________________
૮૨ -
પલ્યોપમનું સ્વરૂપ
અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી = ૧ પુદ્ગલપરાવર્ત. અનંત પુદ્ગલપરાવર્ત = અતીતાદ્ધા “અનંત પુદ્ગલપરાવર્ત = અનાગતાદ્ધા
આ પલ્યો - સાગરો થી ચારે ગતિના જીવોની કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ મપાય છે.
પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલા ગ્રોથી ભરી તે વાસાગ્રોને પૃષ્ટ આકાશપ્રદેશોને પ્રતિસમય ૧-૧ બહાર કાઢતા બધા સ્પષ્ટ આકાશપદેશો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર ક્ષેત્ર પલ્યોપમ છે. ૧ બા. ક્ષેત્ર પલ્યો x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર ક્ષેત્ર સાગરો .
પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે કહ્યા મુજબ વાલા ગ્રોના ટુકડાથી ભરી તે ટુકડાઓને પૃષ્ટ કે અસ્કૃષ્ટ બધા આકાશપદેશોને પ્રતિસમય ૧-૧ બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જે કાળ લાગે તે એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ છે. ૧ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યો૦ x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મક્ષેત્ર સાગરો આ પલ્યો-સાગરો થી દષ્ટિવાદમાં દ્રવ્યપ્રમાણની પ્રરૂપણા થાય છે.
મન - સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યો માં જો પ્યાલાના સ્પષ્ટ - અપૃષ્ટ બધા આકાશપ્રદેશો કાઢવાના હોય તો વાલાગ્રના અio ટુકડાથી તે પ્યાલાને ભરવાની શી જરૂર ?
– પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ જવાબ - સૂ.ક્ષેત્ર પલ્યો થી દૃષ્ટિવાદમાં દ્રવ્યો મપાય છે, તેમાંથી કેટલાક દ્રવ્યો વાલાગ્રથી પૃષ્ટ આકાશપ્રદેશ જેટલા છે અને કેટલાક દ્રવ્યો વાલાઝથી અસ્કૃષ્ટ આકાશપ્રદેશ જેટલા છે, માટે દૃષ્ટિવાદમાં કહેલા દ્રવ્યોને માપવા ઉપયોગી હોવાથી સૂ.ક્ષેત્ર પલ્યોમાં વાલાના અio ટુકડાથી પ્યાલાને ભર્યો.
૫ગલપરાવર્તનું સ્વરૂપ ગુણઠાણાના અંતરમાં પુદ્ગલ પરાવર્તની વાત આવી. તેથી હવે તેનુ સ્વરૂપ જણાવાય છે.
પદ્ગલપરાવર્ત ૪ પ્રકારના છે - દ્રવ્ય, ગ, કાળ, ભાવ. દરેકના બે-બે ભેદ છે - બાદર અને સૂક્ષ્મ.
(૧) બાદર દ્રવ્ય પગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને અનેક ભવોમાં આહા સિવાયના ૧સાત પદાર્થો તરીકે પરીણમાવીને છોડે તેટલો કાળ તે એક બા. દ્રવ્ય પગલપરાવર્ત.
(૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને આહા સિવાયના ‘૭ માંથી ૧ પદાર્થ તરીકે પરિણાવીને છોડે તેટલો કાળ તે એક સૂ. દ્રવ્ય પુદ્ગલપરાવર્ત.
() બાદર ક્ષેત્ર પગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપદેશોને સ્પર્શીને મરે તેટલો કાળ તે એક બા. ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત.
(૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ૧૪ રાજલોકના બધા આકાશપ્રદેશોને ક્રમસર સ્પર્શીને મરે તેટલો કાળ તે એક સૂ.ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત. ૧. મતાંતરે ઔદાળ શરીર, વૈo શરીર, તૈo શરીટ, કામણ શરીર રૂ૫ ૪ પદાર્થો તરીકે, ૨. મતાંતરે ૪ માંથી ૧.
૧. આ ભગવતીટીકાનો અભિપ્રાય છે. જેમ અનાગતોદ્ધાનો અંત નથી તેમ અતીતાદ્ધાની
આદિ નથી. તેથી બન્ને સમાન છે. તે પાઠ આ પ્રમાણે છે - 3વા પટ્ટાન્ન, ન સમધ્યાન દોરુ છત્તી | તીય5TTTTT૩it, દ્રા ન વ તુIT3rt || (શતક ૧૨, ઉદ્દેશ ૨)
જીવસમાસનો અભિપ્રાય એવો છે કે અતીતાદ્ધા કરતા અનાગતાદ્ધા અનંતગુણ છે, કેમકે અનાગતાદ્ધાનો ક્યારેય ક્ષય નથી થતો. તે પાઠ આ પ્રમાણે છે - ૩ff अणंता, पुग्गलपरियट्टओ मुणेयचो । तेऽणता तीयद्धा अणागयद्धा अणंतगुणा ।। (જીવસમાંસ, ગા.૧૨૯)