________________
இரண
1 1 1 1 1 1 1 1 1161107
વ્રત લેવા ઈચ્છતાં આરાધકોને
હિત શિક્ષા
પ્રભુ મહાવીર દેવે રાજપાટના સુખોનો પરિત્યાગ કરીને કારતક વદ દશમના દિવસે દીક્ષા અંગીકાર કરી. પછી લગભગ ૧૨ || વર્ષ સુધી ઘોર સાધના કરી. ૧૨ વર્ષમાં બધું મળીને લગભગ ૧૧|| વર્ષ જેટલા દિવસો તો સંપૂર્ણ અન્ન-જળના ત્યાગ સાથે-ચઉવિહાર ઉપવાસ સાથે વિતાવ્યા. ૧૨ || વર્ષમાં મોટે ભાગે કાયોત્સર્ગમાં રહ્યા અને મૌન રહ્યા. ૧૨॥ વર્ષની ઘોર સાધનામાં આવી પડેલા ઉપસર્ગો અને પરિહો તો સાંભળતાં કાળજું કંપી જાય તેવા હતા. છતાં પ્રભુ તેમાં નિશ્ચલ રહ્યાં. આવી ઘોર સાધના કરીને પ્રભુએ ઘાતી કર્મોનો સફાયો બોલાવી દીધો. તેથી પ્રભુ વૈશાખ સુદ દશમના દિવસે વીતરાગ અને સર્વજ્ઞ બન્યા. પ્રથમ દેશના નિષ્ફળ જવાથી બીજે દિવસે-વૈશાખ સુદ અગિયારસના દિવસે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. એટલે કે પ્રભુએ તીર્થ પ્રવર્તાવ્યું.
આ પ્રભુ મહાવીર દેવે સ્થાપેલ જગકલ્યાણક તીર્થનું સભ્યપદ જોઈએ છે ? તે માટે એક જ પૂર્વશરત છે, કે તમારા આત્મામાં વિરતિનો પરિણામ પ્રગટ થવો જોઈએ.
આચારોપદેશ ગ્રંથમાં કહ્યું છે,
तिर्यग्योनिषु जायन्ते, अविरता दानिनोऽपि हि। गजाश्वादि-भवे भोगान्, भुञ्जाना बन्धान्वितान् ॥
FF IT IT IT ITI TIT T IT IT ITI IT I[LI[ TILL OF
TET
1 TO1
સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર
3
125DF ACIN OTT TTT TTE I
વિરતિ ધર્મ ગ્રહણ ન કરતાં મોટો દાનેશ્વરી હોય તો પણ તિર્યંચ યોનિમાં જાય છે. હા... પુણ્ય બળે હાથી, ઘોડા વગેરે ભવોમાં જઈને ભોગો પ્રાપ્ત કરે છે. તો, વિરતિ ધર્મ સ્વીકાર કરવો કેટલો મહત્ત્વનો છે, દાન ધર્મ કરતાં પણ વિરતિ ધર્મ ચડી જાય છે. તીર્થનું સભ્યપદ કાં સર્વવિરતિ ધર્મ સ્વીકારીને કાં દેશવિરતિ ધર્મ સ્વીકારીને પ્રાપ્ત થાય છે અને એ જ મોક્ષ તરફ જવાનો માર્ગ છે.
તો, સજ્જ બનો અને પૂરા ભાવોલ્લાસ સાથે વિરતિ ધર્મનો સ્વીકાર કરો.
સબૂર ! નાણ માંડીને વિરતિ લેનાર શ્રાવકશ્રાવિકાઓ જો હોટલ-લારીઓ ઉપર રાત્રે ખાતાં નજરે પડે કે જાહેરમાં અનુચિત પ્રવૃત્તિ કરતાં નજરે પડે તો શાસનની લઘુતા થાય. માટે એવા દુષ્ટ આચરણો પહેલાં છોડી જ દેશો, એ છોડવા તમારાથી શક્ય ન હોય તો અંગત રીતે બાધાઓ લેવાય તેટલી લેજો. પણ નાણમાંજાહેરમાં ન લેતાં અલબત્ત મલિનતાઓ અને મલિન જાહેર પ્રવૃત્તિઓના ત્યાગી બની દેવ-ગુરુ-સંઘ સાક્ષીએ નાણ માંડીને તીર્થનું સભ્યપદ પામી આત્મકલ્યાણ સાધો, એ જ શુભ ભાવના.
- મુનિ મલયકીર્તિ વિજય
NET GET FILE TI[ A[ JI[EA[NI[
સમકિત-મૂલ-બાર વ્રત
४
૧૨૪ અતિચાર