________________
ચૈત્યો વગેરેને વંદના થાય છે. આ વિગત સંધાયાર ભાણુમાં જણાવી
સ્તુતિ કરી છેવટે સુખરૂ ભગવઓ કરમ કાઉસ્સગ્ન વંદણતૃત્તિયાએ... વગેરે દ્વારા શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ કર્યો. પારીને સ્તુતિ બોલ્યા. આ રીતે શ્રુતજ્ઞાનની પણ આરાધના થઈ.
શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ કરી પારીને પ્રગટ શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલ્યા પછી દેવવંદનમાં ‘સિદ્ધાણં બુઠ્ઠાણ’ સૂત્ર આવે છે. આ સૂત્રમાં પાંચ અંધકાર આવે છે. (૧) સિદ્ધવંદના-પ્રથમ ગાથા દ્વારા સિદ્ધભગવંતનું સ્વરૂપ પ્રગટ કરવાપૂર્વક
વંદન કરાય છે. (૨) વીરવંદના-બીજી અને ત્રીજી ગાથા દ્વારા આસક્ત ઉપકારી એવા
દેવાધિદેવ ચરમતીર્થકર શ્રી મહાવીર પરમાત્માનો મંહમાં પ્રગટ કરવા
સાથે તેમને વંદન કરાય છે. (3) ઉજયંતતીર્થ વંદના-ચોથી ગાથામાં ઉજ્જયંત એટલે કે ગિરનારતીર્થ
ઉપર નેમિનાથ ભગવાના ત્રણ કલ્યાણક ને યાદ કરવાપૂર્વક પ્રભુજીને
વંદના કરાય છે. (૪) અષ્ટાપદ વંદના-છેલ્લી ગાથામાં ચાર, આઠ, દસ અને બે આમ ચોવીસ
તીર્થકર ભગવંતો પૂર્વાધ દિશામાં અષ્ટાપમાં જે રીતે સ્થાપન કરવામાં આવ્યા છે તે યાદ કરી તેમને વંદન કરાય છે. આમ અષ્ટાપદ તીર્થની વંદના થાય છે. જો કે આ માથામાં ચાર આ સંખ્યાને વિવિધ રીતે ગોઠવીને નંદીશ્વર ના પર, નંદીશ્વરના ઈંદ્રાણી ના ચૈત્યો સાથે ૬૮, વિહરમાન વીશ, ભરત-ઐરવતમાં એક સાથે જઇમ પામતા દશ તથા મતાંતરે ૧૦ વિહરમાન, મહાવદેહમાં ઉત્કૃષ્ટ ૧૬૦,૧૫ કર્મભૂમિમાં ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦, ત્રણે ચોવણીના ૭ર, પાંચે ભરતની વર્તમાન ચોવણીના ૧૨૦, પાંચે ભરતની ત્રણે યોવણીના 30, જંબુદ્વીપના ભરત-ૌરવતની ત્રણે ચોવણીના ૧૪૪, પાંચે ભરત તથા પાંચે ઐરાવતની વર્તમાન ચોવણીના કુલ ર૪૦, જંબુદ્વીપના ૬૩૫ શાશ્વત ચૈત્યો, ત્રણે ભુવનમાં વૈમાનિક આદિ ર૪ પ્રકારના શાશ્વત
(૫) સમ્યગ્દષ્ટિદેવનું સ્મરણ-“સિદ્ધાણં બુદ્ધાણં’ પછી ‘વેયાવચ્ચગરાણ”
સૂત્ર દ્વારા સમકતી દેવને યાદ કરાય છે. તેમના સંઘ કે પ્રવચનની વૈયાવચ્ચ આદે કાર્યોની ઉપબૃહણા નિમિત્તે અથવા તો પ્રમાદમાં હોય તો યાદ કરાવવા માટે એકનવકારનો કાઉસ્સગ કરી સમકતીદેવોની છેલ્લી સ્તુતિ કરાય છે.
આમ દેવવંદનના કુલ ૧૨ અંધકાર થાય છે. ક્રમશઃ તેના નામ નીચે પ્રમાણે છે :
(૧) ભાવતીર્થંકર વંદના (૨) દ્રવ્યતીર્થકર વંદના (3) સ્થાપનાતીર્થંકર વંદના (૪) નામ તીર્થકર વંદના (૫) સર્વલોકમાં સ્થાપના રિહંતની ઉપાસના (૬) વિહરમાન જિન વંદના (૭) શ્રુત વંદના (૮) સિદ્ધ સ્તવના (૯) વીર વંદના (૧૦) ઉજજયંત તીર્થ વંદના (૧૧) અષ્ટાપદ તીર્થ વંદના (૧૨) સમ્યગદ્દષ્ટિદેવનું સ્મરણ
આ રીતે દેવવંદન દ્વારા કેટલી બધી આરાધના થાય છે. હજી આગળ વધીએ. આટલી આરાધના થયા પછી પણ હજી દેવવંદનામાં આગળ જાવંતઈયાઈ મૂત્ર દ્વારા ફરીથી સંક્ષેપમાં લોકમાં રહેલા સર્વ જિનપ્રતિમાને વંદન કર્યા. તે નિમિત્તે ખમાસમણું દીધું. પછી ભરત-ઐરવતમહાવિદેહમાં જે કોઈ સાધુઓ છે તે સર્વને જાવંત કે વિ સાહુ સૂત્ર દ્વારા વંદન કરાય છે.
(૧૯)