________________ 1/5/6/181 269 o નિરાકરણ કરે. આ મનુષ્યલોકમાં સંયમમાં તિ કરે. કેમકે પરમાર્થથી વિચારતાં એકાંત અત્યંત રતિ સંયમમાં છે. તે સંયમને આસેવનપરિજ્ઞા વડે જાણીને તેમાં લીન રહી સંયમ અનુષ્ઠાનમાં વિચરે. કઈ રીતે ? તે કહે છે, નિષ્ઠિત એટલે મોક્ષ. તેનો અર્થી બન. અથવા નિહિત એટલે પરિસમાપ્ત. અર્થ એટલે પ્રયોજન. તે પ્રયોજનવાળો વીર તે કમને વિદારણ કરવામાં તૈયાર બનીને સર્વજ્ઞ બતાવેલા આસારાદિમાં સર્વકાળ યત્ન કરીને કર્મશત્રુને જીત કે મોક્ષમાર્ગે જા. - x - આવો ઉપદેશ વારંવાર શા માટે કરે છે ? તે કહે છે• સૂઝ-૧૮૨ - ઉપર નીચે, તીઠ્ઠિ દિશામાં સવ્ય કર્મના અરાવો કહ્યા છે. આ આયવો પ્રવાહ સમાન છે, તેથી તેને સોત કહે છે. જ્યાં જ્યાં આસક્તિ છે, ત્યાં ત્યાં કર્મનું બંધન છે, તે તું જે. * વિવેચન - શ્રોત એટલે કર્મને આવવાના આસવદ્વારો. તે દરેક ભવના અભ્યાસથી વિષય અનુબંધાદિથી જીવ ગ્રહણ કરે છે. ઉર્વશ્રોત તે વૈમાનિક સ્ત્રી કે વૈમાનિક સુખની ઇચ્છા. અધો સુખ તે ભવનપતિના સુખની ઇચ્છા અને તિછશ્રિોત તે વ્યંતર-તિર્યચમનુષ્યની વિષયઇચ્છા. અથવા પ્રજ્ઞાપક આશ્રયી ઉd તે પહાડના શિખર આદિ, અધો તે નદી-કિનારાની ઉંડી ગુફા વગેરે. તીછ તે આરામ સભા આદિ સ્થાનો. તે બનાવટી કે સ્વાભાવિક હોય અથવા કર્મપરિણતિના કારણે મળેલા છે. આ બધાં કર્મના આસવ સ્થાનો છે. તેથી શ્રોત કહ્યા છે. આ ત્રણ પ્રકારો તથા બીજા પાપોના ઉપાદાન હેતું વડે પ્રાણીને થતી આસક્તિ કે કર્મના અનુસંગને તું જો. તેમજ - x * તું સદા જૈનાગમ પ્રમાણે ઉધમ કર. * સૂત્ર-૧૮૩ - ભાવાવનું નિરીક્ષણ કરીને આગમવિ તેનાથી વિરત થાય. આયવસોતનો ત્યાગ કરીને પdજ્યા લઈ આ મહાપુરુષ અ-કમ થઈને બધું જુએ અને જાણે. પાલિોચના કરી પાણીની આગતિ-ગતિને જાણીને વિષયજનિત સુખની આકાંક્ષા કરતા નથી. * વિવેચન : સગદ્વેષ વિષય કષાયરૂપ કે કર્મબંધ રૂપ જે ભાવ આવતું તેને જોઈને આ વિષયરૂપ ભાવવઈમાં આગમ જ્ઞાતા બનીને તેનાથી વિરમે. એટલે કે આશ્રવ નિરોધ કરે. પાઠાંતર મુજબ આસવનિરોધ કરીને કર્મનો તે અભાવ કરે. આસવ નિરોધ માટે દીક્ષા લે તે જ પ્રત્યક્ષ પ્રયોજન છે. - x - જે કોઈ મહાપુરુષ ઉત્તમ સંયમના કૃત્યો કરે તે અકમ અર્થાત્ ઘાતિકર્મરહિત બને. તેના અભાવે વિશેષથી જાણે અને સામાન્યથી જુએ. વિશેષ ઉપયુક્ત બધી લબ્ધિ પામે. તેથી તે પૂર્વે જાણે છે પછી જુએ છે. આ રીતે ઉપયોગ-કમ બતાવ્યો. તે ઉત્પન્ન દિવ્યજ્ઞાનથી ત્રણ લોકમાં મુગટ સમાન બને, આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સુર-અસુર-નરેન્દ્રથી પૂજ્ય બને, સંસાર સમુદ્ર પારવર્તી અને સર્વજ્ઞ બની તે જ્ઞાતડ્રોય સુર-અસુર-મનુષ્યની પૂજા પામીને તેને કૃત્રિમ, અનિત્ય, અસાર તથા સોપાધિક માનીને, ઇન્દ્રિય વિષય સુખની નિસ્પૃહતાવી તેની ઇચ્છા ન કરે. વળી આ મનુષ્યલોકમાં રહ્યા છતાં કેવળજ્ઞાનથી જીવોની આગતિ-ગતિરૂપ સંસાર ભ્રમણ અને તેના કારણોને જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે દૂર કરે. તે દૂર કરવાથી શું થાય ? * સૂત્ર-૧૮૪ : સંસારના આવાગમનને જાણી જન્મમરણના વૃત્ત માગીને પાર કરી લે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તે મુક્તાત્માનું સ્વરૂપ બતાવવા માટે કોઈ શબ્દ સમર્થ નથી. તર્કની ત્યાં ગતિ નથી. બુદ્ધિનો ત્યાં પ્રવેશ નથી તે આત્મા કર્મમળથી રહિત જ્યોતિ સ્વરૂપ છે. ક્ષેત્રજ્ઞ છે. તે આત્મા લાંબો નથી, ટૂંકો નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચોરસ નથી, મંડલકાર નથી. કાળો, નીલો, લાલ, પીળો કે સફેદ નથી. સુગંધી કે ગાધી નથી. તે તીખો, કડવો, તો, ખાટો, મીઠો નથી. તે કઠોર, કોમળ, ભારે, હલકો, ઠંડો, ગરમ, નિશ્વ કે રક્ષ નથી. તે શરીરધારી કે જન્મધમાં નથી. તે સંગરહિત છે. તે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. તે જ્ઞાતા છે, પરિજ્ઞાતા છે, તેના માટે કોઈ ઉપમા નથી. તે અરૂપી સત્તાવાળો છે, તે પદાતીત છે. તેનું વર્ણન કરવા કોઈ શબ્દો નથી.) - વિવેચન : જન્મ અને મરણના માર્ગના ઉપાદાન કારણરૂપ કર્મને તે કેવલી અતિક્રમે છે. અર્થાતુ બધાં કર્મોનો ક્ષય કરે છે. કર્મક્ષય થવાથી શું ગુણ થાય ? વિવિધ-પ્રધાન પુરપાર્થપણે ચેલાં શાસ્ત્રાર્થથી તપ અને સંયમ અનુષ્ઠાન વડે મોક્ષ કહ્યો છે. આ મોક્ષ બધાં કર્મના મોક્ષરૂપ કહ્યો છે. અથવા વિશિષ્ટ આકાશ પ્રદેશરૂપ મોક્ષમાં છે. ત્યાં તે આત્યંતિક, એકાંતિક, અનાબાધ સુખવાળા અને ક્ષાયિક જ્ઞાન-દર્શનયુકત બની અનંતકાળ રહે છે. ત્યાં કેવી રીતે રહે છે ? તે કહે છે ત્યાં શબ્દોની પ્રવૃત્તિ નથી, શબ્દોથી કહેવાય તેવી કોઈ અવસ્થા નથી. સંપૂર્ણ સ્વરો ત્યાં નથી, વાચ્ય-વાચક સંબંધ નથી. કેમકે શબ્દો તો રૂ૫, સ, ગંધ, સ્પર્શ સમજવામાં સંકેત કાળે ગ્રહણ કર્યા હોય ત્યારે કે તેની તુલનાએ પ્રવર્તે છે. પણ ત્યાં સિદ્ધોને શબ્દાદિ પ્રવૃત્તિ નથી. તેથી મોક્ષ અવસ્થા શબ્દોથી કહેવાય તેમ નથી. તે ઉપેક્ષણીય પણ નથી. જ્યાં પદાર્થનો સંબંધ હોય ત્યાં તેના અધ્યવસાયના અસ્તિત્વમાં તર્કો થાય. પણ જ્યાં તે નથી ત્યાં શબ્દોની પ્રવૃત્તિ કઈ રીતે થાય ? મનન કરવું તે મતિ છે. તે મનનો વ્યાપાર છે. વિચારની ચાર ભેદે ઔત્પાતિકી આદિ બદ્ધિ છે, ત્યાં તેનું પ્રયોજન નથી. મોક્ષાવસ્થામાં બધા વિકલ્પોનો અભાવ છે. મોક્ષે જનારા જીવોને એક પણ કર્મ સાથે હોતું નથી. તે એકલો-સર્વ મલકલંકથી સહિત હોય છે. વળી તેમને ઔદારિક શરીર વગેરેનું કે કમનું પ્રતિષ્ઠાન નથી માટે