________________
*
સિદ્ધત્વ છે તે સિદ્ધત્વની સ્તવના કરાય છે. સાથે તેમાં વીરપ્રભુ, નેમિનાથપ્રભુ, અષ્ટાપદાદિ તીર્થોની પણ વંદના કરાય છે.
આ ઉપરાંત વૈયાવચગરાણું વિગેરે દ્વારા સભ્યષ્ટિ દેવોની પણ ઉપાસના થાય છે. વળી પ્રણિધાનસૂત્રો, સ્તવન, સ્તુતિઓ વિ. દ્વારા પણ પરમાત્માને વંઠન, ગુણગાન, પ્રાર્થના થાય છે. જાવંત કે વિ સાહુ સૂત્ર દ્વારા ૧૫ કર્મભૂમિના સર્વ મુનિઓને વંદન થાય છે. અને છેલ્લા જયવીયરાય સૂત્ર દ્વારા પરમાત્માની પાસે લૌકિક અને લોકોત્તર બન્ને પ્રકારની અનુકૂળતાઓની કે શ્રેષ્ઠતાઓની યાચના કરાય છે.
આમ એક ચૈત્યવંદનમાં નાજિત, સ્થાપનજિન, દ્રજિન, ભાજિન, વીશ વિહરમાન જિન, શ્રુતજ્ઞાન, સિદ્ધભગવંતો, મહાવીરસ્વામી, ઉજજયંત તીર્થ, અષ્ટાપદ તીર્થ તથા સર્માકતી દેવો, સાધુભગવંતો વિ. ઉચ્ચપદોની ઉપાસના થાય છે. તેથી ચૈત્યવંદન મોક્ષમાર્ગના અર્થીઓ માટે એક મહાનયોગસાધના છે,
વ્યવહારમાં માણસને જ્યાં કંઈક કામ પડે છે ત્યારે રાજા (લોકશાહીમાં પ્રધાનો વિ.) પાસે જાય છે. ત્યારે પ્રથમ ભેટણું ઘરે છે. પછી રાજાના ગુણગાન ગાય છે. પોતાની લઘુતા પ્રર્શિત કરે છે અને ત્યારપછી છેલ્લે પોતાની માંગણી રજુ કરે છે. આ જ રીતે અહીં પણ સંસારમાં રહેલા જિનભક્તો પ્રભુની ઉત્તમ દ્રવ્યોથી અંગપૂજા અને અગ્રપૂજા કરે છે. (આ ભેટણાના સ્થાને છે) પછી સ્તવન વિ. માં પ્રભુના ગુણગાન ગાય છે. પોતાની લઘુતા પ્રદર્શિત કરે છે અને સૌથી છેલ્લે જર્યાવયરાય સૂત્ર દ્વારા પ્રભુની પાસે ભનિર્વેદ, માર્ગાનુસારીપણું, ઈષ્ટફíદ્ધિ (જિનıક્ત વધુ થાય તેવી આલોકની અનુકૂળતાઓ) વિ. છ લૌકિક વસ્તુઓની અને શુભગુરૂનો યોગ તથા મુક્ત ન મળે ત્યાં સુધી તેમના વચનનું પાલન થઈ શકે તેવી લોકોત્તર વસ્તુની યાચના કરે છે. પછી પણ ભવોભવ સુધી પરમાત્માના ચરણોની
સેવા અને છેલ્લે દુઃખનો ક્ષય તેના કારણભૂત કર્મનો ક્ષય અને સમાધિમરણ અને પરલોકમાં બોધિ એટલે જિનશાસનની પ્રાપ્તિના લાભની આશંસા કરાય
છે. પ્રભુના પ્રભાવથી આ બધુ મને મળે તેવી ઈચ્છા પ્રગટ કરાય છે. 甜
પ
વીતરાગપ્રભુ રાગ-દ્વેષ રહિત હોવાથી કોઈને કશું જ આપતા નથી, પરંતુ તેમના પ્રત્યે ઉભા થતા શ્રદ્ધાના અને ભક્તિના ભાવનો પ્રભાવ એવો છે કે પરમાત્માની પાસે નિર્દોષપણે સરળતાથી કરેલ નિંધ યાચનાઓ કપિ નિષ્ફળ થતી નથી. અર્થાત્ ભગવાન કોઈને કશું જ આપતા નથી. પણ પરમાત્માની પાસે યાચના કરનારને પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિના પ્રભાવે યોગ્ય યાયિત વસ્તુઓ મળ્યા વગર રહેતી નથી.
આમ, પરમાત્માની પૂજા સર્વકાર્યદ્ધિનું અમોઘ સાધન છે. છેલ્લે યાવત્ ચારિત્ર પ્રાપ્તિ કરાવી સિદ્ધિસ્થાન સુધી પહોંચાડનાર મહાન સાધના છે. માટે શ્રાવકોએ વિધિપૂર્વક ઉત્તમદ્રવ્યોથી પરમાત્માની અંગપૂજા (ચંઠા, પુષ્પ, આંગી, જળપૂજા, આભૂષાર્થાદ) તથા અગ્રપૂજા (ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ, સુવર્ણી ઘરવા તે) કરી પછી અવશ્ય ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું. શ્રાવકોએ દિવસમાં ત્રણ વાર અને સાધુ-સાધ્વીજીઓએ પણ હંમેશ
ર વાર ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાનું જ્ઞાનીઓનું ફરમાન છે. આમાં આવિઠિ કોઈ મહત્ત્વના કારણે જ મધ્યમ કે જઘન્ય ચૈત્યવંનની છૂટ આપેલ છે..
સૌ કોઈ ચૈત્યવંદનની સાધના દ્વારા જીવનને સફળ કરો, પરલોક સુધારો અને શીઘ્ર શિવસુખને પામો એ જ એકમાત્ર શુભાભિલાષા. આચાર્ય હેમચન્દ્રસૂરિ અનુક્રમણિકા .
નં.
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
..
વિષય
શ્રીચૈત્યવંદનભાષ્યના પદાર્થો .
શ્રીચૈત્યવંદનભાષ્યના ગાથા અને શબ્દાર્થ
શ્રીગુરુવંદનભાષ્યના પદાર્થો
શ્રીગુરુવંદનભાષ્યના ગાથા અને શબ્દાર્થ શ્રીપચ્ચક્ખાણભાષ્યના પદાર્થો .......... શ્રીપચ્ચક્ખાણભાષ્યના ગાથા અને શબ્દાર્થ
પરિશિષ્ટ-૧
પરિશિષ્ટ-૨
પાના નં.
૧ ૨૫ 39
. ૫૭ .૬૫
.......૮૮
..EC
૧૦૦