________________
૧/૧/૧/૪
હું પૂર્વદિશાથી આવ્યો છું કે દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઉર્ધ્વ, અધો કે બીજી કોઈ દિશા-વિદિશાથી આવ્યો છું. એમ વિશિષ્ટ ક્ષયોપશમ આદિ વાળાને તીર્થંકર તથા અન્ય અતિશય જ્ઞાની વડે બોધિતોને આ જ્ઞાન હોય છે. તથા પ્રતિવિશિષ્ટ દિશામાંથી આગમનના પરિજ્ઞાન સિવાય બીજું પણ આવું જ્ઞાન તેને થાય છે. જેમકે - મારા આ શરીરનો અધિષ્ઠાતા જ્ઞાન-દર્શન ઉપયોગ લક્ષણ આત્મા છે, તે ભવાંતરમાં જનાર છે. તે અસર્વગત ભોક્તા, મૂર્તિહિત, અવિનાશી, શરીર માત્ર વ્યાપી આદિ ગુણવાળો છે. આ આત્માના આઠ ભેદ છે – દ્રવ્ય, કષાય, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, વીર્ય. તેમાં અહીં મુખ્યત્વે ઉપયોગ આત્માનો અધિકાર છે. બાકીના ભેદો તેના અંશ તરીકે ઉપયોગમાં લેવાય છે તેથી કહ્યા છે.
૪૫
આ પ્રમાણે “મારો આત્મા છે'. જે અમુક દિશા-વિદિશામાંથી ગતિ પ્રાયોગ્ય કર્મના ઉપાદાનથી તેને અનુસાર ચાલે છે. જો ‘અનુસંવરRs' ને બદલે ‘‘અનુસંતરૂ' પાઠ લઈએ તો તેનો અર્થ છે - દિશાવિદિશાઓનું ગમન અને ભાવદિશામાંથી આગમનનું સ્મરણ કરે છે.
હવે ઉપસંહાર કરતા કહે છે કે- બધી દિશા-અનુદિશામાંથી જે આવેલો છે અને અનુસંચરે છે કે અનુસરે છે, તેવો હું - એવા ઉલ્લેખથી “આત્મા’ સિદ્ધ થયો. પૂર્વાદિ પ્રજ્ઞાપક દિશા અને ભાવ દિશા પણ લીધી. હવે નિયુક્તિકાર આ જ અર્થને
કહે છે—
[નિ.૬૪,૬૫,૬૬] કોઈ પ્રાણી સંસારભ્રમણ કરતો અવધિજ્ઞાન આદિ ચાર પ્રકારની સ્વમતિ વડે જાણે છે – ૪ – ૪ – અથવા અતિશયજ્ઞાની પાસેથી સાંભળીને જાણે છે અથવા તીર્થંકરના ઉપદેશથી જાણે છે કે જીવ અને પૃથ્વીકાયાદિ જીવનિકાય છે. અહીં જીવ શબ્દથી પહેલો ઉદ્દેસો અને પૃથ્વીકાયાદિ શબ્દથી છ ઉદ્દેશાના અધિકારને અનુક્રમે કહે છે.
અહીં ‘સસમ્મજ્ઞ' પદ સૂત્રમાં છે, તેમાં “નાળા' પદ વડે જ્ઞાનનો ઉપાત્ત જાણવો. મન્ ક્રિયાપદ ‘જાણવા'ના અર્થમાં છે. કેમકે “મનન કરવું એટલે મતિ.” આ જ્ઞાન અવધિ, મન:પર્યવ, કેવળ અને જાતિસ્મરણ વાળુ છે. તેમાં મનઃપર્યવજ્ઞાની અને અવધિજ્ઞાની બંને સંખ્યાતા અને અસંખ્યાતા ભવને જાણે છે, જ્યારે કેવળી નિયમથી અનંતા ભવોને જાણે છે જ્યારે જાતિસ્મરણજ્ઞાની નિયમથી (ઉત્કૃષ્ટે) સંખ્યાતા ભવોને જાણે છે.
'પર વડું વારા' એટલે જિનેશ્વરનો ઉપદેશ. જિનેશ્વરથી શ્રેષ્ઠ બીજો કોઈ નથી. બીજાઓ પાસેથી સાંભળીને (પણ જ્ઞાન થાય), પણ જિનેશ્વર સર્દેશ કોઈ બોધ દાતા નથી.
અહીં ‘સસમ્મમ' શબ્દના પરિજ્ઞાનને માટે સુખેથી સમજવા ત્રણ દૃષ્ટાંતો કહ્યા છે – (૧) ધર્મરુચિ (૨) ગૌતમ સ્વામી, (૩) ભગવંત મલ્લિનાથના છ મિત્રો. (આ દષ્ટાંત વૃત્તિ મુજબના છે - આવશ્યક પૂર્ણિમાં અન્ય પાત્રોના દૃષ્ટાંત આપાયેલા છે . તે પણ જોવાં)
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
(૧) ધર્મરુચિનું દૃષ્ટાંત - વસંતપુર નગરે જિતશત્રુ રાજા, ધારિણી મહારાણી હતા, તેને ધર્મરૂચી નામે પુત્ર હતો. કોઈ દિવસે રાજા તાપસવ્રત લેવાની ઇચ્છાથી ધર્મરૂચિને રાજ્ય સોંપવાને ઉધત થયો. ધર્મરૂચિએ માતાને પૂછયું કે મારા પિતા રાજ્યત્યાગ કેમ કરે છે ? માતાએ કહ્યું, પુત્ર ! નાસ્કી આદિ સર્વ દુઃખના હેતુભૂત, સ્વર્ગ અને મોક્ષમાર્ગમાં વિઘ્નભૂત તથા અવશ્ય દુઃખદાયી લક્ષ્મીનું શું પ્રયોજન ? પરમાર્થથી તે આ લોકમાં માત્ર અભિમાન વધારે છે, તેથી તેને છોડીને સર્વ સુખના સાધનરૂપ ધર્મને માટે તારા પિતા તૈયાર થયા છે. ધર્મરુચિએ કહ્યું કે શું મારા પિતાને હું અપ્રિય છું કે જેથી સકલ દોષથી યુક્ત એ લક્ષ્મી મને સોંપે છે અને સકલ કલ્યાણના હેતુરૂપ ધર્મથી મને દૂર કરે છે. એમ કહી પિતાની આજ્ઞા લઈને પિતા સાથે તે પણ તાપાના આશ્રમમાં ગયો.
૪૬
ત્યાં બધી તાપસસંબંધી ક્રિયા યથાયોગ્ય કરી અને રહ્યો. કોઈ વખતે અમાવાસ્યાના પહેલા એક દિવસે કોઈ તાપસે ઉદ્ઘોષણા કરી કે હે તાપસો! આવતીકાલે અનાકુદ્ધિ છે. તેથી આજે જ સમિધ, ફૂલ, કુશ, કંદ, ફળ, મૂળ વગેરે હમણાં જ લઈ આવો. આ સાંભળીને ધર્મરૂચિએ પોતાના પિતાને પૂછ્યું હે તાત ! આ અનાકુટ્ટી શું છે ? તેણે કહ્યું કંદમૂળ આદિ છેદવા એ સાવધક્રિયા હોવાથી અમાસે ન કરાય. એ સાંભળીને ધર્મરૂચિને થયું કે રોજ અનાકુટ્ટી થાય તો કેવું સારું. તેટલામાં ત્યાંથી જતા સાધુને જોઈને તેણે પૂછ્યું - આજે તમારે અનાકુટ્ટી નથી? તેઓએ કહ્યું, અમારે તો જીવનપર્યન્ત અનાકુટ્ટી છે. ધર્મરૂચિને આ સાંભળી જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવે લીધેલ દીક્ષા યાદ આવી. પ્રત્યેકબુદ્ધ થયા. આ રીતે જાતિસ્મરણ જ્ઞાન વડે વિશિષ્ટ દિશાથી આગમન જાણ્યું.
આ પ્રમાણે વલ્કલચીરી, શ્રેયાંસકુમાર આદિના દૃષ્ટાંતો પણ અહીં જાણવા. હવે પરવ્યાકરણનું દૃષ્ટાંત કહે છે - ગૌતમસ્વામીએ ભગવંત મહાવીરને પૂછ્યું કે, મને કેવળજ્ઞાન કેમ થતું નથી ? ભગવંતે કહ્યું તમને મારા પર ઘણો સ્નેહ છે. પૂર્વમાં ઘણા ભવથી તારે અને મારે આવો સંબંધ હતો, ઇત્યાદિ તીર્થંકર પાસેથી આ સાંભળીને વિશિષ્ટ દિશાનું આગમન વગેરે જ્ઞાન થયું.
હવે અવધિજ્ઞાન વડે બોધનું દૃષ્ટાંત કહે છે - મલ્લિકુંવરીને છ રાજપુત્રો પરણવાને આવેલા. પોતાના અવધિજ્ઞાન વડે આ છ ને બોધ પમાડવા પૂર્વભવ કહ્યો. છ એ મિત્રો લઘુકર્મી હોવાથી બોધ પામ્યા. વિશિષ્ટ દિશાના આગમનનું તેમને જ્ઞાન થયું.
હવે પ્રસ્તુત વિષયમાં કહે છે, ‘હું' આ પદ વડે, અહંકાર જ્ઞાન વડે, આત્મોલ્લેખથી પૂર્વાદિ દિશાથી આવેલો અને જરાપણ રોકાયા વિના ભવભ્રમણમાં પડેલો દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છું - એમ જે જાણે છે તે જ ખરી રીતે
આત્મવાદી છે.
• સૂત્ર-૫ ઃ
(સૂત્ર-૪-ની વૃત્તિમાં કહેલ આત્માને જે જાણે છે) તે જ જીવ આત્મવાદી,