________________
વત બીજું
વ્રત બીજું- પેટાનિયમો
સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
મુખ્યપ્રતિજ્ઞા
દુષ્ટ મનોવૃત્તિથી કે તીવ્ર સંકલેશથી નીચેના પાંચ પ્રકારના મોટા જૂઠ બોલીશ નહિ તથા બીજા પાસે
બોલાવરાવીશ નહિ.
૧) કન્યાલીક - કન્યા વગેરે સંબંધમાં જૂઠ ૨) ગવાલીક - ગાય વગેરે સંબંધમાં જૂઠ ૩) ભૂમ્પલીક - જમીન વગેરે સંબંધમાં જૂઠ ૪) ન્યાસાપહાર - થાપણ મૂકેલી વસ્તુ અંગે જૂઠ ૫) કૂટસાક્ષી - ખોટી સાક્ષી પૂરવી.
૧. લગ્નાદિ જોડાવવા કે તોડાવવાના ઈરાદાથી કન્યા કે છોકરા સંબંધમાં
જૂઠનો આશ્રય લેવો નહિ. તેમજ ન કહી શકાય તેવી સત્ય પણ વાત પ્રગટ કરવી નહિ. દાસ, દાસી, નોકર વગેરે સંબંધમાં તેમને પરેશાન કરવા કે નોકરીમાંથી
છૂટા કરવાના ઈરાદાથી જૂઠનો આશ્રય લેવો નહિ. ૩. ઈરાદાપૂર્વક કોઈની ઉપર આઘાતજનક આળ લગાવવું નહિ.
બીજાને ભયંકર આઘાત પહોંચાડે તેવી આક્રોશ ભરેલી વાણી બોલવી
નહિ. ૫. કોઈની આઘાતજનક ગુપ્ત વાતો ખુલ્લી પાડવી નહિ.
ગાય, ભેંસ, બકરા, ઊંટ, પોપટ વગેરે પશુ કે પક્ષીઓ સંબંધમાં જૂઠ બોલવું નહિ. (જેમ દૂધ આપતા હોય છતાં કહેવું નથી આપતા. સારા હોય છતાં દૂષણ બતાવવા. દૂષણો છતાં ખોટી પ્રશંસા કરવી. આ બધું લે-વેચ સંબંધમાં ઈર્ષ્યાદિ દુષ્ટ આશયથી બનતું હોય છે તે ત્યાગવું.) ખેતરની જમીન, ઘર, દુકાન, વાડી વગેરે સંબંધમાં જૂઠ બોલવું નહિ. (જેમ-જમીન મૂળ માલિક સિવાય અન્ય વ્યક્તિની કે પોતાની છે તેમ કહેવું. ઉખર જમીન હોવા છતાં રસાળ કહેવી, રસાળ જમીન હોય છતાં ઉખર કહેવી. કોઈનું મકાન વેચાય નહિ તે માટે અંદર ભૂત છે, અપલક્ષણીયું છે વગેરે કહેવું. અપલક્ષણીયું છતાં વેચાય તે માટે સારું
કહેવું.) ૮. ધન, માલ, મિલકત, વસ્ત્ર, વાસણ, વૃક્ષ વગેરે સંબંધમાં જૂઠ બોલવું
નહિ. સોનું, ચાંદી વગેરે થાપણ મૂકેલી વસ્તુ અંગે જૂઠ બોલવું નહિ. (જેમથાપણ મૂકી જ નથી તેમ કહેવું, બદલીને બીજી કહેવી, ઓછી કહેવી વગેરે. વસ્તુતઃ આ ચોરીનો પ્રકાર છે, પરંતુ જૂઠું બોલીને ચોરી કરાતી
હોઈ મૃષાવાદમાં ગણેલ છે.) સમકિત-મૂલ-બાર વ્રત
(૨૦)
૧૨૪ અતિચાર
દિષ્ટ આશયથી બોલાયેલું સત્ય પણ અસત્ય છે. દુષ્ટ આશય વિના કોઈ જીવદયાદિકે અન્ય વિશિષ્ટ કારણે જૂઠ બોલવું પડે તો તેની છૂટ આપવામાં આવી છે. વળી ભૂલથી, મજાકમાં, સાહજિક, ભય વગેરે કારણે જૂઠ બોલાય તો તેની પણ છૂટ આપવામાં આવી છે.]
સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર