________________
અ૦ ૧ સૂ૦ ૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
ખણવાની ઇચ્છા થાય છે. જો એ પોતાના શરીરને ખણે નહિ, તો તેના મનમાં અતિ-ઉદ્વેગ ઉત્પન્ન થાય છે. આથી તે શરીરને ખણીને અરતિનો પ્રતિકાર કરે છે. છતાં તે કહે છે કે શરીરને ખણવાથી મને સુખનો અનુભવ થાય છે. તમે જ કહો કે એક નીરોગી માણસ શરીરને ખંજવાળતો નથી, જ્યારે ખૂજલીવાળો માણસ પોતાના શરીરને ખંજવાળે છે, તો આ બેમાં કોણ સુખી ? જો ખંજવાળવાથી વાસ્તવિક સુખ ઉત્પન્ન થતું હોય તો જે નથી ખંજવાળતો તે દુઃખી હોવો જોઇએ. પણ તેમ છે નહિ. એટલે કહેવું જ પડશે કે ખૂજલીવાળાને ખંજવાળથી ઉત્પન્ન થતું સુખ વાસ્તવિક સુખ નથી, કિંતુ અરતિનો પ્રતિકાર હોઇ દુઃખાભાવમાં સુખનો ઉપચાર થવાથી ઔપચારિક સુખ છે.
તે જ પ્રમાણે એક અશક્ત માણસ પુષ્ટિ લાવવા ચ્યવનપ્રાશાવલેહ, કેશરીયા દૂધ આદિ વાપરીને સુખ મેળવે છે. જ્યારે એક માણસ અત્યંત નીરોગી હોવાથી કુદરતી જ હ્રષ્ટ-પુષ્ટ છે, તેથી સાદો ખોરાક વાપરે છે. આ બેમાં કોણ સુખી ? અહીં નબળા માણસને નવું સુખ મળે છે કે દુઃખ દૂર થાય છે ? અહીં નબળાઇનું ઉપાધિજન્ય દુઃખ દૂર થાય છે. આમાં કયો વિદ્વાન ના કહી શકે ? એ જ પ્રમાણે વૈષયિક સુખનાં શબ્દાદિ સાધનોથી વિષયોપભોગની ઉત્સુકતા રૂપ ઉપાધિથી થતું અતિ રૂપ દુઃખ દૂર થાય છે, તેથી તેમાં સુખનો ઉપચાર કરવામાં આવે છે. આથી શબ્દાદિથી ઉત્પન્ન થતું સુખ એ ઔપચારિક સુખ છે, વાસ્તવિક તો એ દુઃખ રૂપ જ છે. આથી જ પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અધ્યાત્મસાર ગ્રંથમાં કહે છે કે—
सर्वं पुण्यफलं दुःखं, कर्मोदयकृतत्वतः ।
તંત્ર ૩:પ્રતીવારે, વિમૂઢબનાં સુત્વધીઃ । (અધ્યાત્મસાર શ્લોક-૬૩) પુણ્યથી પ્રાપ્ત થતું સર્વ પ્રકારનું સુખ કૌંદય જનિત હોવાથી ૫રમાર્થથી દુઃખ જ છે. તે સુખ દુઃખના પ્રતિકાર રૂપ હોવા છતાં મૂઢ જીવો તેને સુખરૂપ માને છે.
ભૌતિક(=ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી અનુભવાતું) સુખ દુ:ખમિશ્રિત, આંતરાવાળું, અનિત્ય, અપૂર્ણ, પરાધીન, દુઃખફલક અને દુઃખાનુબંધી છે.