________________
(૨) શ્રી મલયગિરિ સૂરિ મહારાજ પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રની પોતાની ટીકામાં કહે છે કે
यथाच प्रमाणबाधितत्वंतथा तत्त्वार्थटीकायांभावितमिति ततोऽवधार्यम् ॥
આ ઉપરથી સંભવિત છે કે શ્રી મલયગિરિસૂરિ મહારાજે પણ તત્ત્વાર્થ ઉપર ટીકા બનાવી હશે.
(૩) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની પ્રથમ અધ્યાય ઉપર લખાયેલી ટીકા ઉપલબ્ધ હોવાથી સંપૂર્ણ તત્ત્વાર્થ ઉપર ટીકા રચી હોય એવું અનુમાન થઈ શકે છે.
દિગમ્બર આસ્નાયમાં આ ગ્રંથ ઘણો પ્રચલિત છે. સૂત્રોના કેટલાક ફેરફારો સાથે આ ગ્રંથ તેઓ પોતાના સંપ્રદાયમાં થયેલા ઉમાસ્વામીજીનો બનાવેલ માને છે. તેમનામાં પણ આ સૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ, શ્લોકવાર્તિક, રાજવાર્તિક, શ્રતસાગરી વગેરે ટીકાઓ તથા હિન્દી-ગુજરાતી અનુવાદો ઘણા રચાયેલા છે.
આ ગ્રંથકારે ૫૦૦ પ્રકરણ રચ્યાં એમ કહેવાય છે. તે પૈકી તત્ત્વાથધિગમ સૂત્ર, પ્રશમરતિ પ્રકરણ, જંબૂદ્વીપ સમાસ પ્રકરણ, ક્ષેત્ર સમાસ, શ્રાવક પ્રજ્ઞપ્તિ અને પૂજા પ્રકરણ હાલમાં લભ્ય છે.
કલકત્તાની રોયલ એશિયાટિક સોસાયટી મારફત છપાયેલ તત્ત્વાર્થ ભાષ્યની એપેન્ડીક્ષ ડી. (પૃ. ૪૪-૪૫)માં જણાવેલાં બીજા ગ્રંથોમાં સાક્ષીરૂપે લભ્ય થતાં ઉમાસ્વાતિ મહારાજનાં વચનોથી તેઓશ્રીની ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકેની પ્રસિદ્ધિને પુષ્ટિ મળે છે. તદુપરાંત નીચેના ફકરાઓ પણ તેમના ગ્રંથોના હોય એમ જણાય છે. આ ફકરાઓમાં વાચક શબ્દ વાપર્યો છે, તેથી ઉમાસ્વાતિ મહારાજનાં આ વચન છે એમ માની આ ફકરા ઉતાર્યા છે.
ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં નીચે મુજબ લખાણ છે.
અધ્યયન-૧૦, શ્લોક-૧, પૃષ્ઠ-૨૪૪ બી. उक्तं वाचकमुख्यैःपरिभवसि किमिति लोकं, जरसा परिजर्जरीकृतशरीरम् । अचिरात्त्वमपि भविष्यसि, यौवनगर्वं किमुद्वहसि ॥१॥