________________
૧૨) મિયાધર્મનું આચરણ કરનારાઓના ચમત્કાર વગેરેને જોઈને કે
સાંભળીને ત્યાં આકર્ષાવું નહિ. જૈનધર્મથી ચલાયમાન થવું નહિ. અન્યને
જૈનધર્મમાં સ્થિર કરવા બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવો. ૧૩) કામ, ક્રોધાદિ વિષય-કપાયોને શાંત પાડવા પ્રયત્નશીલ બનવું. તે માટે
તેના નિમિત્તોથી શક્ય તેટલા દૂર રહેવું. ૧૪) સંસારના સુખો દુઃખમિશ્રિત છે અને નાશ પામનારા છે, વળી સંસારના
સુખો ભોગવતાં જે કર્મબંધન થાય છે તેના વિપાકો(પરિણામો) ભયાનક છે વગેરેનું ચિંતન-મનન કરી સંસારના કે સ્વર્ગના સુખોને બદલે એક
માત્ર મોક્ષસુખની અભિલાષા કેળવવી. ૧૫) સંસાર દુઃખો અને દોષોથી ખદબદી ઊઠેલો છે, સ્વાર્થની દુર્ગધોથી
ગંધાયેલો છે, ઈત્યાદિ સંસારની અસારતાનું ચિંતન કરી સંસાર ઉપર
વૈરાગ્ય કેળવવો. ૧૬) દુઃખીઓના દુઃખ જોઈને હૃદયને કરુણાભીનું બનાવવું. દુઃખીઓના
દુઃખો દૂર કરવા તન, મન, ધનથી પ્રયત્નશીલ રહેવું. ૧૭) સુસાધુઓ સિવાયના અન્ય ભ્રષ્ટ સાધુઓને કે અન્ય સન્યાસી, બાવા
વગેરેને તથા વિતરાગ ભગવાન સિવાયના અન્ય દેવ, દેવીઓને તથા મિથ્યાધર્મનું આચરણ કરનારાઓએ કજે કરીને પોતાના ભગવાન તરીકે પૂજતાં જિનપ્રતિમાજીને તથા દિગંબર પ્રતિમાજી વગેરેને (i) વંદન કરવા (હાથ જોડવા) નહિ. (ii) નમન (પંચાંગ પ્રણિપાત) કરવા નહિ. (iii) તેમને બોલાવવા નહિ. (iv) તેમની સાથે વાર્તાલાપ કરવો નહિ. (૫) પૂજ્ય બુદ્ધિથી ભોજન, પાણી, વસ્ત્રાદિ આપવા નહિ. (vi) પૂજા નિમિત્તે કે સર, પુષ્પ વગેરે સામગ્રી આપવી નહિ. તેમજ વિનય, વૈયાવચ્ચ, યાત્રા વગેરે કરવી નહિ. તેથી સમકિત ગુણની યતના-રક્ષા થાય છે. (સંન્યાસી વગેરેને અનુકંપા બુદ્ધિથી વસ-ભોજન આપવામાં દોષ નથી. પૂજ્ય બુદ્ધિથી આપી શકાય નહિ. વળી શાસન પ્રભાવનાદિ નિમિત્તે કે ઔચિત્ય ખાતર અન્ય દેવ, દેવીઓના મંદિર માટે ફાળો
વગેરે આપવો પડે તો તેમાં દોષ નથી. ધર્મબુદ્ધિથી તેમ કરવું નહિ.) ૧૮) આત્મા છે; આત્મા શરીરથી ભિન્ન (જુદો) અને નિત્ય છે, આત્મા
કર્મોનો કર્તા છે, આત્મા કર્મોનો ભોક્તા છે, આત્માનો કર્મથી છુટકારો સમકિત-મૂલ-બાર વ્રત (૧૧)
૧૨૪ અતિચાર
(મોક્ષ) થઈ શકે છે અને મોક્ષ માટેના ઉપાયો (દર્શન, જ્ઞાન, ચારિત્ર) પણ છે, આ છ બાબતોને સમકિતધારીએ ડેટા તરીકે માનવી. તેમાં
પૂર્ણ વિશ્વાસ રાખવો. ૧૯) સર્વ ધર્મોને સરખા માનવા નહિ. સર્વધર્મ સમાનતાની ભ્રામક વાતોમાં
પડવું નહિ. વીતરાગ અને સર્વજ્ઞ પ્રભુએ પ્રરૂપેલ ધર્મતે સો ટચના સોના જે વો છે. તેમાં નવકારશી, આયંબિલ, ઉપવાસ, માસક્ષમણ, પ્રતિક્રમણ, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે જે ધર્મ વ્યવસ્થાઓ બતાવી છે તે બીજે ક્યાંય નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરેની પણ સુક્ષ્મ જીવદયાનું નિરૂપણ, બંધ-અનુબંધનું વિજ્ઞાન, સ્વરૂપ-હેતુઅનુબંધ હિંસા-અહિંસાનું સ્વરૂપ, સ્યાદ્વાદ, કર્મવાદ વગેરે હજારો બાબતોથી જિનધર્મ અન્ય ધર્મોથી અલગ પડે છે, તેથી ‘સર્વધર્મ સમાન'
બોલવું ઉચિત નથી. ૨૦) રાગ-દ્વેષાદિ યુક્ત દેવ-દેવીઓને સુદેવ તરીકે માનવા નહિ. તેમની
માનતા-પૂજા વગેરેમાં પડવું નહિ. ૨૧) ગણપતિ વિસર્જન, બળેવ, નોરતા (નવરાત્રિ), રક્ષાબંધન, હોળી
ધુળેટી વગેરે લૌકિક પર્વોમાં રસ લેવો નહિ. તેમજ લૌકિક તીર્થો (નદીઓ) માં સ્નાન, દાન, પિંડદાન, હોમ, તપ, સંક્રાન્તિ વગેરે કરવા
નહિ. ૨૨) અરિહંત પ્રભુ પાસે કે શાસન દેવ-દેવીઓ પાસે સાંસારીક સુખની ઈચ્છા
સામાન્યતઃ ન કરવી. મોક્ષની ઈચ્છાથી કરાયેલ ધર્મથી પેદા થયેલ પુણ્યાનુબંધી પુણ્ય સર્વ આપવા સમર્થ છે અને કર્મક્ષય દ્વારા વિદનવિનાશક છે, તો પછી માંગણી શા માટે કરવી? છતાંય સમાધિ આદિને ટકાવવા ન છૂટકે માંગણી કરવી પડે તો પણ અચિજ્ય શક્તિવાળા
તીર્થંકર પરમાત્માને છોડી અન્યત્ર ક્યાંય પણ જવું નહિ. ૨૩) પરમાત્માના વચનોથી વિરુદ્ધ બોલવું નહિ. જેમ-રાત્રિભોજન કરાય,
કંદમૂળમાં અનંતાજીવો નહિ હોય, પાપ-પુણ્ય છે જ નહિ, પરલોક કોણે દીઠો છે? નરક, દેવલોક, મોક્ષ હશે જ નહિ, વૈજ્ઞાનિકો કહે છે પૃથ્વી દડા જેવી ગોળ છે માટે ભગવાન ખોટા છે... વગેરે વચનો વિચારવા
નહિ કે બોલવા પણ નહિ. સમકિત-મૂલ-બાર વ્રત (૧૨) ૧૨૪ અતિચાર