________________
અધ્યયન-૨, ભૂમિકા
સૂત્રાર્થનું કથન તે અનુયોગ છે. તેનાં દ્વારોને ઉપાયો, વ્યાખ્યાંગ કહેવા. આ ચાર દ્વારો ઉપક્રમ, નિક્ષેપ અનુગમ, નય છે.
તેમાં ઉપક્રમ બે છે - શાસ્ત્રીય અને લૌકિક. નિક્ષેપા ત્રણ છે - ઓઘનિષ્પન્ન, નામનિષ્પન્ન, સૂત્રાલાપકનિષ્પન્ન અનુગમ બે છે - સૂત્રાનુગમ, નિર્યુક્તિઅનુગમ. નયો-નૈગમ આદિ સાત છે. શાસ્ત્રીય ઉપક્રમમાં અર્થાધિકાર બે છે - અધ્યયનનો અને ઉદ્દેશાનો. તેમાં અધ્યયન અર્થાધિકાર શસ્ત્રપરિજ્ઞામાં કહ્યો છે. ઉદ્દેશ અર્થાધિકાર અહીં બતાવે છે.
૧૧૭
[નિ.૧૬૩] પહેલા ઉદ્દેશાના અધિકારમાં માતા-પિતાદિમાં રાગ ન કરવો તેમ બતાવ્યું જે માટે આગળ સૂત્ર છે - માયા મે આદિ. બીજા ઉદ્દેશામાં સંયમમાં અર્દઢતા ન કરવાનું અને વિષય-કષાયાદિમાં અદૃઢપણે કરવાનું કહ્યું જે ‘રૂં આટ્ટે ' સૂત્રમાં પણ છે. ત્રીજા ઉદ્દેશામાં ‘માન એ અર્થસાર નથી' તેમ બતાવે છે કેમકે જાતિ વગેરેથી
ઉત્તમ સાધુએ - X - X - મદના સ્થાને માન ન કરવું. કહ્યું છે કે જે શોવાથી વગેરે.
ચોથા ઉદ્દેશામાં કહ્યું, ભોગમાં પ્રેમ ન રાખવો. સૂત્રમાં ભોગના વિષાક કહ્યા છે. જેમકે ‘ થીર્દિ હોદ્ પત્તિ.' પાંચમાં ઉદ્દેશામાં ‘લોકનિશ્રા’ અધિકાર છે. સાધુએ સંયમાર્થે દેહના પ્રતિપાલન માટે લોકોએ પોતાના માટે આરંભ કરેલ વસ્તુ લેવી જોઈએ. સૂત્રમાં તે માટે કહ્યું છે - સમુદ્ઘિ અળવારે૰ ઉદ્દેશા-૬માં ‘લોકમમત્વ ત્યાગ' કહ્યો. પૂર્વ કે પછીના પરિચીત લોકોમાં મમત્વ ન કરવું. કમળની જેમ નિર્લેપ રહેવું. સૂત્રમાં પણ બે મમાથમ આદિ કહ્યું છે. આ અધ્યયનનું નામ લોકવિજય છે. નામ નિક્ષેપાથી લોક અને વિજય એમ બે પદનો નિક્ષેપ કરવો. તેમાં સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપામાં નિક્ષેપ યોગ્ય સૂત્ર પદોના નિક્ષેપા કરવા. સૂત્રમાં મૂળ લોક’ શબ્દનો અર્થ કષાય કર્યો છે. તેથી કપાયના નિક્ષેપા કહેવા. તે પ્રમાણે નામ નિષ્પન્ન ભવિષ્યના સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપા આદિ સંબંધે - ૪ - ૪ - નિયુક્તિકાર કહે છે—
[નિ.૧૬૪] લોક, વિજય, ગુણ, મૂળ, સ્થાન એ પાંચનો નિક્ષેપો કરવો જોઈએ અને જે મૂળ છે તે સંસાર છે, તેથી તેનો નિક્ષેપો કરવો જોઈએ. આ સંસારનું મૂળ કષાય છે. કેમકે નક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિરૂપ સંસાર જ સ્કંધ છે; ગર્ભ, નિષેક, કલલ, અર્બુદ, માંસપેશી, જન્મ, જરા, મરણ આદિ તેની શાખા છે, દારિધ્રાદિ અનેક દુઃખ નિષ્પન્ન પાંદડા છે, વળી પિયવિયોગ, અપ્રિયસંયોગ, અર્થનાશ, રોગ વગેરે સેંકડો ફુલોનો સમૂહ છે. શારીકિ માનસિક દુઃખસમૂહ તેના ફળ છે. આવા સંસારવૃક્ષના મૂળ કષાયો છે.
આ પ્રમાણે નામ અને સૂત્રાલાપક નિક્ષેપામાં સંભવિત પદોને નિયુક્તિમાં કહેશે. [નિ.૧૬૫] લોક, વિજય, અધ્યયન, લક્ષણ, ગુણ, મૂળ, સ્થાન તથા સૂત્રમાલાપક નિષ્પન્ન આદિ ટૂંકમાં કહ્યું. તેમાંથી લોક અને વિજયનો નિક્ષેપ હવે કહે છે–
[નિ.૧૬૬] લોકનો નિક્ષેપ આઠ પ્રકારે અને વિજયનો છ પ્રકારે છે. ભાવમાં કષાયલોકનો અધિકાર છે અને તેનો વિજય કરવાનો છે.
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
જે દેખાય તે લોક. આ લોક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયથી વ્યાપ્ત, બાકીના દ્રવ્યોના આધારભૂત, વૈશાખ સ્થાન - કમરની બંને બાજુએ બન્ને હાથ રાખી, પગ પહોળા કરી ઉભા રહેલા પુરુષની માફક રોકાયેલ આકાશ ખંડ લેવો. અથવા પાંચ અસ્તિકાયાત્મક લોક જાણવો. આ લોકનો આઠ પ્રકારે નિક્ષેપ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યવ.
૧૧૪
‘વિજય’ શબ્દના અભિભવ, પરાભવ, પરાજય એ પર્યાયો છે. તેનો નિક્ષેપ છ ભેદે કહીશું. અહીં લોકના આઠ ભેદમાંથી ભાવલોકનો અધિકાર હોવાથી ભાવિનક્ષેપો લીધો. આ ભાવ ઔદયિકાદિ છ ભેદે છે. તેમાં પણ ઔદયિક ભાવ કષાયનો અધિકાર છે કેમકે તે સંસારનું મૂળ છે. ઔદયિક ભાવ કષાયલોકનો વિજય કરવા આ બધું કહ્યું.
‘લોક' શબ્દનો નિક્ષેપો કહીને હવે વિજયના છ ભેદે નિક્ષેપ કહે છે [નિ.૧૬૭] તેમાં ‘લોક’' શબ્દ આવશ્યકમાં ચતુર્વિશતિ સ્તવમાં વિસ્તારથી કહ્યો છે. - ૪ - ૪ - તેનો અહીં શું સંબંધ છે ? - તે કહે છે–
અપૂર્વકરણથી ક્ષપક શ્રેણિ એ ચઢનાર પુરુષ લાકડાં જેમ અગ્નિને બાળે તેમ કર્મરૂપી લાકડાને ધ્યાનરૂપી અગ્નિ વડે બાળે છે. તેનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થતા તીર્થંકર નામકર્મ ઉદયમાં આવે છે. તેનાથી ચોત્રીશ અતિશય યુક્ત એવા શ્રી વર્ધમાનસ્વામીએ હેય-ઉપાદેય પદાર્થને જણાવવા દેવ અને મનુષ્યની પર્યાદામાં ‘આચાર’ સૂત્રનો અર્થ કહ્યો. તેને મહામતિ અને અચિંત્ય શક્તિવાળા ગૌતમાદિ ગણધરોએ સર્વે જીવોના ઉપકારને માટે તેને આચારાંગ સૂત્રરૂપે ગુંચ્યું–
જ્યારે આવશ્યક સૂત્ર અંતર્ગત્ ચતુર્વિશતિસ્તવની નિયુક્તિ ત્યારપછી થયેલા કાળમાં થયેલ ભદ્રબાહુ સ્વામીએ કહી છે તેથી, તે અયુક્ત છે. કેમકે પૂર્વકાળમાં બનેલ આચારાંગનું વ્યાખ્યાન કરતા પછીથી થયેલ ચતુર્વિશતિ સ્તવનો હવાલો દેવો યોગ્ય છે ? - આ પ્રમાણે કોઈ કોમળ બુદ્ધિવાળા શિષ્યને શંકા થઈ.
આચાર્ય કહે છે - આમાં કોઈ દોષ નથી. કેમકે આ નિર્યુક્તિનો વિષય છે. ભદ્રબાહુસ્વામીએ પહેલા આવશ્યક નિયુક્તિ રચી, પછી આચારાંગ નિયુક્તિ રચી માટે દોષ નથી. કહ્યું છે કે - આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને આચારાંગાદિ. નિયુક્તિ રચી.
‘વિજય’ શબ્દના નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. તેથી દ્રવ્યાદિ નિક્ષેપ
કહે છે - દ્રવ્ય વિજયમાં ‘જ્ઞ’ અને ‘ભવ્ય’ છોડીને વ્યતિતિમાં - દ્રવ્ય વડે, દ્રવ્યથી કે દ્રવ્યમાં વિજય - જેમકે - કડવો તીખો કસાયેલો આદિ ઔષધથી સળેખમ આદિ રોગનો વિજય અથવા રાજા કે મલ્લનો જે વિજય થવો તે ક્ષેત્રવિજય - છ ખંડ ભરતને જીતવું કે જે ક્ષેત્રમાં વિજય થાય તે. કાળ વડે વિજય તે કાળ વિજય. જેમકે ભરતે ૬૦,૦૦૦ વર્ષે ભરતખંડ જીત્યો. અહીં કાળની પ્રધાનતા છે. અથવા મૃતક કર્મમાં એણે માસ જીત્યો. અથવા જે કાળમાં વિજય થાય તે. ઔદયિકાદિ એક ભાવનું ભાવાંતી ઔપશમિકાદિ ભાવે થતો વિજય.
-