અથવા જે ક્ષેત્રમાં સ્થાનનું વ્યાખ્યાન થાય તે લેવું. (૫) અદ્ધા એટલે કાળ - તેનું સ્થાન બે પ્રકારે છે - ૧. કાયસ્થિતિ તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુનો અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ અને વનસ્પતિનો અનંતકાળ છે. (પ-૨) ભવસ્થિતિ - તે આ પ્રમાણે છે પૃથ્વીની ૨૨,000 વર્ષ, પાણીની ૩,000, વાયુની 3,000, વનસ્પતિની ૧0,000 વર્ષ, અગ્નિકાયની ત્રણ પત્રિદિવસ, બેઇન્દ્રિયની ૧૨ વર્ષ, dઇન્દ્રિયની ૪૯ દિવસ, ચઉરિન્દ્રિયની છ માસ, પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્યની ત્રણ પલ્યોપમ, દેવ-નારકની 33 સાગરોપમ ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ છે. દેવ-નારકની કાયસ્થિતિ નથી. જઘન્યથી બધાંની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. દેવ-નાકની ૧૦,૦૦૦ વર્ષ છે. અદ્ધા સ્થાનનો બીજો અર્થ સમય, આવલિકા, મુહૂર્ત, અહોરાબ, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી, અવસર્પિણી, પુદ્ગલ પરાવર્ત, અતીત, અનાગત આદિ કાળ જાણવો. (૬) ઉર્થસ્થાન - તે કાયોત્સર્ગાદિ. ઉપલક્ષણથી બેસવું પણ લેવું. (૭) ઉપરતિસ્થાન - તે વિરતિ. તેનું સ્થાન છે શ્રાવક, સાધુપણું જાણવું. (૮) વસતિસ્થાન - તે જે સ્થાનમાં ઘર વગેરેમાં રહેવાનું થાય છે. (૯) સંયમાન - સામાયિક, છંદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સુક્ષ્મસંપરાય અને યથાવાત એ પાંચ, તે દરેકના સ્થાન અસંખ્યાત છે, આ અસંખ્યાતપણાને કહે છે : તે અતીન્દ્રિય હોવાથી માત્ર ઉપમા વડે જણાવે છે. એક સમયમાં સૂક્ષ્મ અગ્નિકાયના જીવો અસંખ્યય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ઉત્પન્ન થાય છે. તેનાથી અસંખ્યય ગુણ અગ્નિકાયપણે પરિણમેલ છે. તેનાથી તેની કાયસ્થિતિ અસંખ્યયગણી છે. તેનાથી અનુભાગ બંધ અધ્યવસાય સ્થાન અસંખ્યયગુણ છે. આટલા સંચમસ્થાન સામાન્યથી કહ્યા. વિશેષથી : સામાયિક, છેદોષસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ પ્રત્યેકના અસંખ્યય લોકાકાશ પ્રદેશ તુચ સંયમસ્થાન છે. સૂક્ષ્મ સંપરાયની અંતર મુહર્તાપણાની સ્થિતિ હોવાથી અંતમુહૂર્ત સમય તુલ્ય અસંખ્યય સંયમ સ્થાન છે. ચયાખ્યાત ચાત્રિનું જઘન્યોત્કૃષ્ટ સિવાય એક જ સંયમ સ્થાન છે. અથવા સંયમ શ્રેણી અંતર્ગત સંયમ સ્થાનોને લેવા. તે આ ક્રમે છે— અનંત ચાત્રિ પર્યાયથી બનેલું એક સંયમ સ્થાન છે. અસંખ્યય સંયમ સ્થાનનું બનેલું કંડક છે. અસંખ્યાત કંડકનું એક “સ્થાનક' છે. તે અસંખ્યય સ્થાનરૂપ શ્રેણિ છે. (૧૦) પ્રહસ્થાન - પ્રકથિી જેનું વચન ગ્રાહ્ય થાય તે પ્રહ, તે પ્રગ્રહ
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy