________________
વાંચવા જેવું...
જીવદયા પાળવાથી આરોગ્ય, આદેયતા (બીજા આપણી આજ્ઞા સ્વીકારે તેવું પુણ્યબળ), અનુપમ રૂપ, નિષ્કલંક યશ, નિષ્પાપ ન્યાયોપાર્જિત ધન, નિર્વિકારી યૌવન, અખંડ દીર્ધાયુ, કદી ઠગે નહીં કે કલેશ કરે નહીં તેવો પરિવાર, પિતૃભક્ત પુત્રો વગેરે ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. તેમજ સદ્ગતિ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે.
જીવહિંસાથી પાંગળાપણું, ઠંડાપણું, કોઢીયાપણું વગેરે મહા રોગો, સ્વજનાદિનો વિયોગ, શોક, અકાળે મરણ, દુઃખ, દુર્ભાગ્ય, ઘરમાં કલેશ વગેરે મહાદુઃખો મળે છે. તિર્યંચ અને નરકગતિમાં આકરા દુઃખો ભોગવવા પડે છે.
બાથ, તળાવ, સરોવર, સમુદ્ર વગેરે જળાશયોમાં સ્નાન કરવા પડવું નહિ. (જળાશયોમાં પાણીનો જથ્થો કેટલો બધો? અને તેમાં ત્રસજીવો પણ કેટલા બધા? આ બધાની હિંસાથી આપણે બચવું જ જોઈએ. સ્નાનાદિ માટે જરૂર તેટલા જ-શક્ય તેટલા ઓછા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કાચા પાણીના ટીપે-ટીપે અસંખ્ય જીવોની હિંસા હોવાથી પાણીને ઘીની માફક ઓછું વાપરવાનું મહાપુરુષો જણાવે છે.) કૂવા, તળાવ વગેરેના કિનારે બેસીને કપડાં ધોવા નહિ. (કેમકે સાબુ વગેરે સહિતનું પાણી કૂવા, તળાવ વગેરેમાં જતાં પાણીના અસંખ્ય જીવોની હિંસા થાય છે.) જ્યાં લીલ, સેવાળ તેમજ કીડીઓ વગેરે જીવજંતુઓ ખૂબ જ હોય અથવા કીડી વગેરેના દર હોય તેવાં સ્થાને સ્નાનાદિ કરવા નહિ. કીડી વગેરેના દર પૂરવા નહિ, ધૂળથી ઢાંકવા નહિ. વિના કારણે ઘાસ ઉપર ચાલવું નહિ અને વિના કારણે વનસ્પતિ, ફળ, પુષ્પ, પાંદડા વગેરે તોડવા નહિ. (કારણ હોય તો છૂટ, ન છૂટકે છૂટ, અજાણતાં છૂટ.) ઠંડી વગેરેમાં ઠંડી ઉડાડવા માટે કપડાં, કાગળ, ટાયર, લાકડાં, સુકુ ઘાસ વગેરેથી તાપણું કરવું નહિ. (આવું તાપણું કરવામાં જ્ઞાનાદિની ભયંકર આશાતના, ત્રસ વગેરે જીવોની ઘણી હિંસા થાય છે.) ભયંકર ક્રોધમાં આવી જઈ પત્ની, બાળકો, માતા-પિતા કે અન્ય કોઈને પણ લાકડી વગેરેથી મારવા નહિ. પશુ-પક્ષી ઉપર ગોફણ વગેરેથી પત્થર વગેરેનો ઘા કરવો નહિ તથા
શિકાર કરવો નહિ. ૧૩. માછલી, મગર, મનુષ્ય વગેરે પ્રાણીના આકારના પદાર્થો ખાવા નહિ. ૧૪. પશુ, પક્ષી કે મનુષ્યના ચિત્રો ફાડવા નહિ. (જો ચિત્ર જોનારાને વાસના
પેદા કરે તેવું હોય, તો બીજાને વાસનાથી બચાવવા ફાડી નાખવામાં દોષ નથી.)
૧૧.
વ્રતો સ્વીકારવાના દિવસે ઓછામાં ઓછો એકાસણાનો તપ કરવો. જે વ્રત-નિયમો લેવાં હોય ત્યાં ૪ કરો. જે વ્રત-નિયમ ન લેવો હોય ત્યાં ૪ કરો. જે વ્રત-નિયમમાં કંઈક છૂટછાટ રાખવી હોય તો તેની નોંધ ત્યાં જ કરી દો. મુખ્ય પ્રતિજ્ઞાઓ અને પેટાપ્રતિજ્ઞાઓ શક્ય હોય તેટલી વધુ લેવી.
સમકિત-મૂલ-બાર વ્રત
૧૨૪ અતિચાર
સમકિત-મૂલ-બાર વ્રત
૧
ભાર વત
૧૨૪ અતિચાર