________________
૪૫૮
શ્રીતત્ત્વાધિગમસૂત્ર लोके तत्सदृशो ह्यर्थः, कुत्स्नेऽप्यन्यो न विद्यते । उपमीयेत तद् येन, तस्मानिरुपमं सुखम् ॥ ३० ॥ लिङ्गप्रसिद्धेः प्रामाण्या-दनुमानोपमानयोः । अत्यन्तं चाप्रसिद्धं तद्, यत् तेनानुपमं स्मृतम् ॥ ३१ ॥ प्रत्यक्षं तद् भगवता-मर्हतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राज्ञै, न छद्मस्थपरीक्षया ॥ ३२ ॥
(૩૦) સંપૂર્ણ વિશ્વમાં મોક્ષસુખ સમાન અન્ય કોઈ પદાર્થ નથી, કે જેની સાથે મોક્ષસુખને સરખાવી શકાય. આથી મોક્ષસુખ અનુપમ છે.
(૩૧) મોક્ષસુખ અનુમાન અને ઉપમાનથી જાણી શકાય તેમ નથી. કારણ કે તેને જાણવા માટે કોઈ લિંગ-ચિત પ્રસિદ્ધ નથી. જે પદાર્થનું લિંગ (ઉપમાનમાં સાદશ્ય રૂપ લિંગ અને અનુમાનમાં અન્વયવ્યતિરેકી લિંગ) પ્રસિદ્ધ હોય તે જ પદાર્થ અનુમાન અને ઉપમાન પ્રમાણનો વિષય બને છે.
(૩૨) મોક્ષસુખ અરિહંતોને પ્રત્યક્ષ છે, અને તેમણે તેનો ઉપદેશ આપ્યો છે, માટે બુદ્ધિમાન પુરુષો મોક્ષસુખને સ્વીકારે છે, નહિ કે છદ્મસ્થ જીવોની પરીક્ષાથી.