________________
૧/૧/૩/૨૩
છે. આ રીતે જીવને શરીરમાં રહેલો સિદ્ધ કર્યો.
આ જ પ્રમાણે સ્યાદ્વાદરૂપી કુહાડા વડે કુતર્કોની સાંકળ છેદવી જોઈએ. આ પ્રમાણે આત્માને જાણ્યા બાદ શુભાશુભ કર્મના ભોક્તા આત્માનો અટ્લાપ ન કરવો. છતાં જો કોઈ અજ્ઞાની - કુતર્કરૂપ તિમિથી નષ્ઠ જ્ઞાન ચક્ષુવાળો જીવ અકાય જીવોનો અપલાપ કરે છે, તે સર્વ પ્રમાણથી સિદ્ધ એવા આત્માનો પણ અપ્લાય કરે છે. એ રીતે જેઓ “હું નથી” એમ આત્માને ન માને તે અકાય જીવોને પણ માનતો નથી. કેમકે જે હાથ, પગ આદિ યુક્ત શરીરમાં રહેલા આત્માનો અપલાપ કરે છે, તે અવ્યક્ત ચેતનાવાળા અકાયને કઈ રીતે માને ?
94
આ પ્રમાણે અનેક દોષનો સંભવ જાણી ‘અકાય જીવ નથી' તેમ અસત્ય ન બોલવું. આ વાત સમજીને સાધુઓએ અપ્લાયનો આરંભ ન કરવો પણ શાક્યાદિ મતવાળા તેનાથી ઉલટા છે તે સૂત્રમાં દર્શાવે છે–
- સૂત્ર-૨૪ :
(હે શિષ્ય !) લજ્જા પામતા એવા આ શાક્યાદિ સાધુઓને તું જો ! કે જેઓ “અમે અણગાર છીએ” એમ કહીને અકાયના જીવોનો અનેક પ્રકારના શો દ્વારા સમારંભ કરતા બીજા જીવોની પણ હિંસા કરે છે. આ વિષયમાં ભગવંતે પરિજ્ઞા કહી છે. આ ક્ષણિક જીવિતના વંદન, માન, પૂજનને માટે; જન્મ તથા મરણથી છૂટવા માટે અને દુઃખના વિનાશ માટે તેઓ સ્વયં જ જળના શસ્ત્રનો સમારંભ કરે છે, બીજા દ્વારા જળના શસ્ત્રોનો સમારંભ કરાવે છે, જળનો સમારંભ કરતા અન્યોનું અનુમોદન કરે છે. આ સમારંભ તેમના અહિત માટે અને બોધિદુર્લભતા માટે થાય છે.
આ વાતને જાણીને સંયમનો સ્વીકાર કરીને ભગવંત કે તેમના સાધુ પાસે ધર્મ સાંભળીને આ વાત જાણે છે કે આ (અકાય સમારંભ) નિશ્ચયથી ગ્રંથિ છે, મોહ છે, સાક્ષાત્ મૃત્યુ છે અને નસ્ક છે.
(–તો પણ) તેમાં આસક્ત થઈને મનુષ્ય વિવિધ શસ્ત્રો દ્વારા અકાયની હિંસામાં સંલગ્ન થઈને અકાય જીવોની તથા તેના આશ્રિત અન્ય અનેક જીવોની હિંસા કરે છે.
તે હું કહું છું કે પાણીના આશ્રયે અન્ય અનેક જીવો રહેલા છે. (આવા જ પ્રકારનું સૂત્ર પૃથ્વીકાય સમારંભનું પણ છે. જુઓ સૂત્ર-૧૬ અને ૧૭) પોતાની પ્રવ્રજ્યાનો દેખાવ કરતા એવા અથવા સાવધ અનુષ્ઠાનથી લજ્જિત થનારા. એવા શાક્ય, ઉલૂક, કણભુક્, કપિલ આદિના શિષ્યો તેમને તું જો એવું (જૈનાચાર્યો) શિષ્યને કહે છે. અહીં અવિવક્ષિત કર્મ છે તે આ પ્રમાણે - ‘જો, મૃગ
દોડે છે’ અહીં દ્વિતીયાના અર્થમાં પ્રથમાનો પ્રત્યય છે. તેનો આ અર્થ છે - શાક્યાદિ સાધુઓ દીક્ષા લીધી છે છતાં સાવધ અનુષ્ઠાન કરે છે તેઓ પોતાને સાધુ કહે છે, એ વાત વ્યર્થ છે. કેમકે તેઓ ઉત્સિંચન, અગ્નિ, વિધાપન આદિ શસ્ત્રોથી સ્વકાય અને પરકાય શસ્ત્રો વડે ઉદકકર્મનો સમારંભ કરે છે. આવા ઉદકકર્મના સમારંભ
૩૬
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
વડે અથવા ઉદકશસ્ત્ર વડે વનસ્પતિ તથા બેઇન્દ્રિયાદિ વિવિધ જીવોને હણે છે. અહીં નિશ્ચયથી ભગવંતે પરિજ્ઞા કહી છે–
જેમ આ જીવિતવ્યના જ પરિવંદન, માનન, પૂજન, જન્મ-મરણથી મૂકાવાને માટે તથા દુઃખનો નાશ કરવા પોતે પાણીના જીવોનો સમારંભ કરે છે, બીજાઓ પાસે સમારંભ કરાવે છે અને સમારંભ કરનારાને અનુમોદે છે.
આવો ત્રિવિધ ઉદક સમારંભ તે જીવને અહિંતને માટે તથા અબોધિના લાભને માટે થાય છે. આ બધું સમજનારો પુરુષ ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિ સારી રીતે ભગવંત કે તેના સાધુ પાસે સાંભળીને જાણે છે કે-આ અકાયને દુઃખ દેવું તે પાપસમૂહ એકઠો થવા રૂપ ગ્રંથ, મોહ, મરણ અને નર્કને માટે છે. છતાં - આ અર્થમાં આસક્ત થયેલો લોક અકાયના જીવને દુઃખ દેનારા વિરૂપ શસ્ત્રો વડે પાણીના જીવની સાથે તેના આશ્રયે રહેલા બીજા પણ અનેક જીવોને વિવિધ રીતે હણે છે - ઇત્યાદિ જાણવું.
ફરી (સુધર્માસ્વામી) કહે છે આ અકાય સંબંધી તત્ત્વનું વૃતાંત મેં પૂર્વે
સાંભળેલ છે. તે પાણીમાં પોરા, મત્સ્ય વગેરે જે જીવો છે તેને પણ પાણીનો સમારંભ કરનારો હણે છે અથવા અકાયશસ્ત્ર સમારંભ તો બીજા અનેક જીવોને અનેક રીતે હણે છે. એ કેવી રીતે જાણવું ? તે પૂર્વે સૂત્ર-૧૭ની વૃત્તિમાં કહ્યું છે. આવા જીવો
અસંખ્યેય છે.
અહીં આ જીવોનું ફરી ગ્રહણ ‘પાણી'માં અનેક જીવ રહેલા છે, તે જણાવવા કર્યું છે આ પ્રમાણે અકાયજીવનો સમારંભ કરતા તે પુરુષો પાણીને તથા પાણીને આશ્રીને રહેલા ઘણાં જીવોને મારનારા થાય છે, તેમ જાણવું.
શાક્ય આદિઓ ઉદક આશ્રિત જીવોને માને છે, ઉદકને જીવ માનતા નથી
તે કહે છે
• સૂત્ર-૨૫ ઃ
અહીં જિનપવચનમાં નિશ્ચયથી હે શિષ્ય ! સાધુઓને અકાય જીવોની ‘જીવરૂપ' ઓળખ કરાવાઈ છે. અકાયના જે શસ્ત્રો છે, તેના વિશે ચિંતન
કરીને જો.
• વિવેચન :
અહીં આ જ્ઞાતપુત્રના પ્રવચન અર્થાત્ જિનપ્રવચનરૂપ દ્વાદશાંગી ગણિપિટકમાં સાધુઓને બતાવેલ છે કે ઉદક (પાણી)રૂપ જીવ છે. ‘ચ’ શબ્દથી તેને આશ્રીને પોરા, છેદનક, લોદ્રણક, ભમરા, માછલા વગેરે અનેક જીવો છે. બીજાઓએ પાણીના જીવો સિદ્ધ કરેલા નથી. શંકા - જો પાણી પોતે જીવ છે, તો તેનો પરિભોગ કરતા સાધુઓ
પણ હિંસક છે ?
સમાધાન - ના એમ નથી. અમે અટ્કાયના સચિત્ત, અચિત્ત, મિશ્ર ત્રણ ભેદ કહ્યા છે. અચિત અપ્લાયનો ઉપયોગ થાય તે વિધિ છે અન્ય પાણી સાધુ ન વાપરે. શંકા - આ પાણી સ્વભાવથી અચિત થાય કે શસ્ત્રના સંબંધથી ?