________________
૪૪૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર બિ૦ ૧૦ સૂ૦૫ સિદ્ધશિલાનું અને સિદ્ધિક્ષેત્રનું પ્રમાણ
લોકાકાશના ઉપરના છેડાથી નીચે એક યોજન બાદ અને સર્વાર્થ સિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે સિદ્ધશીલા (કે ઈષપ્રભારા) નામની પૃથ્વી આવેલી છે. જેમ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ આવેલી છે, તેમ સિદ્ધશિલા પણ આઠમી પૃથ્વી છે. આ પૃથ્વી સ્ફટિક જેવી સફેદ છે. ઉપરના ભાગમાં સપાટ છે. કથરોટ જેવી ગોળ છે. તેનો વિખંભ (=લંબાઈ-પહોળાઈ) ૪૫ લાખ યોજન છે. તે બરોબર મધ્યના ભાગમાં આઠ યોજન જાડી છે. મધ્ય ભાગ પછી બધી બાજુ તેની જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે. આથી તે છેડાના ભાગમાં માખીના પાંખ કરતાં પણ પાતળી છે. આથી એનો આકાર બીજના ચંદ્ર સમાન છે.
સિદ્ધશિલાના ઉપરના ભાગથી સિદ્ધ જીવોના નીચેના અંતિમ ભાગ સુધીમાં ૩ ગાઉ થાય છે. એટલે સિદ્ધ જીવો અને સિદ્ધશિલા વચ્ચે ૩} ગાઉનું અંતર છે. આનો અર્થ એ થયો કે સિદ્ધશિલા પછી ૩ ગાઉ (=૩ ગાઉં, ૧૬૬૬ ધનુષ્ય, ૨ હાથ અને ૧૬ આંગળ) ઉપર જતાં સિદ્ધ જીવો આવે છે. અઢી દ્વીપમાં જ જીવો મોક્ષ પામે છે. અઢી દ્વીપનો વિખંભ૪૫ લાખ યોજન પ્રમાણ છે. ૪૫ લાખ યોજનથી બહાર સિદ્ધિમાં જનાર કોઈ જ ન હોવાથી સિદ્ધ જીવો ઉપર ૪૫ લાખ યોજન પ્રમાણ ભાગમાં જ હોય છે. સિદ્ધશિલાનો વિખંભ પણ ૪૫ લાખ યોજન છે. આથી જેટલા ભાગમાં સિદ્ધશિલા છે તેટલા જ ભાગમાં સિદ્ધશિલાથી ૩} ગાઉ ઉપર સિદ્ધ જીવો છે.
જ્યોતિમાં જ્યોતિનું મિલન
જીવ જે સ્થાનમાં સર્વ કર્મોનો ક્ષય કરે છે તે જ સ્થાનથી સીધો ઉપર જાય છે. એક જ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. એટલે મોક્ષમાં
જ્યાં એક સિદ્ધ પરમાત્મા છે ત્યાં જ અનંતા સિદ્ધ પરમાત્માઓ છે. કોઈ એકાદ સ્થાનેથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે એવું નથી. સઘળી જગ્યાએથી અનંત જીવો મોક્ષમાં ગયા છે. ૪૫ લાખ યોજન પ્રમાણ અઢીદ્વીપનો તસુ જેટલો પણ કોઈ ભાગ એવો નથી કે જયાંથી અનંતા જીવો મોક્ષમાં ન ગયા હોય. આથી સિદ્ધ જીવોના ૪૫ લાખ યોજન ભાગમાં એક એક પ્રદેશમાં અનંતા સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. છતાં જરા પણ સંકડામણ થતી નથી.