SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાઓને પણ સમજાવે - વંચાવે તેવી કોઈ પરંપરા ન હતી. સમસ્ત સંઘમાં કર્મપ્રકૃતિના અભ્યાસી કોઈ ન હતા. તત્ત્વના અત્યંત પ્રેમી અને કર્મસાહિત્યના સાગરમાં મરજીવા બની ઉંડા ઉતરવાની ઈચ્છાવાળા એ મહાત્માએ નિરાશા ખંખેરી નાખી. ભંડારમાંથી પ્રાચીન હસ્તલિખિત પ્રતો કટાવી વાંચવાનો પ્રારંભ કર્યો. શ્રત સમદ્રના આદ્યપિતા તીર્થકર-ગણધર ભગવંતોને નમસ્કાર કર્યા, શ્રુત-સ્થવિરોને ભાવપૂર્ણ વંદન કર્યા. કર્મપ્રકૃતિના રચયિતા શિવશર્મસૂરિ મહારાજને, પંચસંગ્રહના કર્તા ચન્દ્રર્ષિ મહત્તરજીને, ચૂર્ણિકારને, ટીકાકારોને ભાવથી નમસ્કાર કર્યા. બીજા પણ નમસ્કરણીયોને, વંદનીયોને નમસ્કાર વંદન કરી, સ્વ. ગુરુદેવોને પણ મંગળ નિમિત્તે વંદન કરી, કૃતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીનું સ્મરણ કરીને આ પુણ્યપુરુષે ‘કમ્મપયડી’ અને ‘પંચસંગ્રહ' ગ્રંથના અભ્યાસનો પ્રારંભ કર્યો. ઘણી મહેનત કરી. વ્યાકરણ, ન્યાય અને પ્રકરણ - કર્મગ્રંથાદિના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બધી જ પ્રજ્ઞાને કામે લગાડી. પણ ગૂઢ અને જટિલ પદાર્થો ઉકલતા નથી. પંક્તિઓ સમજાતી નથી. એક બે વાર તો આખા ગ્રંથોનું વાંચન પૂર્ણ થયું, પરંતુ કંઈ જ હાથમાં આવ્યું નહીં. કોઈ પરંપરા નથી કે નથી એવી કોઈ વ્યક્તિ કે જેને પૂછીને આમાં આગળ વધાય. આમ છતા બિલકુલ નિરાશ થયા વિના એ મહાત્મા ફરી ફરીને વાંચતા ગયા. આગળ વધતા ગયા.... છેવટે કંઈક કંઈક પદાર્થો સમજાવા લાગ્યા. બંધનકરણ, સંમકરણ, ઉદ્વર્તનાકરણ, અપવર્તનાકરણ, ઉદીરણાકરણ, ઉપશમનાકરણ, નિધતિકરણ, નિકાયનાકરણ, ઉદય અને સત્તારૂપ દશે વિષયોમાં હવે પ્રજ્ઞાની ચાંચ ડૂબવા લાગી. ધીમે ધીમે રહસ્યો ખુલવા માંડયા અને છેવટે અનેક વાર વાંચન કરી આ પદાર્થોને આત્મસાત્ કર્યા. પૂર્વપુરુષોની યાદ અપાવે તેવા આ મહાપુરુષ... આપણી માફક પદાર્થોની નોટ નહોતા કરતા, પણ બધા જ પદાર્થો તેમના મનમાં ફિટ થઈ જતા. દિવસ તો તેમનો સ્વ-પરના અધ્યયન-અધ્યાપનમાં તથા શાસન-સંઘના વ્યવહારિક કાર્યોમાં પસાર થઈ જાય. પણ રાત્રિ આખી પોતાના હાથમાં હતી. રાત્રિની નિરવ શાંતિ આ મહાપુરુષની કર્મગ્રંથ અને કર્મસાહિત્યના પદાર્થોના ચિંતનમાં પસાર થવા લાગી. સેંકડો રાત્રિઓ સુધી પદાર્થોનું ચિંતન કરતા બધા જ પદાર્થો આત્મસાત્ કર્યા. જૈન શાસનની પદ્ધતિ મુજબ પ્રાપ્ત થયેલ જ્ઞાનને યોગ્ય પગમાં વિનિમય કરવાનું એમણે શરુ કર્યું. અનેક મહાત્માઓમાં તેમણે આ જ્ઞાનનો વિનિયોગ કર્યો. કેટલાક પંડિતો ચંદુલાલ નાનચંદ સિહોરવાળા, દેવચંદભાઈ વગેરેને પણ તેમણે આનો અભ્યાસ કરાવ્યો. અને પંડિતો દ્વારા પણ અનેક મહાત્માઓમાં (સાધુ-સાધ્વીઓમાં) આ જ્ઞાન પ્રસારિત થયુ. જૈન સંઘ કર્મસાહિત્યના જ્ઞાનથી સમૃદ્ધ થયો. આ પુણ્યપુરુષ એટલે સુગૃહીત નામધેય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. - આજે તો લગભગ સેંકડો સાધુ-સાધ્વીઓ તથા અનેક પંડિતશ્રાવકોમાં પણ આ જ્ઞાન પ્રસારિત થયુ છે. મહેસાણા તત્વજ્ઞાન પાશાળામાં પણ આનો અભ્યાસક્રમ ચાલે છે. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તે વખતે તો મુનિશ્રી ભાનવિજયજી હતા. સં. ૨૦૦૫ માં ગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ અંતરના આશીર્વાદ સાથે મુનિશ્રી ભાનુવિજયજીને મુંબઈ ચાતુર્માસ મોકલ્યા. વૈરાગ્ય રસની હેલીઓ વરસી, મુંબઈનો સંઘ તરબોળ થયો. અનેક કુટુંબોમાં તો સંયમની વાતો શરુ થઈ. સં. ૨૦૦૬ માં ત્રણ મુમુક્ષઓને (જેમાંના એક વર્તમાન ગચ્છાધિપતિ આ. જયઘોષસૂરિ મ. છે) પ્રવજ્યા પ્રદાન કરી, ગુરુદેવશ્રી પરમગુરુદેવશ્રીની નિશ્રામાં પાલીતાણા ચાતુર્માસ પધાર્યા. પરંતુ સં. ૨૦૦૭માં પૂ.ગુરુદેવશ્રી તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા વિશાળ પરિવાર સાથે મુંબઈ પધાર્યા. અધ્યાત્મિક દંતિ આગળ વધી. મુંબઈમાં ત્રણ ચાર વર્ષોની સ્થિરતા દરમિયાન સંસારમાંથી અનેક વિકેટે ઉખડી
SR No.008986
Book TitlePadartha Prakasha Part 06
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size394 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy