________________
પ્રકાશકીય
વર્ગ પરંપરાએ મુક્તિ સુખને પામે એ અભિલાષાથી પદાર્થપ્રકાશ ભાગ૫ પ્રકાશિત થઈ રહ્યો છે.
ભીમ ભવોદધિતારક અનંત ઉપકારી ગુરુદેવશ્રી વૈરાગ્યદેશના દક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંપાદિત પ્રકરણ કર્મગ્રંથ પર પ્રકાશ પાથરનારા ચાર ભાગો લગભગ ૩૦-૩૫ વર્ષથી હજારો સાધકોની સર્ચલાઈટ બની ચૂક્યો છે.
પદાર્થ પ્રકાશ એટલે તે તે વિષયોના પદાર્થોનું ગાથા રહિત સુંદરસરળ અને વ્યવસ્થિત સંકલન... તે પણ લેશ માત્ર વિષયને છોડ્યા. વગરનું...
પાઠશાળાઓમાં જે જીવવિચારાદિ એક એક વિષયોને ભણતા ૩/ ૪ મહિનાઓ લાગી જાય... તે પદાર્થપ્રકાશની સરળ પદ્ધતિના માધ્યમે ૧૫ દિવસમાં આરામથી અભ્યસ્ત થઈ જાય. કારણ... પદાર્થનું સૌષ્ઠવ... શૈલીની રસાળતા... કઠણ પદાર્થોને સરળ ભાષામાં રજૂ કરવાની અદ્ભૂત કળા...
ગુરુદેવશ્રીના પદાર્થપ્રકાશના ૪ ભાગને જૈન સમાજમાં છેલ્લા ૩૫/૩૫ વર્ષથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે...દરેકની અનેક આવૃત્તિઓ બહાર પડી છે. અભ્યાસ માટે જાણે એક સ્ટાન્ડર્ડ માઈલ સ્ટોન જોઈ લો...
ઓછા સમયમાં સારો – ઝપ્પી અને વ્યવસ્થિત અભ્યાસ કરવા માટેનું બેનમૂન નજરાણુ આ પદાર્થ પ્રકાશ છે. મોટા મોટા પંડિતો પણ તેની રસાળતા અને મધુરતા જોઈ ઓવારી જાય છે.
બાકી રહેલ ભાષ્યત્રયનું નજરાણું આજે શ્રીસંઘ સમક્ષ આવી. રહ્યું છે. તે અતિ આનંદનો વિષય છે. તે અતિ આદરણીય બનશે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી...પ્રસ્તુત ગ્રંથના અભ્યાસથી અનેક પુણ્યાત્માઓ દેવ-ગુરુ-ક્રિયા પ્રત્યે અત્યંત શ્રદ્ધા – આદર - બહુમાન ભાવવાળા બની શુદ્ધ સ્વરુપને પ્રાપ્ત કરનારા બને, એજ અંતરની એક અભ્યર્થના.
વીરપ્રભુએ કેવળજ્ઞાન પછી ભવ્યજીવોને તારવા દેશનાઓ આપી, પ્રભુની પરંપરામાં આવેલા આચાર્ય ભગવંતોએ પ્રભુની દેશનાના અંશોનો સંગ્રહ કરી શાસ્ત્રો બનાવ્યા. પૂ. દેવેન્દ્રસૂરિ મહારાજે ત્રણ ભાષ્યો રચ્યા. શ્રાવક અને સાધુ જીવનની પાયાની સમજણ આ ત્રણ ભાષ્યોમાં આપેલી છે. પૂ.હેમચન્દ્રસૂરિ મહારાજે ત્રણે ભાષ્યોના પદાર્થોનું સંકલન કર્યું છે જે આ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. આ પ્રકાશના પ્રસંગે અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. આ પૂર્વે પણ પૂજ્યશ્રીએ જીવવિચાર-નવતત્ત્વ-દંક-લઘુસંગ્રહણી, ૧-૪ કર્મગ્રંથના પદાર્થોની સંકલના કરી હતી જે પદાર્થપ્રકાશ ભાગ ૧-૪ રુપે પ્રકાશિત થઈ ચૂકી છે. પ્રકરણ ગ્રંથોનો સરળતાથી અને ઝઝથી અભ્યાસ કરવા માટે અભ્યાસીઓને આ પદાર્થપ્રકાશના ભાગો ખૂબ જ ઉપયોગી બને છે. પૂજ્યશ્રીએ કરેલ આ પદાર્થોની સંકલના બદલ અમે એમના. અત્યંત ઋણી છીએ. ભવિષ્યમાં પણ આવા પદાર્થોની સંકલના કરી અભ્યાસીઓ ઉપર ઉપકાર કરવા પૂજ્યશ્રીને ભાવભરી વિનંતી.
અભ્યાસીઓ આ ગ્રંથના અભ્યાસ દ્વારા સમ્યગ્બોધ પામી શીઘ મુક્તિ પામે એ જ અભ્યર્થના.
લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના
ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરિક અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ
ઉપેન્દ્ર તારાચંદ શાહ