________________ 1/5/4/169 ર૫૩ પ્રવચત હીલના થાય. ગામડામાં બ્રાહ્મણ આદિથી તિરસ્કાર થાય તો પરસ્પર વિવાદ કે મારામારી થાય. આ બધું ગચ્છવાસીને ન સંભવે, કેમકે ગુરુ ઉપદેશથી શાંત કરે. આકોશ, વધ, માર, ધર્મભંસાદિ બાળકોને સુલભ છે, છતાં ઉત્તરના દોષોને અભાવે ધીર માણસ તેમાં લાભ માને. આવા ઉપદેશથી ગચ્છવાસી શિષ્યને ગુર અનુશાસિત કરે. પણ એલાને ફક્ત દોષ જ સંભવે છે– સમુદાયના ઉધત વિહારીને છોડીને એકલા વિચરતા સાધુને રોગવૃદ્ધિ થતાં છકાય વધમાં તે પડે છે. તેને સ્ત્રી, કૂતરા તથા પ્રત્યેનીકથી દુ:ખ થવા સંભવ છે. ભિક્ષા અશુદ્ધિ તથા મહાવ્રતમાં પણ દોષ લાગે માટે બીજા સાધુ સાથે વિચરવું. ગયછમાં રહેનારને ઘણાં ગુણો થાય. તેની નિશ્રાએ બીજા બાળ, વૃદ્ધને ઉધતવિહાર થાય * * * * * ગચ્છમાં ઉધત વિહારી બીજા સીદાતાને પણ વિહાર કરાવે. આ રીતે એકાકીના દોષ અને ગચ્છવાસીના ગુણો જાણી કારણાભાવે વ્યક્ત પણ રોકચય ન કરવી. તો અવ્યક્તને એકલ વિહાર ક્યાંથી યોગ્ય છે ? શંકા - જેનો સંભવ હોય તેનો પ્રતિષેધ થાય, પણ એકાકી વિહાનો સંભવ નથી. કેમકે કયો મૂર્ણ સોબતીને છોડી, એકલ વિહાર પસંદ કરે. સમાધાન - કર્મ પરિણતિથી કંઈ અશકય નથી. સ્વાતંગ જે રોગ છે તેને ઔષઘતુલ્ય માને, બધાં દુઃખોના પ્રવાહમાં તણાતાને બચવા માટે સેતુ સમાન સંપૂર્ણ કલ્યાણના એક સ્થાનરૂપ શુભ આચારના આધાર એવા ગચ્છમાં રહેનાર સાધુ પ્રમાદથી કોઈ ભૂલ કરે ત્યારે ઠપકો અપાય ત્યારે તે સાધુ તેને અવગણીને સદુપદેશ કે સદ્ધર્મને વિચાર્યા વિના, કષાયના કટુ વિપાકને અવધાર્યા વિના, પરમાર્થને પાછળ સખીને, ખાનદાની છોડી, વચન પણ સહન ન કરતા કેવળ સુખની ઇચ્છાથી ગણિત આપદા પામવા ગચ્છથી નીકળી જાય છે. તેઓ બંને લોકમાં દુઃખી થાય. જેમ સાગરના માછલા સમુદ્રનો ક્ષોભ સહન ન કરીને સુખની ઇચ્છાથી બહાર જતા નાશ પામે, તેમ સુખાભિલાષી સાધુ એકલો પડી નાશ પામે. ગચ્છ સમુદ્રમાં રહેતા સાધુ પ્રમાદથી ભૂલ કરે ત્યારે પ્રેરણા કરતા નીકળી જાય તો તે સુખના વાંક માછલા માફક નાશ પામે. જેમ શકુની પક્ષી પાંજરામાં પૂરેલ હોય તો હિંસા ન કરે, તેમ સારણા, વારણા, પ્રેરણા પામી પાસસ્થા પણ ગચ્છમાં હોય તો સુધરી જાય. જેમ પક્ષીનું બચ્ચું પાંખો ન હોય છતાં માળામાંથી ઉડવા પ્રયત્ન કરે તો બીજા પક્ષી ઉપાડી જાય, તેમ શ્રુત અને વય રૂ૫ પાંખ વિનાના સાધુને અન્યતીર્થિકો ભ્રષ્ટ કરે. તે બતાવે છે * સૂઝ-૧૩૦ કેટલાક મનુષ્ય વચનમાત્રથી ક્રોધિત થઈ જાય છે. પોતાને ઉજ્જત માનતા અભિમાની પણ મહામોહથી મૂઢ બને છે. એવા અજ્ઞાની, અતવદર્શી પુરુષને વારંવાર બાધાઓ આવે છે, જેનું ઉલ્લંઘન કરવું તેના માટે કઠિન હોય છે. હૈિ શિષ્ય ! તને એવું ન થાઓ. આ જિનેશ્વરનું દર્શન છે. તેથી સાધક ગુર વચનમાં જ દૈષ્ટિ રાખે, તેમાં જ મુક્તિ માને, તેને જ આગળ રાખે, તેનું જ 254 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સંજ્ઞાન-મૃતિ સખે, તેમના જ સાIિધ્યમાં રહે. સદા જયણાપૂર્વક વિચરે, ચિત્તને ગતિમાં એકાગ્ર કરે, માર્ગનું અવલોકન કરે, જીવ-જંતુ જોઈને પગને આગળ વધતા રોકે, માર્ગમાં આવતા પાણીને જોઈને જયણાપૂર્વક વિહાર કરે. - વિવેચન : કોઈ વખત તપ, સંયમ અનુષ્ઠાનથી સીદાતા કે પ્રમાદથી ભૂલ કરે ત્યારે ગુરુ આદિ ધર્મ-વચનથી કંઈ કહે ત્યારે પરમાર્થને ન જાણનારા કેટલાંક સાધુ ક્રોધાયમાન થાય છે અને બોલે છે કે, મને આટલા સાધુ વચ્ચે ઠપકો કેમ આયો ? મેં શું ભૂલ કરી ? અથવા બીજા પણ આ ભૂલો કરે છે. તો મને પણ એટલો અધિકાર છે. મારા જીવિતને ધિક્કાર છે. એમ વિચારતા મહામોહના ઉદયથી ક્રોધ-અંધકામ્ય આચ્છાદિત દષ્ટિવાળા સમુચિત આચાર છોડીને, જ્ઞાન કે વયથી અવ્યક્ત છતાં ગચ્છ સમુદ્રમાંથી નીકળી માછલાની જેમ વિનાશ પામે છે. અથવા કોઈ વચનથી કહે કે, આ લોચ કરાવેલા, મેલથી ગંધાતા શરીરવાળા સવારમાં આપણે જોવા. આવું સાંભળી કેટલાંક સાધુ ક્રોધથી અંધ બને છે. કોઈનો સ્પર્શ થાય તો પણ કોપે છે. કોપિત થઈ બીજા સાથે લડે છે. એવા અનેક દોષોઅવ્યક્તને એકલા વિહારમાં ગુરુ આદિના નિયમનને અભાવે ઉદભવે છે. ગુરુ સાથે હોય તો આવો ઉપદેશ આપે કે, બુદ્ધિમાને ક્રોધ આવે ત્યારે તવ શોધવામાં બુદ્ધિ જોડવી. જો કહેનાર સાચો હોય તો કોપ શા માટે ? જો તે જૂઠો હોય તો શા માટે કોપવું ? જો તારે અપકારી ઉપર જ કોપ કરવો હોય તો તે કોપ ઉપર જ કોપ કેમ થતો નથી કેમકે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેને વિનકારી કોપ છે. પ્રશ્ન- કયા કારણે વચનથી પણ ઠપકો આપતાં આ લોક પરલોકને બગાડનાર, સ્વપર બાધક ક્રોધને લોકો પકડી રાખે છે ? ઉત્તર , જેને ઘણું માન છે, પોતાને ઉંચો માને છે તેવો માણસ મહામોહનીય કર્મના ઉદયથી કે અજ્ઞાનથી કાર્ય-અનાર્યના વિચારના વિવેકથી શૂન્ય થાય છે. તેવા મોહમોહિતને કોઈ શિખામણ આપે કે મિથ્યાત્વી વાણીથી તિરસ્કાર કરે ત્યારે જાતિ આદિ મદથી માનરૂપ મેરૂપતિ ચઢીને કોપાયમાન થાય છે કે મારા જેવાનો આ તિરસ્કાર કરે છે, મારી જાતિને-પુરુષાર્થને-જ્ઞાનને ધિક્કાર છે. આ રીતે અભિમાનથી ઘેરાયેલો વચનના ઠપકા માત્રથી ગચ્છમાંથી નીકળી જાય છે. અથવા નીકળ્યા પછી બીજા સાથે લેશ કરી વિડંબણા પામે છે. અથવા કોઈ અદિપે તેને ફૂલાવ્યો હોય કે, તમે ઉત્તમ કુળમાં જન્મેલ, સુંદર આકૃતિવાળા, તીણબુદ્ધિ, કોમળવયની, શાસ્ત્રવેત્તા, સુભગ, સુખસેલ છો. આવા સાચા-ખોટા વચનોથી ઉંચે ચઢાવેલો અહંકારી બનીને મહા ચાસ્ત્રિમોહથી કે સંસાર મોહથી મુંઝાય છે અને તે અહંકારી, મહામોહ મોહિતને કોઈ જા ઠપકો આપે તો કોપથી ગચ્છ છોડી દે છે. તે ઓછું ભણેલાને ગામે-ગામ એકલા વિચરતા જે દુ:ખ પડે છે, તે કહે છે તે અવ્યક્તને એકલા વિચરતા ઉપસર્ગ કે વિવિધ રોગ સંબંધી પીડા વારંવાર