________________
શકાય?
ધ્યાનમાં રાખો
ખેતરને પણ વાડ હોય છે.
સરોવરને પણ પાળ હોય છે.
ગાડીને પણ બ્રેક હોય છે. તો પછી...
આપણું જીવન વાડ વિનાનું, પાળ વિનાનું, બ્રેક વિનાનું કેમ રાખી
યાદ રાખો
લાયસન્સ રદ ન કરવાથી ન વાપરવા છતાં રેડિયાનું લાયસન્સ ભરવું જ પડે છે ને ?
ભાડુતી મકાન ન વાપરવા છતાં ભાડું ભરવું જ પડે છે ને ?
તે જ રીતે દેવ-ગુરુ અને આત્મસાક્ષીએ પાપો સાથેના સંબંધ રદ ન કરીએ ત્યાં સુધી પાપો આત્માને લાગ્યા જ કરે છે.
એ ભલતા નહિ..
સમ્યગ્દર્શન વિના વિરતિ નકામી છે... અને
ક્રોધ વગેરે કષાયોથી વિરતિની તાકાત નાશ પામે છે... પણ સમ્યગ્
દર્શનને ખેંચી લાવવાની તાકાત વિરતિ ધર્મમાં છે. અરે ! કષાય-નાશની પ્રક્રિયા પણ વિરતિ ધર્મ વિના સિદ્ધ કરવી મુશ્કેલ છે. તેથી જ બધાંય કરતાં વિરતિ ધર્મ મહાન બની જાય છે. વિરતિ ધર્મે હાલિક ખેડૂતને સમ્યગ્દર્શન અપાવ્યું અને પેલા દૃઢમહારી ડાકુને કષાયનાશ કરાવી વિતરાગ બનાવ્યો.
આતો તકથી પણ સિદ્ધ છે.
પાપની પ્રતિજ્ઞા લઈએ તો જ પાપમુક્તિ અને પુણ્ય ફળ મળે... જો તેવું ન માનીએ તો કસાઈને પણ સ્વર્ગ મળવો જોઈએ કેમકે તે ૫૦૦ પાડા મારતો હોય તો જગતના અબજો પશુઓને તો નથી જ મારતો ને ? અરે ! દરેક
સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર
વ્યક્તિને ય સ્વર્ગ મળવો જોઈએ. કેમકે ભયંકર પાપીનાં પાપો પણ જગતના તમામ પાપોની અપેક્ષાએ તો દરીયાનાં ટીપાં જેટલાં જ છે ને ?
મોક્ષ કેમ નહિ?
પરમાત્માની અપાર ભક્તિ કરનારા સભ્યષ્ટિ દેવતાઓનો મોક્ષ કેમ નહિ ? ભયંકર વેદનાઓ હજારો વર્ષો સુધી ભોગવવા છતાં નરકજીવોને પાપમુક્તિ કેમ નહિ ?
એક જ જવાબ... વિરતિના અભાવે પાપનું આગમન ઘણું ચાલે છે
માટે...
મનુષ્ય જ કેમ મહાન ?
નવાં પાપોના આગમનને સંપૂર્ણ અટકાવી દે, અને જૂનાં બાંધેલા પાપોના ભુક્કા બોલાવી દે તેવી સર્વવિરતિ મનુષ્ય જ મેળવી શકે છે. માટે...
તો ચાલો.
આપણે પ્રતિજ્ઞા દ્વારા વિરતિધર્મમાં પ્રવેશ કરી મનુષ્ય જન્મને સફળ બનાવીએ...
દરેક વ્રતમાં છૂટ
(૧) અજાણતાં ભૂલ થાય ત્યારે છૂટ
(૨) અચાનક ભૂલ થાય ત્યારે છૂટ
(૩) મોટાઓના આદેશ સામે લાચાર બનવું પડે ત્યારે છૂટ (૪) સત્તાધારી, સૂંડા વગેરેના દબાણ હેઠળ લાચાર બનવું પડે કે તેમનો ભય ઊભો થાય ત્યારે છૂટ
(૫) માંદગી, અશક્તિ, વૃદ્ધાવસ્થાની લાચારી વગેરે પ્રસંગે છૂટ (૬) અસમાધિ વખતે છૂટ
(ઉપરના કારણસર જે વ્રત પાળવું અશક્ય બને ત્યારે તે વ્રત પૂરતી જ છૂટ સમજવી.)
સમકિત-મૂત્ર-બાર વ્રત
૧૨૪ અતિચાર