________________
૧/૪/-/ભૂમિકા
[નિ.૨૨૨] સિદ્ધિમાર્ગના મૂળ એવા સમ્યક્ દર્શન વિના કર્મક્ષય ન થાય, તેથી કર્મશત્રુને જીતવાની ઇચ્છાવાળો સમ્યગ્દર્શનમાં પ્રયત્ન કરે. કેમકે નિ સમ્યગ્દર્શનીના તપ, જ્ઞાન, ચારિત્ર સફળ થાય છે. તેથી તેમાં પ્રયત્ન કરવો. બીજી રીતે સમ્યગ્દર્શનના ગુણો કહે છે–
[નિ.૨૨૩,૨૨૪] સમ્યક્ત્વની ઉત્પત્તિ થતાં અસંખ્યયગુણવાળી શ્રેણિ થાય
છે. - ૪ - ૪ - તે આ રીતે - દેશોન કોડાકોડી કર્મસ્થિતિક ગ્રંથિસત્વવાળા મિથ્યાર્દષ્ટિ કર્મનિર્જરાને આશ્રીને સમાન છે, ધર્મ પૃચ્છાથી ઉત્પન્ન થયેલ સંજ્ઞાવાળા તેમનાથી અસંખ્યેય ગુણ નિર્જરાવાળા છે. ત્યારપછી પૂછવાની ઇચ્છાવાળા બની સાધુ સમીપે જવાની ઇચ્છાવાળો અસંખ્યેય ગુણ ઉત્તમ જાણવો. ઇત્યાદિ - ૪ - ૪ - X - - X - સમ્યકત્વ ઉત્પત્તિ વર્ણવી. ત્યારપછી શ્રાવક વ્રત સ્વીકારતો વગેરે ઉત્તરોત્તર ગુણ પામેલને અસંખ્યેય ગુણી નિર્જરા જાણવી. એ રીતે સર્વવિરતિમાં જાણવું.
તેનાથી પણ પૂર્વે સર્વવિરતિ લીધેલાની અસંખ્યેય ગણી નિર્જરા જાણવી. - x - ૪ - મોહનીય કર્મ ખપાવવાની ઇચ્છાવાળો અસંખ્યેય ગુણ નિર્જક જાણવો. તેનાથી ક્ષપક, તેનાથી ક્ષીણ અનંતાનુબંધી કષાય જાણવો. [ઇત્યાદિ વર્ણન વૃત્તિમાંથી જ જાણવું. કેમકે આ વિષય ક્લિષ્ટ છે, માત્ર અનુવાદથી સમજી શકાય તેવો નથી. વિષયના તજજ્ઞ પાસેથી પ્રત્યક્ષ જ સમજવો સલાહભર્યો છે. આટલી વૃત્તિ દ્વારા સિદ્ધ એ કરે છે કે, સમ્યગ્દર્શનવાળાના તપ, જ્ઞાન, ચરણ સફળ થાય છે. પણ જો કોઈ ઉપાધિ વડે કરે તો સફળ થતા નથી. તે ઉપાધિ કઈ ?
૨૧૭
[નિ.૨૨૫] આહાર, ઉપધિ, પૂજા અને આમર્ષ ઔષધ્યાદિ ઋદ્ધિ છે અર્થાત્ તેવી ઋદ્ધિ માટે જ્ઞાન-ચાસ્ત્રિ ક્રિયા કરે તથા ત્રણ ગારવમાં આસક્ત જે ક્રિયા કરે તે કૃત્રિમ કહેવાય. જેમ જ્ઞાન-ચાસ્ત્રિનું અનુષ્ઠાન આહાર માટે કરે તે કૃત્રિમ હોવાથી મોક્ષ ન આપે. બાર પ્રકારના તપમાં પણ તેમ જાણવું. કૃત્રિમ અનુષ્ઠાતાને શ્રમણ ભાવ ન હોય. અશ્રમણનું અનુષ્ઠાન ગુણવાળું ન થાય. આ રીતે સિદ્ધ થયું કે ઉપધિરહિત દર્શનવાળા સાધુનું તપ, જ્ઞાન, ચરણ સફળ થાય છે. માટે દર્શન માટે પ્રયત્ન કરવો. દર્શન એટલે તત્વાર્થ શ્રદ્ધાન. - આ તત્વ - x - તીર્થંકરે કહ્યું છે.
પુર્ણ અધ્યયન-૪ ‘સમ્યક્ત્વ' ઉદ્દેશો-૧ ‘સમ્યવાદ' હવે સૂત્રાનુગમથી આવેલ સૂત્રને બતાવે છે–
- સૂત્ર-૧૩૯ -
હું કહું છું - ભૂતકાળમાં થયેલા, વર્તમાનમાં છે તે અને ભાવિમાં થશે તે બધા તીર્થંકર ભગવંતો આ પ્રમાણે કહે છે, આવું બોલે છે, આવું પાન કરે છે, પ્રરૂપણા કરે છે કે સર્વે પાણી, સર્વે ભૂતો, સર્વે જીવો અને સર્વે સત્વોને મારવા નહીં, તેના પર હુકમ નાં કરવો, કબ્જામાં ન રાખવા, ન સંતાપ આપવો અને પ્રાણોનો વિનાશ ન કરવો. આ ધર્મ શુદ્ધ છે, નિત્ય છે, શાશ્ર્વત છે. ખેદજ્ઞ અરિહંતો એ લોકને સમ્યક્ રીતે જાણીને કહ્યું છે. જે ધર્માચરણને માટે તત્પર છે કે તત્પર, ઉપસ્થિત છે કે અનુપસ્થિત દંડથી ઉપરત છે કે અનુપરત ઉપધિ સહિત છે કે
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
રહિત, સંયોગોમાં રત છે કે સંયોગત નથી. [તેમને ભગવંતે ઉપદેશ આપેલ છે તે જ સત્ય છે, તે જ તથ્ય છે, તે આ જિનપતરાનમાં સમ્યપે કહેલ છે. • વિવેચન :
૨૧૮
ગૌતમ સ્વામી કહે છે - જે હું કહું છું, તે હું તીર્થંકરના વચનથી તત્ત્વથી જાણીને કહું છું. તેથી તે શ્રદ્ધેય વચન છે અથવા બૌદ્ધમત માન્ય ક્ષણિકત્વ નિવારવા કહ્યું છે - જે મેં પૂર્વે કહ્યું તે હું હાલ પણ કહું છું અથવા જે શ્રદ્ધાનમાં સમ્યક્ત્વ થાય છે, તે તત્વને હું કહું છું.
જેઓ ભૂતકાળમાં થયા, વર્તમાનકાળમાં છે, ભાવિમાં થશે, તે બધા આ રીતે પ્રરૂપણા કરે છે. કાળ અનાદિ હોવાથી પૂર્વે અનંતા તીર્થંકર થયા છે. આગામી કાળ અનંત હોવાથી ભાવિમાં અનંતા તીર્થંકરો થશે. વર્તમાનકાળ આશ્રીને પ્રજ્ઞાપક અપેક્ષાએ નક્કી સંખ્યા ન હોવાથી ઉત્કૃષ્ટ કે જઘન્ય પદે કહેવાય છે તેમાં ઉત્સર્ગથી મનુષ્યક્ષેત્રને આશ્રીને ૧૭૦ તીર્થંકર હોય. તે આ પ્રમાણે - પાંચ મહાવિદેહ, પ્રત્યેકમાં ૩૨ વિજયો મળીને ૧૬૦, ભરતના-૫, જૈવતના-૫ મળીને ૧૭૦ થાય. જઘન્યથી-૨૦ હોય ૫મહાવિદેહ - x - દરેકમાં-૪- એ રીતે-૨૦ થાય. ભરત-ઐરવત બંનેમાં તો સુષમ આદિ આરામાં તીર્થંકરનો અભાવ હોય છે. બીજા આચાર્ય મહાવિદેહમાં - x - દશ
તીર્થંકર હોવાનું કહે છે.
જેઓ પૂજા સત્કારને યોગ્ય છે, તે અત્યંત કહેવાય. તેઓ ઐશ્વર્યયુક્ત ભગવંતો છે, તેઓ સંખ્યાના સંબંધમાં ઉપર મુજબ કહે છે. - ૪ - ૪ - સામાન્યથી દેવ મનુષ્યની પર્યાદામાં 'ઊર્ધમાની'માં બધા જીવો પોતાની ભાષામાં સમજે તેમ બોલે છે. એ પ્રમાણે પ્રકર્ષથી સંશય નિવારવા સાધુ વગેરેને જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ સાત તત્ત્વોને બતાવે છે. એ પ્રમાણે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ મોક્ષ માર્ગ છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બંધના હેતુઓ છે. ઇત્યાદિ - ૪ - બતાવે છે.
બધાં (૧) પ્રાણી અર્થાત્ પૃથ્વી આદિ એકેન્દ્રિય, બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિય તેમના ઇન્દ્રિય, બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુ લક્ષણ પ્રાણ પૂર્વે હતા, હાલ છે અને ભાવિમાં રહેશે. તેથી પ્રાણી કહેવાય છે. (૨) ભૂત-ચૌદ ભૂતગ્રામ. (૩) જીવવર્તમાનમાં જીવે છે, જીવશે, પૂર્વે જીવતા હતા - તે નાસ્કી, તિર્યંચ, મનુષ્ય, દેવ એ ચાર ગતિવાળા છે. (૪) સત્ત્વ-સ્વકૃત્ કર્મથી સાતા-અસાતાના ઉદયથી સુખદુઃખ
ભોગવે છે તેથી સત્ત્વ છે અથવા આ ચારે શબ્દો એકાર્યક છે. તત્ત્વ-ભેદ-પર્યાય વડે પ્રતિપાદિત કરે છે.
આ જીવોને દંડ આદિથી હણવા નહીં, બળજબરીથી હણાવવા નહીં, મમત્વભાવથી દાસ, દાસી રૂપે સંગ્રહ ન કરવો, શરીર-મનની પીડાથી સંતાપવા નહીં, તથા પ્રાણ દૂર કરવા વડે તેમનો વિનાશ ન કરવો. આવો દુર્ગતિને અટકાવવાનો અને સુગતિ પામવાનો ધર્મ જિનેશ્વરે કહ્યો છે. તે ધર્મના પુરુષાર્થના પ્રધાનપણાથી વિશેષરૂપે
બતાવે છે—