________________
વ્રત પાંચમું
સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત
મુખ્ય વ્રત
રોકડ કે અન્ય મિલકતરૂપે (ખરીદ કિંમતથી)
થી વધુ સંપત્તિ રાખવી નહિ.
તેથી વધુ થાય તો છ માસમાં ધર્મ માર્ગે ખર્ચી નાખવી.
..
[ (૧) ધાન્ય, ઘી વગેરે (૨) જમીન (૩) મકાન તથા મકાનનું ફર્નિચર વગેરે (૪) વાસણ, વસ્ત્ર વગેરે ઘરવખરી (૫) દુકાન, ઓફિસ વગેરે તથા દુકાન વગેરેનું ફર્નિચર વગેરે તથા દુકાનમાં પડેલ વેચાણનો માલ વગેરે (૬) સોનું, રૂપું, ચાંદી, દાગીના, હીરા, માણેક, રત્નો વગેરે કિંમતી ચીજો (૭) પશુઓ વગેરે (૮) રોકડ રકમ વગેરે અંગે મર્યાદા નક્કી કરવી. ટુંકમાં, રોકડ રકમ સિવાયની તમારી માલિકીની કોઈ પણ ચીજની ખરીદ કિંમતનો કુલ સરવાળો રોકડ રકમમાં ઉમેરવો. તે તમારી ધારેલી સંપત્તિથી વધુ થવો ન જોઈએ. આ રીતે ધારવામાં સરળતા રહેશે. ]
સમકિત-મૂલ-બાર વ્રત
૨૭
૧૨૪ અતિચાર
⭑
⭑
*
*
⭑
વાંચવા જેવું...
અમુક વસ્તુ અમુક પ્રમાણથી વધુ ન રાખવી, એમ ઈચ્છાને (મૂર્છાને) મર્યાદિત કરવી, તેને સર્વજ્ઞોએ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત કહ્યું છે.
⭑
ઈચ્છાનો અંત નથી, માટે તેને પાંચમાં વ્રત દ્વારા મર્યાદિત કરવી તે મોટામાં મોટો લાભ છે.
મમ્મણ શેઠે જીવનમાં અનીતિ આદિના પાપો અને મોજશોખ વગેરે કર્યાં ન હતાં. મકાન, કપડાં અને ખાણી-પીણીમાં સાદાઈ હતી. છતાંય સાતમી નરકમાં ગયા, કેમકે સંપત્તિ અઢળક છતાં અપરિગ્રહ (વધુને વધુ મેળવવાની ઈચ્છા) નું પાપ તેમનો પીછો છોડતું ન હતું. અઢળક સંપત્તિવાળા કામદેવ શ્રાવક પાંચમા વ્રતના પ્રભાવે આત્મકલ્યાણનો માર્ગ પકડી શક્યા.
પાંચમું વ્રત સ્વીકારવાથી આ ભવમાં સંતોષનું નિષ્કંટક સુખ, લક્ષ્મીની સ્થિરતા, પાપી ધંધાઓનો ત્યાગ, અનીતિ-વિશ્વાસઘાતાદિ કાતીલ પાપોથી મુક્તિ, લોકોમાં પ્રશંસા, ચિત્તની પ્રસન્નતા, જીવનમાં શાંતિ વગેરે પ્રાપ્ત થાય છે. પરલોકમાં ઉત્તમ ઋદ્ધિવંત મનુષ્યપણું કે શ્રેષ્ઠ દેવપણું મળે છે અને પરમ્પરાએ મોક્ષ મળે છે. પાંચમું વ્રત ન સ્વીકારવાથી લોભવૃત્તિ, અસંતોષનું દુઃખ, અતૃપ્તિ, લક્ષ્મીની અસ્થિરતા, પાપી ધંધાઓ, પૈસા ખાતર હાયવોયદોડધામ-અનીતિ-વિશ્વાસઘાતાદિ, લોકોમાં નિંદા, ચિત્તમાં અપ્રસન્નતા, જીવનમાં અશાંતિ, ધન ખાતર કુટુંબમાં ચ ફ્લેશ, સમકિત-મૂલ-બાર વ્રત ૧૨૪ અતિચાર
શ્લોક : ગદ ગદ અપ્પો નોદો, ગદ ગદ અપ્પો પરિશદારંભો तह तह सुहं पवड्ढई, धम्मस्स य होई संसिद्धी ॥ અર્થઃ જેમ જેમ લોભ ઘટતો જાય, જેમ જેમ પરિગ્રહનો આરંભ ઘટતો જાય, તેમ તેમ (ચિત્તમાં પ્રસન્નતા, જીવનમાં શાંતિ, કુટુંબમાં સંપ વગેરેનું) સુખ વધતું જાય છે અને સાચા અર્થમાં ધર્મની સિદ્ધિ
થાય છે.