________________
મોક્ષતત્ત્વ
આયુષ્ય ૩૩ સાગરોપમ | અંતર્મુહૂર્ત નામ ૨૦ કોડા કોડી સાગરોપમ | ૮ મુહૂર્ત ગોત્ર ૨૦ કોડા કોડી સાગરોપમ | ૮ મુહૂર્ત અંતરાય
૩) કોડા કોડી સાગરોપમ | અંતર્મુહૂર્ત
(૯) મોક્ષ તત્ત્વ) મોક્ષ - સઘળા ય કર્મનો ક્ષય થવાથી પ્રગટ થયેલ આત્માનું શુદ્ધ સ્વરૂપ તે મોક્ષ.
સંપૂર્ણપણે કર્મના બંધનથી મુક્ત થયેલ જીવ ઊર્ધ્વગતિએ એક જ સમયમાં સિદ્ધશિલા ઉપર લોકના અંતે પહોંચી જાય છે. ત્યાં બીજા અનંતા સિદ્ધના જીવો હોય છે. સિદ્ધ થયેલ જીવોને પાછું સંસારમાં આવવાનું રહેતું નથી. ત્યાં રહેલો જીવ પ્રતિસમય જગતના સર્વ પદાર્થોના ત્રણે કાળના પદાર્થોને જુવે છે અને જાણે છે અને અનંત સુખમાં મહાલે છે. જન્મ, જરા, મરણ, ભૂખ, તૃષા, રોગ, ચિંતા, દરિદ્રતા, શોક, ફ્લેશ વગેરે સંસારના કોઈપણ દુ:ખો આ જીવોને કદિ પણ હવે ભોગવવાના નથી. જન્મનું કારણ કર્મ હતું તેનો સંપૂર્ણ નાશ થવાથી હવે ક્યારે પણ મોક્ષમાં ગયેલ જીવને જન્મ લેવો પડતો નથી. ત્રણે લોકના સર્વ જીવોના ત્રણે કાળના એકત્રિત સુખથી સિદ્ધના એક જીવનું સુખ અનંતગણું છે.
મોક્ષ તત્ત્વની નવ અનુયોગદ્વારથી વિચારણા કરવાની છે. સત્પદ, દ્રવ્ય, ક્ષેત્ર, સ્પર્શના, કાળ, અંતર, ભાગ, ભાવ, અલ્પબદુત્વ.
૧) સત્પદ - અસ્તિત્વ પ્રશ્ન :- મોક્ષ છે કે નહિ ? તે વિચારણા ઉત્તર:- “મોક્ષ' એ શુદ્ધપદવાણ્ય શબ્દ હોવાથી મોક્ષ છે. શુદ્ધ = અવર્થવાળું એક પદ. કઈ કઈ માર્ગણામાંથી મોક્ષ થાય છે?