________________
૧/૬/૧૦૩
૧ce
- સૂગ-૧૦ -
તે કુશલ સાધક જે આરંભ કરે અને જે આરંભ ન કરે. અનાજીનો આરંભ ન કરે. હિંસા અને હિંસાના કારણો જાણી લોકસંજ્ઞા સર્વથા ત્યાગે.
• વિવેચન :
કુશલ જે સંયમ અનુષ્ઠાનને સંપૂર્ણ ક્ષય માટે આદરે તે મિથ્યાત્વ અવિરતિ આદિ સંસાસ્વા કારણોને ન આરંભે. એટલે સાધુપણું આસધે અને સંસારીપણું છોડે. સંસારના કારણરૂપ • x • અઢાર પ્રકારના પાપોને એકાંતે દૂર કરે. તે છોડીને સંયમ અનુષ્ઠાનના સામર્થ્યથી મોક્ષ પામે. તેમજ કેવલી કે વિશિષ્ટ મુનિએ જેને અનામીણ કહ્યું છે, તે ન કરે. પણ મોક્ષ અનુષ્ઠાનને આચરે.
ભગવંતે જે ત્યાગવા કહ્યું છે • તે હિંસા છે. તે હિંસાના કારણોને જાણીને - જ્ઞ પરિજ્ઞા એ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ભાગે.
- જો ‘ક્ષા' નો અર્થ હિંસાને બદલે ‘અવસર' લઈએ તો જ્ઞ પરિજ્ઞા વડે અવસરને જાણીને આસેવન પરિજ્ઞા વડે આચરે.
નોર્ષના - લોક એટલે ગૃહસ્થ, સંજ્ઞા એટલે વિષયસુખની ઇચ્છા કે પરિગ્રહ સંજ્ઞા. આવી સંજ્ઞા જણીને નિયમ વડે ભાગે. આવો ત્યાગ યોગગિક-કરણગિકથી સર્વથા કરે. આવા ઉક્ત ગુણવાળો, ધર્મકથા વિધિજ્ઞ, બદ્ધપતિમોચક, કમછેદન કુશળ, બંધમોક્ષાવેષી માર્ગે ચાલનાર, કુમાર્ગ રોકનાર, લોકસંજ્ઞા જ્ઞાતને શું થાય ?
• સૂત્ર-૧૦૮ :
દ્રષ્ટાને માટે કોઈ ઉદ્દેશ નથી. અજ્ઞાની વારંવાર વિષયોમાં નેહ કરે છે. તેથી તે દુ:ખોનું શમન કરી શકતો નથી. દુ:ખોથી દુઃખી બનેલો તે દુ:ખોના આવર્તમાં જ પરિભ્રમણ કરે છે. તેમ હું કહું છું.
• વિવેચન :
જેનાથી નાકાદિ ગતિ થાય તે ઉદ્દેશ છે. જે પરમાર્થ દ્રષ્ટા છે તેને બીજા ઉદ્દેશાથી લઈને આ ઉદ્દેશાના અંત સુધી જે વ્યાખ્યા કરી તે જ અર્ચને જાણવો. તથા આ બાળ, સંસાપ્રેમી, એહ કરીને કામની ઈચ્છાથી દુ:ખોનું શમન ન કરીને દુ:ખી થઈ દુ:ખના આવર્તમાં વારંવાર ભમે છે. ‘તેમ હું કહું છું” આદિ પૂર્વવત્.
અધ્યયન-૨ ‘લોકવિજય’ના ઉદ્દેશા-૬ “અમમત્ત”નો | મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
સૂગ અનુગમ તથા સૂબાલાપક નિપજ્ઞ નિક્ષેપો સૂત્ર સ્પર્શ નિતિ સહિત પૂરો થયો. તૈગમાદિતય વર્ણન અન્ય કહ્યું છે. અહીં સંક્ષેપમાં જ્ઞાન-કિચાતય પ્રધાનપણું જાણવું. એકાંત જ્ઞાન કે એકાંત કિયા ગ્રહણ તે મિથ્યાત્વ છે. બંનેને અપેક્ષાપૂર્વક સમજી બંનેને આરાધવા.
આચારસંગ સૂત્ર-શ્રુતસ્કંધ-૧ના અધ્યયન-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ |
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ * શ્રુતસ્કંધ-૧ %
(અધ્યયન-૩ શીતોષ્ણીય) • ભૂમિકા :
બીજું અધ્યયન કહ્યું. હવે ત્રીજું કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - ‘શપરિજ્ઞા'માં આ અધ્યયનનો અધિકાર કલ્લો • શીત અને ઉષણનો અનુકૂળપ્રતિકૂળ પરિષહ સહન કરવો. તે હવે કહે છે
અધ્યયન સંબંધ-શસ્ત્રપરિજ્ઞામાં કહેલ મહાવતસંપન્ન અને લોકવિજય અધ્યયન પ્રસિદ્ધ સંયમપાલક કષાયાદિ વિજેતા મુમુક્ષને જ અનુકૂળ-પ્રતિકૂળ પરિષહ આવે તો મન નિર્મળ રાખીને સમભાવે સહે. એ પ્રમાણે સંબંધથી આ અધ્યયન છે. એના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વાર છે. તેમાં ઉપક્રમમાં અધિકાર બે ભેદે છે, તેમાં અધિકાર પૂર્વે કહો. ઉદ્દેશાનો અધિકાર બતાવવા નિયુક્તિકાર કહે છે
[નિ.૧૯૮,૧૯] પહેલા ઉદ્દેશામાં કહે છે : ભાવનિદ્રામાં સુતેલા સમ્યક વિવેકરહિત છે, તે ગૃહસ્યો છે. તે ભાવસપ્તના દોષો કહે છે, જાગતાંના ગુણો કહે છે. તે આ પ્રમાણે - તમામ વ્યુહ સૂર-૧૧માં જુઓ.
બીજા ઉદ્દેશામાં તે ગૃહસ્થો ભાવનિદ્રા સંપન્ન દુ:ખ અનુભવે છે તે કહે છે. તે આ પ્રમાણે Th, frદ્વા૦ સૂગ-૧૧૬માં જુઓ.
બીજમાં ફકત દુ:ખ સહન કસ્વાથી સંયમાનુષ્ઠાન વિના બ્રમણ ન કહેવાય. તે સૂગ-૧૩૩માં gિ યુવકgo થી જણાવેલ છે.
સોયા-ઉદેશામાં કષાયોનું વમન કરવું, પાપકર્મથી વિરતિ તે પંડિત સાધુનો સંયમ છે તે બતાવ્યું. ક્ષપકશ્રેણિ કમથી કેવળજ્ઞાન, ભવોપગ્રાહી કર્મક્ષયથી મોક્ષ થાય છે. હવે નામનિષ નિણોપામાં શીતોષ્ટ્રીય અધ્યયન છે માટે શીત અને ઉણ બંનેના નિક્ષેપાને કહે છે
[નિ.ર૦૦] નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચાર પ્રકારે શીત અને ઉણના નિપા છે, નામ-સ્થાપના ગૌણ હોવાથી દ્રવ્ય શીત-ઉણને કહે છે..
[નિ.ર૦૧] જ્ઞ શરીર, ભવ્ય શરીર છોડી વ્યતિરિક્તમાં ગુણ ગુણીના અભેદપણાથી અથવા શીતકારણથી જે દ્રવ્ય દ્રવ્ય પ્રાધાન્યથી શીતલદ્રવ્ય જ દ્રવ્યશીત છે - હિમ, તુષાર, કરા વગેરે, એ જ પ્રમાણે દ્રવ્ય ઉણ જાણવું.
ભાવથી બે ભેદ છે • પુદ્ગલાશ્રિત, જીવાશ્રિત. તેમાં પુદ્ગલનો શીતગુણા ગુણની પ્રધાન વિવક્ષાથી ભાવશીત છે. એ પ્રમાણે ભાવBણ જાણવું.
જીવતે આશ્રીને શીત-ઉણરૂપ અનેકવિધ ગુણ છે. જેમકે ઔદયિક આદિ છ ભાવો. તેમાં ઔદયિક તે કર્મના ઉદયથી પ્રગટ નાકાદિ ભવમાં કષાય ઉત્પત્તિ રૂપ ઉણ ભાવ છે. ઔપશમિક તે કર્મના ઉપશમથી પ્રાપ્ત સમ્યકત્વ વિરતિ રૂપ શીત ભાવ છે. ક્ષાયિક પણ શીતભાવ છે. કેમકે તે ક્ષાયિક સમ્યકત્વ ચારૂિપ છે અથવા