________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
[અ૦ ૧ સૂ૦ ૧
ઉત્તરનામે તુ નિયત: પૂર્વનામ: । ‘પૂર્વના ગુણની પ્રાપ્તિ થતાં પછીના ગુણની પ્રાપ્તિ થાય કે ન પણ થાય; પણ પછીના ગુણની પ્રાપ્તિ થતાં પૂર્વના ગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે', એમ કહેવામાં આવ્યું છે. આ કથનના આધારે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય કે ન પણ થાય. આથી સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની સહોત્પત્તિના કથનનો તત્ત્વાર્થ ભાષ્યના અનિયત લાભના કથનની સાથે વિરોધ આવે છે.
૪
ઉત્તર- સમ્યગ્દર્શન-સમ્યગ્નાનની સહોત્પત્તિના કથનનો તત્ત્વાર્થ ભાષ્યના અનિયત લાભના કથનની સાથે જરાય વિરોધ નથી. અપેક્ષાએ બંને કથન સત્ય છે. સહોત્પતિનું કથન સામાન્યથી સમ્યજ્ઞાનની અપેક્ષાએ છે. એટલે કે સમ્યગ્દર્શન પ્રગટ થતાંની સાથે જ જીવનું જ્ઞાન સમ્યગ્ બની જાય છે. અનિયત લાભનું કથન આચારાંગ આદિ વિષયક વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં જ આચારાંગ આદિ સંબંધી વિશિષ્ટ જ્ઞાન થાય જ એવો નિયમ નથી. આથી સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અવશ્ય હોય, પણ વિશિષ્ટ (આચારાંગાદિ સંબંધી) જ્ઞાન હોય જ એવો નિયમ નથી. આમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન સંબંધી સહોત્પતિના કથનનો ભાષ્યના અનિયત લાભના કથનની સાથે વિરોધ નથી.
મોક્ષ સાધ્ય છે. સમ્યગ્દર્શન આદિ ત્રણ તેનાં સાધન છે. સમ્યગ્દર્શન આદિ ત્રણનું વિશેષ વર્ણન સૂત્રકાર ભગવંત સ્વયમેવ આગળ કરવાના છે. આથી અહીં આપણે એ ત્રણની વિશેષ વિચારણા કરવાની નથી.
પ્રશ્ન— મોક્ષ કોઇપણ પ્રમાણથી સિદ્ધ થતો ન હોવાથી તેના માર્ગનું નિરૂપણ આકાશ-કુસુમને મેળવવાના ઉપાયના વર્ણનની જેમ નિરર્થક છે.
ઉત્તર– (૧) સર્વજ્ઞ=સંપૂર્ણ જ્ઞાની ભગવંતો મોક્ષને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે. એટલે મોક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. (૨) અપૂર્ણ જ્ઞાનવાળા જીવોને મોક્ષ પ્રત્યક્ષ સિદ્ધ ન હોવા છતાં યુક્તિથી=અનુમાનથી તે સિદ્ધ થઇ શકે છે. સંસારી જીવોમાં દેખાતી સુખની તરતમતા મોક્ષને સિદ્ધ કરે છે. સંસારી જીવોમાં દેખાતા તરતમતાવાળા સુખની પરાકાષ્ઠા અવશ્ય હોવી જોઇએ. યોગી આત્માઓ પાસે ભોગનાં સાધનો ન હોવા છતાં તેઓ ભોગી ૧. પ્રસ્તુત સૂત્રના ભાષ્યની ટીકાના આધારે આ સમાધાન લખ્યું છે.