________________
૧૪
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦૩ અભવ્ય જીવોમાં અભવ્યત્વભાવ=મોક્ષ પામવાની અયોગ્યતા હોવાથી પ્રસ્તુતમાં તેની વિચારણા કરવાની આવશ્યકતા નથી, કારણ કે અભવ્ય જીવોને સમ્યગ્દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય જીવોમાં પણ કેટલાક અતિભવ્ય હોય છે. જાતિભવ્ય એટલે મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં જેમને ક્યારેય મોક્ષ પામવાની સામગ્રી મળવાની જ નથી તેવા જીવો. જાતિભવ્ય જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા હોય છે પણ તેમને મોક્ષની સામગ્રી જ ન મળે. જેમકે ગામડાના ઘણા જીવોમાં જ્ઞાન મેળવવાની=બુદ્ધિનો વિકાસ સાધવાની યોગ્યતા હોય છે, પણ તેમને બુદ્ધિના વિકાસની સામગ્રી જ મળતી નથી. એ જ પ્રમાણે જાતિભવ્ય જીવોમાં મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તેમને મોક્ષ પામવાની સામગ્રી ક્યારેય મળતી નથી. અભવ્ય જીવો સામગ્રી મળવા છતાં મોક્ષ ન પામે, જ્યારે જાતિભવ્ય જીવોને મોક્ષ પામવાની સામગ્રી જ ન મળે. આથી અહીં આપણે જાતિભવ્ય જીવો અંગે પણ વિચાર કરવાની આવશ્યકતા નથી.
હવે આપણે ભવ્ય જીવો અંગે વિચારણા કરીએ. દરેક ભવ્ય જીવમાં ભવ્યત્વ=મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં સમાન=એક જ સરખી નથી હોતી. દરેક જીવમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યત્વ. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે.
આંબાના ઝાડમાં ૫૦૦ કેરીઓ છે. તે દરેક કેરીમાં પાકવાની યોગ્યતા છે. છતાં તે બધી કેરીઓ એક સાથે પાકતી નથી. અમુક કેરીઓ પાંચ દિવસે પાકે છે, અમુક કેરીઓ છ દિવસે પાકે છે, તો કોઈ કેરીઓને પાકતાં તેથી પણ વધારે દિવસો લાગે છે. કોઈ કેરીઓ ઝાડ ઉપર જ પાકી જાય છે. તો અમુક કેરીઓ ઘાસમાં પાકે છે. તે જ પ્રમાણે દરેક જીવમાં તથાભવ્યત્વ=મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. કોઈ જીવ આદિનાથ ભગવાનના શાસનમાં મોક્ષ પામે છે. તો કોઈ જીવ અન્ય તીર્થકરના શાસનમાં મોક્ષ પામે છે. કોઈ જીવ ઉત્સર્પિણી કાલમાં, તો કોઈ જીવ અવસર્પિણી કાલમાં મોક્ષ પામે છે. કોઈ આલોચના લેતાં, કોઈ ભક્તિ કરતાં,