________________
કર્મસાહિત્ય-નિષ્ણાત, વિશાળ-કર્મસાહિત્ય-સર્જક, ઘોર-સંયમ-સાધક, પરમ-પુરુષના પાવન ચરણોમાં
ભાવભર્યા વંદન...
(પ્રકાશકીય) પદાર્થ પ્રકાશ ભાગ-૬ ઢે, જેમાં પૂજયપાદ દેવેન્દ્રસૂરિ મ. કૃત શતક-પાંચમા કર્મગ્રંથના પદાર્થોનો સંગ્રહ તથા તેની મૂળગાથા અને શબ્દાર્થ આપેલા છે, તેને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. આપણા જૈન તત્વજ્ઞાનને સમજવા માટે જીવવિચાર, નવતત્વ, દંડક, લઘુ સંગ્રહણિ તથા ભાષ્ય, કર્મગ્રંથ વગેરે ઉત્તમ પ્રકરણ ગ્રંથો છે. પદાર્થપ્રકાશના પૂર્વેના પાંચ ભાગોમાં ચાર પ્રકરણ, ત્રણ ભાગ અને ચાર કર્મગ્રંથ સુધીના પદાર્થો તથા તેના ગાથા - શબ્દાર્થ પ્રકાશિત કર્યા છે. હવે આ છમ્ર ભાગમાં પાંચમાં કર્મગ્રંથના પદાર્થો પ્રકાશિત થાય છે. અને હવે સાતમા ભાગમાં છટ્ઠ કર્મગ્રંથના પદાર્થો પ્રકાશિત થશે.
અનેક પૂજ્યોનો તથા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓનો પણ લાભ આ ગ્રંથો દ્વારા મળી રહ્યો છે. તે આનંદનો વિષય છે.
તત્વજ્ઞાનના અભ્યાસથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ચિત્તની પણ નિર્મળતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પ્રભુશાસન પ્રત્યેની શ્રદ્ધા વધુને વધુ દેટ થાય છે. માટે સૌ કોઈ આ તત્ત્વજ્ઞાનનો શક્તિ મુજબ અભ્યાસ કરે એ જરૂરી છે. તત્વજ્ઞાનનો અભ્યાસ પદાર્થપ્રકાશના આ ભાગો દ્વારા અત્યંત સરળતાથી થઈ શકે છે. તેવી આમાં પદ્ધતિ છે.
ચતુર્વિધ સંઘ આ સુંદર ગ્રન્થોનો સુંદર ઉપયોગ કરી સ્વાધ્યાયાદિમાં લીન બને એ જ શુભાપેક્ષા.
પંડિતવર્ય શ્રીપારસભાઈ ચંપકલાલ શાહ એ આ પુસ્તકનું સંપૂર્ણ મેટર તપાસ્યું છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
વિશેષ શ્રુતભક્તિનો લાભ મળતો રહે, એ જ કૃતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને પ્રાર્થના.
વર્ષો પૂર્વેની વાત છે, એ વખતે જૈન સંઘમાં સાધુઓની સંખ્યા પણ અલ્પ હતી. જ્ઞાનની સાધના પણ જોઈએ તેવી ન હતી. જ્ઞાનસાધના માટે સામગ્રી પણ સુલભ ન હતી.
ઘણા સાધુ-સાધ્વીઓ પણ કર્મગ્રંથના અભ્યાસ માટે ભરૂચના અનુપચંદભાઈ પાસે જતા અને કર્મગ્રંથનો અભ્યાસ કરતા. ચાર અને પાંચ કર્મગ્રંથમાં તો થાકી જતા. કો'ક આગળ વઘીને ભાંગાઓની જાળવાળા છઠ્ઠ કર્મગ્રંથ સુધી પહોંચતા.
આવા પ્રસંગે એક મુનિ-મહાત્મા જે અંતર્મુખ હતા, ગુરુ- વિનયભક્તિ પૂર્વક સ્વાધ્યાય જેમનો પ્રાણ હતો તેઓએ પણ છ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કર્યો. કર્મગ્રંથના પદાર્થોની ખૂબ રણા કરી આત્મસાત કર્યા. પણ અનેક ગ્રંથોમાં આવતા કર્મપ્રકૃતિ અને પંચયસંગ્રહના કર્મસિદ્ધતવિષયક ગ્રંથોના નામ વાંચી સાંભળી તેમને કર્મપ્રકૃતિ - પંચસંગ્રહના અભ્યાસની તાલાવેલી લાગી. મુદ્રણનો એ કાળ ન હતો. ભંડારમાં હસ્તલિખિત ગ્રંથો હતા અને એનો જ ઉપયોગ થતો. એ મહાપુરુષે ભંડારમાંથી ‘કમ્મપયડી’ અને ‘પંચસંગ્રહ’ની પોથીઓ કાઢી. છ કર્મગ્રંથ સુધીમાં જ જ્યાં બુદ્ધિ અસ્વાઈ જતી ત્યાં ‘કમ્મપયડી'માં તો આગળ કેવી રીતે વઘાય ? કર્મસિદ્ધાંતનું અત્યંત ઉsiણ ‘કમ્મપયડી' ગ્રંથમાં હતું. ગ્રંથ ગહન હતો. ‘કમ્મપયડી' ગ્રંથના રહસ્યોને સમજાવી શકે, તેવી કોઈ પરંપરા પણ ન હતી. સાધન હતુ ‘કમ્મપયડી'ના એ પદાર્થોને સમજવા તેના ઉપર રચાયેલી કોઈ પૂર્વપુરુષની સંક્ષિપ્ત ચૂર્ણિ, વળી પૂ. મલયગિરિ મ.ની તથા ઉપાધ્યાયજી યશોવિજયજી મ. ની રચેલી તેના પર થોડીક વિસ્તૃત બે ટીકાઓ, પંચસંગ્રહ પર તેના કર્તાની મૂળટીકા અને બીજી પૂ.મલયગિરિ મ. ની ટીકા. પણ આ ચૂર્ણિ અને
લિ. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના
સ્ટિઓ