________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરુભ્યો નમઃ
--ભાગ-૧
(૧) આચારાંગ-સૂત્ર/૧
the ete ટીડાનુસારી વિવેચન
૧૭
* ભૂમિકા ઃ
“આચાર” સૂત્રનો ક્રમ પહેલો છે. બાર અંગસૂત્રોમાં પણ “આચાર” એ પહેલું “અંગ” સૂત્ર છે. પ્રાકૃતમાં તે “આયાર' નામે પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં “આચાર”નામે ઓળખાય છે અને વ્યવહારમાં આ આગમ “આચારાંગ'' સૂત્રના નામે પ્રસિદ્ધ છે. આ અંગસૂત્રના બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલું શ્રુતસ્કંધ “બ્રહ્મચર્ય (આચાર)” અને બીજું શ્રુતસ્કંધ “આચારણ'' નામે પણ ઓળખાય છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયનો છે. જેમાં સાતમું અધ્યયન ઘણાં કાળથી વિચ્છેદ પામેલ છે. બીજા શ્રુતસ્કંધમાં હાલ ચાર ચૂડા અર્થાત્ ચૂલિકાઓ છે. આ ચૂલિકાઓમાં પણ બીજા અધ્યયનો છે.
-
‘આચારાંગ' સૂત્રનો મુખ્ય વિષય “આચાર” છે. જેમાં મુનિવરોના આચારોનું વર્ણન મુખ્યતાએ જોવા મળે છે. મોક્ષમાર્ગની આરાધના માટે આચરણની મુખ્યતા છે. આ આચાર વિષયક જ્ઞાન આ આગમસૂત્રમાં નિરૂપીત થયેલ છે. મુનિ કોને કહેવાય ? તેની વ્યાખ્યા દ્વારા “આચાર” સૂત્રમાં જીવ અસ્તિત્વ, પૃથ્વીકાયાદિ છ કાયોનું નિરૂપણ, સંસારનું કારણ, અપ્રમાદનો ઉપદેશ, મોક્ષપ્રાપ્તિ, મોક્ષાભિલાષીનું સ્વરૂપ, સંયમમાર્ગ, આત્મનિગ્રહ, કાયવમન, અપ્રમત્ત્વ, સાવધકર્મત્યાગ ઇત્યાદિ અનેક વિષયોનો અહીં સમાવેશ છે.
-
આ આગમના મૂળ સૂત્રનો પૂર્ણ અનુવાદ અમે નોંધેલ છે. વિવેચન માટે અમે “ટીકાનુસારી વિવેચન” શબ્દ એટલે પસંદ કર્યો છે કે વિવેચનમાં અમે નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિ ત્રણેનો આધાર લીધો છે. અહીં માત્ર વૃત્તિનો અનુવાદ નથી, પરંતુ ચૂર્ણિ આદિના અંશો પણ છે, તો સામે પક્ષે વ્યાકરણ, ન્યાય, વાદો જેવી વસ્તુ છોડી પણ દીધેલ છે, તો વળી ઉપયોગી એવા સંદર્ભોની પણ નોંધ કરી છે.
અનેક આધુનિક વિદ્વાનોએ ભૂમિકામાં વિદ્વતાપૂર્ણ ઉલ્લેખો અભિનવકાળે નોંધ્યા છે, પણ અમે આ વિષયમાં મૌન રહેવાનું જ ઉચિત માનીએ છીએ.
1/2
૧૮
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
૬ શ્રુતસ્કંધ-૧
• વિવેચન - ( જેઓને સુત્રોની જ ટીકા જોવી હોય તેઓએ સીધું જ પેજ....૧૫ જોવું)
વીતરાગ પરમાત્માને નમસ્કાર, સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર.
તીર્થ અર્થાત્ જૈનશાસન જયવંતુ વર્તે છે. કેમકે - (૧) આ તીર્ણ થકી બધી વસ્તુ તથા તેના પર્યાયના વિચારો દર્શાવીને અન્યતીર્થીઓના મંતવ્યોને નિવાર્યા છે. (૨) આ તીર્થ પ્રત્યેક તીર્થના નયવાદના સમૂહને કારણે પ્રતિષ્ઠા પામેલું છે, (૩) આ તીર્થે બહુ પ્રકારે ભંગી દર્શાવીને જે સિદ્ધાંતો સિદ્ધ કર્યા છે તેના વડે કુમાર્ગની કાળાશને ધોઈ નાંખેલ છે, (૪) આ તીર્થ અનાદિ અનંત-શાશ્વત છે, અનુપમ છે તેમજ (૫) જિનેશ્વરોએ ઉપદેશ આપતાં પહેલાં આ તીર્થને નમસ્કાર કર્યો છે.
વૃત્તિના આરંભે વૃત્તિકાર કહે છે કે - (૧) જે રીતે ભગવંત મહાવીરે જગા જીવોના હિતને માટે “આચારશાસ્ત્ર”ને વર્ણવ્યુ છે, તેવી જ રીતે વિનયભાવથી કહેવાયેલ મારી આ વાણીને બુદ્ધિમાન લોકો (અધ્યયનાદિ થકી) પવિત્ર કરો, (૨) ગંધહસ્તિ આચાર્યએ કરેલ “શસ્ત્રપરિજ્ઞા”નું વિવરણ બહુ મહેનતે પણ સમજવું દુષ્કર હતું, તેથી સહેલાઈથી તેનો બોધ થઈ શકે માટે તેનો સાર માત્ર ગ્રહણ કરું છું.
રાગ દ્વેષ મોહ આદિથી હારેલા સર્વે સંસારી જીવો કે જે શરીર અને મન
સંબંધી અનેક અતિ કડવા દુઃખ-સમૂહથી પીડાયેલા છે, તે દૂર કરવા માટે હેયઉપાદેયનું જ્ઞાન મેળવવા તેમણે નિશ્ચયથી પ્રયત્ન કરવો જોઈએ. આવો પ્રયત્ન વિશિષ્ટ વિવેક વિના ન થાય. આવો વિવેક સર્વ સમૂહોનો અતિશય પ્રાપ્ત કરેલ આપ્ત પુરુષના ઉપદેશ વિના પ્રાપ્ત થતો નથી. આવા આપ્ત પુરુષ રાગ, દ્વેષ, મોહ આદિ દોષોનો સર્વથા ક્ષય કરવાથી થાય છે. આવા આપ્ત પુરુષ અરિહંતો જ છે, તેથી અમે અહિંતના વચનનો અનુયોગ (અર્થકથન) કરીએ છીએ.
આવો અનુયોગ ચાર પ્રકારે છે - (૧) ધર્મકથાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) દ્રવ્યાનુયોગ, (૪) ચરણકરણાનુયોગ. તેમાં ઉત્તરાધ્યયન આદિ ધર્મકથાનુયોગ છે, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ ગણિતાનુયોગ છે, ચૌદ પૂર્વ તથા સંમતિ આદિ ગ્રંથો દ્રવ્યાનુયોગ છે અને “આચાર” વગેરે સૂત્રો ચરણકરણાનુયોગ છે. આ ચોથો અનુયોગ બધામાં મુખ્ય છે કારણ કે બાકીના ત્રણમાં તેનો અર્થ બતાવેલ છે. કહ્યું છે કે - “ચાસ્ત્રિના સ્વીકારને માટે બાકીના ત્રણ અનુયોગો છે, વળી ચાસ્ત્રિના સ્વીકારના કારણો ધર્મકથા, કાળ અને દિક્ષાદિક છે. દ્રવ્યાનુયોગથી દર્શન શુદ્ધિ થાય છે અને દર્શનશુદ્ધિથી ચાસ્ત્રિ ગ્રહણ થાય છે. ગણધરોએ પણ તેથી જ તેનું પહેલું વિવેચન કર્યું છે. તેથી તે પ્રમાણે આચારાંગનો પહેલો અનુયોગ કરીએ છીએ.”
આ અનુયોગ મોક્ષ દેનારો હોવાથી તેમાં વિઘ્નનો સંભવ છે. કહ્યું છે કે -
સારા કાર્યોમાં મોટાઓને પણ વિઘ્નો આવે છે, પણ અકલ્યાણમાં પ્રર્વતનારાઓને કોઈ વિઘ્ન આવતું નથી, તેથી સર્વ વિઘ્નોના ઉપશમન માટે ‘મંગલ’' કહેવું જોઈએ. આ મંગલ આદિ મધ્ય અને અંત એવા ત્રણ ભેદે છે. તેમાં (૧) આદિ મંગલ છે