________________ ૧/૫/પ/૧૭૬ 263 વધે; સમ રહે, ઘટે કે ન રહે એવા જીવના વિચિત્ર પરિણામો છે તે બતાવે છે (1) તે શ્રદ્ધાવાન્ - X - દીક્ષા લીધા પછી પણ જિનવચનને શંકારહિત સાચું માને. પછીથી પણ શંકા આદિથી હિત નિર્મળ સમ્યકવવાળો થાય અને તીર્થકર ભાષિતમાં શંકાદિ ઉત્પત્તિ ન થાય. (2) કોઈ દીક્ષા લેતા શ્રદ્ધાથી માને છતાં પછી -x* કોઈ એકાંત પક્ષ પડે * x * પૂવપિર વિચાર ન કરે, ડ્રોય પદાર્થ ગહન હોવાથી મતિ મુંઝાતા મિથ્યાત્વના અંશનો ઉદય થાય તો તે જિનવચનને સમ્યફ ન માને. અનંત ધમત્મિક વસ્તુને કોઈ એક નયથી તે સાધુ વિચારે છે જેમકે નિત્ય તે અનિત્ય કેમ થાય ? અનિત્ય તે નિત્ય કેમ થાય ? - x *x - ઇત્યાદિ અસભ્ય ભાવને પામે છે. પણ એવું વિચારતો નથી કે વસ્તુ અનંત ધર્મવાળી અને બધા નયના સમૂહસ્થી યુક્ત છે. આ અતિગહન દર્શન હોવાથી મંદબુદ્ધિવાળાને તે માનવું શ્રદ્ધાથી જ શક્ય છે. - 4 - કહ્યું છે કે, “નૈગમ, સંગ્રહ આદિ બધા નયો વડે નિયત એક એક અંશથી અન્યતીથિંક શાસનવાળાએ બતાવેલ જ બહુ પ્રકારના ગમપર્યાયો વડે સંપૂર્ણતા પામેલ તમારું વચન શ્રદ્ધા કરવા યોગ્ય છે. પણ હેતુથી જાણવા યોગ્ય નથી.” જેથી વિચારવું કે હેત તો એક નયના અભિપ્રાય પ્રમાણે વર્તે છે તથા એક ધર્મને સાધે છે. પણ બધાં ધર્મને સાધનાર હેતુ અસંભવ છે. (3) કોઈ મિથ્યાત્વના અંશથી મુંઝાયેલાને શંકા થાય કે પુદ્ગલથી શબ્દ કેમ બને ? ઇત્યાદિ સમ્યક્ માન્યતા હોય - x * પણ આ શંકા ગુર ઉપદેશથી દૂર થતાં તે શ્રદ્ધાવાળો થાય છે કે જો શબ્દ પુદ્ગલનો બનેલો ન હોય તો કાન ઉપર તેનો અનુગ્રહ કે ઉપઘાત કેમ થાય ? ઇત્યાદિ - x * સમજીને સમ્યકત્વ પામે. (4) કોઈને આગમમાં રમણતા ન થવાથી મતિ અપરિણત થતા વિચારે કે ચોક જ સમયમાં પરમાણુ લોકાંતે કેવી રીતે જાય ? એવું ખોટું માનતા કોઈ સમયે પુરો મિથ્યાત્વી બને છે. તે માને છે કે ચૌદ રાજલોકના એક છેડાથી બીજા છેડે જતાં * x * કાંતો સમયનો ભેદ પડે - X * અથવા પરમાણુ તેટલો મોટો હોય * x * તે મિથ્યા આગ્રહી એમ ન વિચારે કે વિરસા પરિણામથી શીઘ ગતિને લીધે પરમાણુનું એક સમયમાં અસંખ્યય પ્રદેશગમન થાય છે. * * * * * * * (5) હવે આ ભાંગાનો ઉપસંહાર કરતા કહે છે - [જિન વચન] સાયું છે. એવું માનીને શંકા આદિ છોડીને તે વસ્તુ ન વડે તેવા જ રૂપે સમ્યક્ કે અસમ્યક્ પૂર્વે ભાવિ હોય તો પણ સમ્યક્ પર્યાલોચનાથી શિષ્ય સમ્યક્ શ્રદ્ધાવાળો થાય. * X - (6) હવે તેથી ઉલટું બતાવે છે - કોઈ વસ્તુ ખોટી રીતે માનતા શંકા થાય તે સમયે વસ્તુ ખોટી કે સાચી વિચારી હોય તો પણ - x * ખોટા વિચારને લીધે અશુભ અધ્યવસાય હોવાથી તે મિથ્યાત્વ છે. કારણ કે, “જેવી શંકા કરે તેવો જ ભાવ મેળવે” એવું વચન છે. અથવા સમ્યક્ માનનારને બીજી રીતે ખુલાસો કરે છે * x * શમિતાને માનનારો શુભ અધ્યવસાયી ઉત્તકાળે પણ શમિત એટલે ઉપશમવાળો જ રહે છે. 264 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ જ્યારે બીજા તો શમિતાને માનવા છતાં કષાયના ઉદયથી શમિતા થાય છે. આ પ્રમાણે બીજા ભાંગામાં પણ સમ્યક્ શબ્દની યોજના કરવી કે સારું વિચારે તો સારું કુલ મેળવે, આવું વિચારતો બીજાને પણ ઉપદેશ દેવા સમર્થ થાય. કહ્યું છે આગમ પરિણત મતિવાળો યથાયોગ્ય પદાર્થનો સ્વભાવ બતાવવાથી આ યોગ્ય છે . આ અયોગ્ય છે એવું વિચારતો વિદ્વાન બીજ નહીં વિચારતાને પણ સમજાવે છે એટલે - x * ગતાનુગતિકતા વડે શંકાથી દોડતાને કહે છે, માધ્યસ્થતા રાખી સમ્યમ્ ભાગથી તે વિચાર કે જિન કથિત જીવાદિ તવ યુક્તિ યુકત છે કે નહીં ? તે આંખો મિંચીને વિચાર અથવા સંયમને સારી રીતે પાળનાર હોય, તે સંયમ સારી રીતે ન પાળનારને કહે છે, સમ્યગુ ભાવ પામીને સંયમમાં સારી રીતે ઉધમ કર. - x - એ રીતે કર્મસંતતિને ક્ષય કરનારો થઈશ. જે સંયમ સારી રીતે પાળીશ તો કર્મ ક્ષય થશે અન્ય રીતે નહીં થાય. સારી રીતે સંયમ પાળનારને શું લાભ થાય ? તે સમ્યક રીતે દીક્ષા લેવા તૈયાર થયેલાને શંકારહિત શ્રદ્ધાવાળો થઈ ચાસ્ત્રિ લઈ ગુરુકુલે કે ગુરુ આજ્ઞામાં જે ગતિ કે પદવી પ્રાપ્ત થાય તેને હે શિષ્યો તમે સારી રીતે જુઓ. જેમકે - સર્વલોકમાં પ્રશંસા, જ્ઞાનદર્શનમાં સ્થિરતા, ચાસ્ત્રિમાં વિપ્રકંપતા, શ્રુતજ્ઞાનની આધારતા થાય છે અથવા સ્વર્ગ કે મોક્ષમાં ગતિ થાય. તે જુઓ. *x * સંયમમાં પ્રયત્ન ન કરનારને વિરૂપ ગતિ થાય તે કહે છે જેઓ અસંયમમાં બાલભાવમાં રમેલા છે તે સકલ કલ્યાણના આધારરૂપ સુગતિ ન પામે. તેથી તું દીક્ષા લઈને બાલચેષ્ટા ન કરીશ. તેવો બાલ-આચાર શાજ્યાદિ મતવાળા આચરે છે. તેઓ કહે છે કે, આત્મા અમૂર્ત હોવાથી તેના અતિપાત ન થાય. - x - જેમ વૃક્ષ બાળવા કે છેદવાથી આકાશ બળતું નથી, તેમ શરીરના વિકારથી આત્માને કંઈ પણ થતું નથી. કહ્યું છે કે, આત્મા જન્મતો નથી, મરતો નથી -x - જીવને શો છેદે નહીં, અગ્નિ બાળે નહીં, પાણી ભજવે નહીં, પવન શોષવે નહીં. આ આત્મા અચ્છેધ, અભેધ, અવિકારી, નિત્ય, સતત ગમક, અચલ, સનાતન છે. આવા વિચારોથી પ્રાણીને હણવા પ્રવૃત્તિનો નિષેધ કરવા કહે છે * સૂત્ર-૧૭ : તું તે જ છે જેને તું હનન યોગ્ય માને છે, તું તે જ છે જેને તું આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે, તું તે જ છે જેને તે પરિતાપ દેવા યોગ્ય માને છે . જેને ગ્રહણ કરવા યોગ્ય માને છે . જેને મારવા યોગ્ય માને છે. પણ જ્ઞાની પુરષ જુ હોય છે. તેથી તે વાત કરતા નથી, કરાવતા નથી કરેલા કમનુિસાર પોતાને તેનું ફળ ભોગવવું પડે છે. તેથી કોઈને હણવાની ઇચ્છા ન રહી. વિવેચન : તું જેને હણવાનો વિચાર કરે છે, તે તું જ છે. * x * જેમ તમે માથુ, હાથ, પગ, પડખા, પીઠ, પેટવાળા છો, તેમ જેને તમે હણવા યોગ્ય માનો છો, તે પણ તેવો જ છે, જેમ તમને કોઈ મારવા આવે તો જોઈને દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય. દુ:ખ આપવાથી પાપ થાય છે. અર્થાત મારવા વડે અંતર આત્માની હિંસા નથી પણ