________________
પાપિઇ વિચારો વગેરેથી આ ભવ નર્કાગાર જેવો થઈ જાય છે, પરભવમાં દરિદ્રતા, દાસપણું, દુર્ગતિ, અનેક મહાકષ્ટો વગેરે કેટલાય કાળ સુધી ભોગવવા પડે છે. મહા આરંભથી, મહાપરિગ્રહથી, માંસાદિના આહારથી અને પંચેન્દ્રિય જીવોનો વધ કરવાથી જીવો નારકીનું આયુષ્ય બાંધે છે. ધન એ સર્વ પાપોનું મૂળ છે. જે ધન વગેરે તમારી પાસે હોય તેના ઉપર પણ મમત્વ-મૂછ ન રાખવી. મૂરછ ત્યાગથી આસક્તિના પાપ, ટેન્શન, લમી જતાં આઘાત, આર્તધ્યાન, અન્ય સાથે દુશ્મનાવટ વગેરે અનેક દોષોથી બચી જવાશે.
છઠું વ્રત દિગ્રવિરતિવ્રત- ગુણવત પહેલું
(ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે એમ દશ દિશામાં અમુક પ્રમાણથી વધુ દૂર જવું નહિ તેવી પ્રતિજ્ઞા એટલે દિવિરતિ ગુણવ્રત. જેમ અમુક કિ.મી. થી વધુ દૂર ન જવું અથવા ભારત બહાર ન જવું અથવા ગુજરાત બહાર ન જવું વગેરે રીતે વ્રત લેવું.)
મુખ્ય પ્રતિજ્ઞા
જો જાણે કે અજાણે વ્રતભંગ થઈ જાય કે અતિચાર (દોષ) લાગી જાય તો તેની નોંધ કરી રાખવી અને છ-બાર મહિને સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત કરી લેવું. પ્રતિજ્ઞાઓ જીવનભર માટેની સ્વીકારવી. જો જીવનભર સ્વીકારવાની હિંમત ન હોય તો છેવટે ૧૫-૧૦-૫-૨ વર્ષ માટે સ્વીકારવી, હા.... પ્રતિજ્ઞાની મુદત પૂરી થાય તે પહેલા ફરી અમુક વર્ષની પ્રતિજ્ઞા સદ્ગુરુ પાસે લઈ લેવી. જેથી વિરતિધર્મ ચાલુ છે.
૧. દિશા-વિદિશામાં...
ક્ષેત્રની બહાર ન જવું. (પરદેશ જતાં હો તો તે તે દેશના નામ લખી દેવા.) ઉર્ધ્વદિશામાં (ઉપર) ........ કિ.મી. થી દૂર ન જવું. (માળ, પર્વત તેમજ વિમાન પ્રવાસને
ધ્યાનમાં લઈ નક્કી કરવું.) ૩. નીચે............. કિ.મી. થી વધુ ન જવું. (ભોયરું
કે ભૂમાર્ગ વગેરેને ધ્યાનમાં લઈ નક્કી કરવું) ૪. ચાતુર્માસમાં.... ..... ક્ષેત્રની બહાર ન જવું. ૫. પરદેશમાં . થી વધુ વાર ન જવું.
(ઉપરના નિયમો આખી જીંદગી માટે કે અમુક વર્ષ માટેના ધારવા.)
સમકિત-મૂલ-બાર વ્રત
૨૯
૧૨૪ અતિચાર
સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર