________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૨૦
(૫-૬) સભ્યશ્રુત-મિથ્યાશ્રુત– સમ્યક્ અને મિથ્યા એ બંને પ્રકારના શ્રુતના દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એમ બે પ્રકાર છે. જે શાસ્ત્રોના કર્તા સમ્યગ્દષ્ટિ હોય તેમનું રચેલું શ્રુત દ્રવ્યથી ભાવશ્રુત છે. જેમ કે, દ્વાદશાંગી અને તેના આધારે પછીના આચાર્યો વગેરેએ રચેલાં શાસ્ત્રો. મિથ્યાદૃષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રો દ્રવ્યથી મિથ્યાશ્રુત છે.
૪૪
સમ્યગ્દષ્ટિને શ્રુતથી થતો બોધ ભાવસભ્યશ્રુત છે. સમ્યગ્દષ્ટિને સમ્યગ્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ તો સભ્યશ્રુત છે જ, પણ મિથ્યાર્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ પણ સભ્યશ્રુત છે. કારણ કે તેની બુદ્ધિ સમ્યક્ હોવાથી તે બંને પ્રકારના શાસ્ત્રોમાંથી સમ્યક્ બોધ કરવાની શક્તિ ધરાવે છે. મિથ્યાર્દષ્ટિને શ્રુતથી થતો બોધ મિથ્યાશ્રુત છે. મિથ્યાદષ્ટિને મિથ્યાર્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ તો મિથ્યાશ્રુત છે જ, કિંતુ સમ્યગ્દષ્ટિ જીવોએ રચેલાં શાસ્ત્રોથી થતો બોધ પણ મિથ્યાશ્રુત છે. કારણ કે તેની બુદ્ધિ મિથ્યા હોવાથી સમ્યક્શ્રુતના શ્રવણથી પણ તેને મિથ્યા બોધ થાય છે. વરસાદનું પાણી છીપમાં પડે તો મોતી થાય અને સર્પના મુખમાં પડે તો ઝેર થાય. અહીં જેમ પાત્રને અનુસારે પાણી પરિણામ પામે છે તેમ જ્ઞાન પણ પાત્રને અનુસારે પરિણામ પામે છે. આથી શાસ્ત્રો કોણે રચેલાં છે એ મહત્ત્વનું નથી, કિંતુ શાસ્ત્રોનો અભ્યાસ કરનાર પાત્ર કેવું છે તે મહત્ત્વનું છે.
આનું તાત્પર્ય એ થયું કે સમ્યગ્દષ્ટિવિરચિત શ્રુત દ્રવ્યથી સભ્યશ્રુત છે અને મિથ્યાર્દષ્ટિવિરચિત શ્રુત દ્રવ્યથી મિથ્યાશ્રુત છે. સમ્યગ્દષ્ટિનો શ્રુતબોધ ભાવથી સભ્યશ્રુત છે અને મિથ્યાર્દષ્ટિનો શ્રુતબોધ ભાવથી મિથ્યાશ્રુત છે. આનાં કારણો પ્રથમ અધ્યાયના ૩૨મા અને ૩૩મા સૂત્રના વિવેચનમાં વિસ્તારથી જણાવ્યાં છે.
(૭-૮) સાદિશ્રુત-અનાદિશ્રુત– આદિથી સહિત તે સાદિ. જે શ્રુતની આદિ=પ્રારંભ હોય તે સાદિશ્રુત. આદિથી રહિત તે અનાદિ. જે શ્રુતની આદિ=પ્રારંભ ન હોય તે અનાદિશ્રુત. કોઇ જીવ સમ્યગ્દર્શન પામે ત્યારે તેના શ્રુતની આદિ થાય છે. માટે તેનું શ્રુત સાદિ છે.
(૯-૧૦) સપર્યવસિતશ્રુત-અપર્યવસિતશ્રુત- પર્યવસાનથી=અંતથી સહિત તે સપર્યવસિત. જે શ્રુતનો અંત હોય તે સપર્યવસિત.