________________
શ્રીતત્ત્વાથિિધગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૧ આમ પ્રથમ મોક્ષનો ઉપદેશ આપવો જોઈએ, છતાં અહીં ગ્રંથકાર મહર્ષિ પ્રથમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે તેમાં બે હેતુ છે–(૧) એક હેતુ એ છે કે પ્રેક્ષાપૂર્વકારી(=વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા) બુદ્ધિમાન પુરુષો પહેલાં કારણનો જ સ્વીકાર કરે છે. કારણ કે કારણ વિના કાર્ય ન જ થાય. કાર્ય કરવાની ઇચ્છા હોય, કાર્ય કરવા માટે પ્રવૃત્તિ પણ શરૂ કરી હોય, છતાં જો કારણ ન મળે તો કાર્ય પણ ન જ થાય. વાત પણ સત્ય છે. જેમ મુંબઈનું જ્ઞાન હોય, મુંબઈ જવાની ઈચ્છા હોય, પણ મુંબઈના માર્ગનું જ્ઞાન ન હોય અગર વિપરીત જ્ઞાન હોય તો મુંબઈ પહોંચી શકાતું નથી. તેમ મોક્ષનું જ્ઞાન હોય, મોક્ષ મેળવવાની ઇચ્છા પણ હોય, છતાં જો મોક્ષમાર્ગનું યથાર્થ જ્ઞાન ન હોય તો મોક્ષ મેળવી શકાય નહિ. બૃહસ્પતિની બુદ્ધિને ઝાંખી કરનારા પંડિતોને પણ મોક્ષ મેળવવા અથાગ પ્રયત્ન કરવા છતાં મોક્ષમાર્ગના વિપરીત જ્ઞાનથી અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે.
(૨) બીજો હેતુ એ છે કે–સર્વ દર્શનકારો સામાન્યતઃ મોક્ષ વિષે ઐક્યતા ધરાવે છે, મોક્ષમાં દુઃખની આત્મત્તિક નિવૃત્તિ થાય છે એમ સર્વ દર્શનકારો માને છે, પણ મોક્ષમાર્ગ અંગે સર્વ દર્શનકારોની માન્યતા ભિન્ન ભિન્ન છે. આથી ભવ્ય જીવો વિપરીત માર્ગમાં ન ચાલ્યા જાય, અથવા ગયેલા પાછા વળી જાય એ માટે તેમને સત્ય મોક્ષમાર્ગથી વાકેફ કરવા એ મહાપુરુષોની ફરજ છે. આથી અહીં પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ ભગવંત સર્વપ્રથમ મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે.
મોક્ષમાર્ગ– સથર્શન-સાર-વારિત્રણ મોક્ષના મે ૧-૧
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર એ ત્રણે ભેગા મોક્ષમાર્ગ છે. આ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય તો મોક્ષની પ્રાપ્તિન થાય. જેમ આરોગ્ય મેળવવા ઔષધનું જ્ઞાન, ઔષધ વિષે શ્રદ્ધા અને ઔષધનું વિધિપૂર્વક સેવન એ ત્રણે જરૂરી છે, આ ત્રણમાંથી એકના પણ અભાવે આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, તેમ આત્માનું આરોગ્ય=મોક્ષ મેળવવા સમ્યગ્દર્શન આદિ ત્રણેની જરૂર છે.