________________
૨૪) ભગવાનના એક પણ વચન ઉપર અશ્રદ્ધા ન રાખવી. ખુમારી સાથે બોલવું કે જે જિનેશ્વરોએ કહ્યું છે તેમાં મને ક્યાંય શંકા નથી.
૨૫) સબૂર ! અન્ય ધર્મનું આચરણ કરનારની નિંદાદિ કરવા નહિ. તેમણે માનેલ ભગવાનને કુદેવાદિ કહી ખાંડવા નહિ, તેમના પ્રત્યે તિરસ્કારાદિ પણ કરવા નહિ. વળી ગીતાર્થ ગુરુની સલાહ મુજબ અવસરે અજૈનોમાં પણ જૈનધર્મની પ્રશંસા (શાસન પ્રભાવના) થાય તે માટે યથાયોગ્ય કરવું.
૨૬) જૈનસંઘમાં સંકલેશ થાય, વિખવાદ વધે કે ધર્મનિંદા થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ ધર્મના નામે પણ કરવી નહિ. ધર્મના નામે આપણા અંદરના રાગ-દ્વેષાદિ કષાયોને પોષવાનું કામ કદી પણ કરવું નહિ.
૨૭) સમ્યક્ત્વમાં જે કોઈ દોષ લાગી જાય તેની ગીતાર્થ ગુરુ પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરી લેવી.
શ્રાવક જન તો તેને રે કહીએ...
જેણે સમકિત સહિત અણુવ્રતો અંગીકાર કર્યા હોય તેમજ જે દરરોજ સુસાધુઓના મુખેથી જિનવાણી સાંભળતો હોય તે શ્રાવક કહેવાય. ૧) માતા-પિતા તુલ્ય : જે શ્રાવક સાધુઓ પ્રત્યે એકાન્તે વાત્સલ્યભાવ
રાખતો હોય, વાત્સલ્યના કારણે તેમની તથા તેમના કાર્યોની સતત ચિંતા કરતો હોય, વળી સાધુમાં ક્રોધાદિ દુષણ જોવા છતાં પણ જેનો સ્નેહભાવ તૂટતો ન હોય તે શ્રાવક સાધુના માતા-પિતા તુલ્ય જાણવો.
૨)
૩)
ભાઈ તુલ્ય ઃ જે શ્રાવક સાધુ પ્રત્યે સ્નેહાળ અને સંકટમાં સહાયક બનતો હોય તે શ્રાવક સાધુના ભાઈ સમાન જાણવો.
મિત્ર તુલ્ય ઃ જે શ્રાવક પોતાને મુનિઓના સ્વજનથી પણ અધિક માનતો હોય અને તેથી જો કોઈ કાર્યમાં સાધુ તેની સલાહ ન લે તો માનને લીધે રીસાઈ જતો હોય તો તે શ્રાવક સાધુના મિત્રતુલ્ય જાણવો.
૪) શોક્ય તુલ્ય : જે શ્રાવક અભિમાની હોય, સાધુઓના દૂષણ શોધતો હોય, સાધુઓની નિંદા કરતો હોય તેમજ સાધુઓને તૃણ સરખા ગણતો હોય તે શ્રાવક શોક્ય તુલ્ય જાણવો.
સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર
અથવા બીજી રીતે
૧) અરીસા જેવો ઃ દર્પણમાં જેમ પ્રતિબિંબ પડે તેમ ગુરુએ કહેલા પદાર્થો જેના હૃદયમાં સોંસરા ઉતરી જતા હોય તે અરીસા જેવો ઉત્તમ શ્રાવક જાણવો.
૨) ધ્વજા જેવો : ગુરુનો ઉપદેશ સાંભળીને જે સત્ય તત્ત્વનો નિશ્ચય કરે નહિ અને પવન ધજાને ભમાવે તેમ મૂઢ પુરુષોના ઉપદેશથી ભમાવ્યો ભમી જાય, તેવો ચંચળ શ્રાવક ધજા જેવો જાણવો.
૩)
૪)
થાંભલા જેવો : ગીતાર્થ ગુરુ સમજાવે છતાં સત્ય સમજે નહિ અને અસત્ય છોડે નહિ તે શ્રાવક થાંભલા જેવો જાણવો.
ખર-કંટક જેવો : ઉપદેશ આપનારા ગીતાર્થ ગુરુને (સાધુને) પણ તું ખોટો છે, શાસન વિરોધી (નિન્જીવ) છે, મૂઢ છે, શિથિલાચારી છે, મિથ્યાત્વી છે, કુગુરુ છે, ઉત્સૂત્રભાષી છે વગેરે હૃદય વિંધે તેવા કાંટા સમાન વચનો કહેનારો શ્રાવક ખર-કંટક સમાન જાણવો. અથવા-જેમ નરમ વિષ્ઠા કદી પવિત્ર થાય નહિ, બલ્કે પવિત્ર કરનારના જ હાથ બગાડે, તેમ હિતશિક્ષા આપનાર ઉપકારીને પણ જે દૂષણો આપી ખરડે તે શ્રાવક ખરેંટ સમાન જાણવો.
આમાં શોક્યતુલ્ય અને ખર-કંટક (ખરંટ) સમાન શ્રાવકો નિશ્ચયનયના મતે મિથ્યાદષ્ટિ છે, પરંતુ વ્યવહારનયથી તો જો તેઓ શ્રાવકના આચારો પાળતા હોય તો શ્રાવક ગણાય.
સમકિત-મૂલ-બાર વ્રત
૧૪
૧૨૪ અતિચાર